વાયુનું થતું પ્રદુષણ એ આપણા સ્વાસ્થ્ય માટે ઘણી વખત અનુકૂળ નથી આવતું. કારણકે વાયુનાપ્રદુષણ ના કારણે તે વાયુ આપણા શરીરમાં અંદર જાય છે પછી તે ઘણી વખત ખુબ જ ઘાતક બની જાય છે. જેના કારણે આપણા સ્વાસ્થ્ય ને ઘણું નુકશાન થઈ શકે છે.
જો શરીરમાં વાયુ અંદર જાય ત્યારે ગળામા બળતરા, ઉધરસ જેવી સમસ્યા થાય છે. આ ઉપરાંત સૌથી વધુ સમસ્યા અસ્થમા પીડિત દર્દીને ખુબ જ પરેશાન કરી દે છે. વાયુનું પ્રદુષણ અને ઠંડીનું પ્રમાણ વઘવાના કારણે શ્વાસ લેવામાં ઘણો સામનો કરવો પડે છે.
જો કોઈને અસ્થમાનો રોગ હોય તો તેના માટે વાયુનું પ્રદુષણ ખુબ જ જીવલેણ સાબિત થઈ શકે છે. એવામાં અસ્થમા પીડિત વ્યક્તિએ ખુબ જ કાળજી લેવાની જરૂર છે. માટે આજે અમે તમને અસ્થમા સામે કેવી રીતે સાવચેતી રાખવી તેના વિશે જણાવીશું.
અસ્થમા થવાના મુખ્ય લક્ષણો: ઘણી વખત ચાલતા ચાલતા શ્વાસ લેવામાં તકલીફ પડવી, ધૂળ કે પ્રદુષણ ના કારણે ઉઘરસ કે ગળામાં કફ ની સમસ્યા, છાતીમાં દુખાવો થવા જેવી સમસ્યા હોય તો તે અસ્થમાના લક્ષણો હોઈ શકે છે.
અસ્થમા પીડિત દર્દીએ રાખવા જેવી સાવચેતી: બહાર નીકળવાનું ટાળો: જો અસ્થમાની સમસ્યા હોય તો તેમને બહાર ધૂળમાં કે પછી પ્રદુષણ વાળા વાતાવરણમાં જવાનું ટાળવું જોઈએ. જો તમે ધૂળ અને પ્રદુષણ વાળા વાતાવરણ માં જશો તો તમને ઘણી પરેશનીનો સામનો કરવો પડશે. માટે આ સાવચેતી રાખવી જરૂરી છે.
બહાર નીકળતા રાખવી આ સાવચેતી: જો તમારે કોઈ પણ અર્જન્ટ કામ આવી ગયું હોય અને ગયા વગર ચાલે તેવું ના હોય તો બહાર નીકળી વખતે મોં પર રૂમાલ કે પછી માસ્ક પહેરી રાખવું. જેથી ધૂળના અને પ્રદુષણ ના રજકણો શરીરમાં પ્રવેશે નહીં. જેથી તમે સુરક્ષિત રહી શકશો.
ઈન્લેહર જોડે જ રાખવું: જો તમે અસ્થમાની સમસ્યા વારે વારે પરેશાન કરતી હોય તો તમે ક્યાં પણ જાઓ તો તમારે ઈન્લેહર સાથે જ રાખવું જોઈએ. કારણકે જો અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડે તો તેને લઈ લેવાથી રાહત થાય છે.
જો તમે અસ્થમા ની સમસ્યા હોય તો તમે હંમેશા ખુલ્લી જગ્યા પર રહેવું અને ઘરના બારી બારણાં પણ ખુલ્લા જ રાખવા. આ ઉપરાંત દરરોજ વહેલી સવારે ગાર્ડન માં કે પછી ઘાબા પર ખુલ્લા વાતાવરણમાં 20-25 મિનિટ યોગા કે હળવી કસરત કરવી જોઈએ. જેથી શરીરને પૂરતો ઓક્સિજન મળી રહે.
જો તમે આ બઘી વસ્તુનું ઘ્યાન રાખશો તો તમે હંમેશા માટે અસ્થમા રોગ સામે સુરક્ષિત રહેશો. અને તમે આસાનીથી તેનો સામનો પણ કરી શકશો. આ ઉપરાંત જો તમને શ્વાસ લેવામાં કે અન્ય કોઈ પણ સમસ્યા સર્જાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.
જો તમને અમારી માહિતી સારી લાગી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી જેવી કે હેલ્થ, યોગા,ફિટનેસ વિશેની માહિતી મળતી રહેશે.