આજના સમયમાં ઘૂંટણનો દુખાવો એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. પહેલા કહેવામાં આવતું હતું કે ઘૂંટણનો દુખાવો ફક્ત પુખ્ત વયના લોકો અને વૃદ્ધ લોકોમાં જ જોવા મળે છે. પરંતુ હાલના સમયમાં યુવાનો પણ ઘૂંટણના દુખાવાથી પીડાઈ રહ્યાં છે.

ઘૂંટણના દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે. ક્રોનિક ઘૂંટણનો દુખાવો સંધિવાનું લક્ષણ હોઈ શકે છે. આ સિવાય સ્થૂળતા, લાંબા સમય સુધી બેસી રહેવાથી, પગમાં કોઈપણ પ્રકારની વિકૃતિ , ગાંઠ, સંધિવા અને ઈન્ફેક્શનના કારણે પણ ઘૂંટણનો દુખાવો થઈ શકે છે.

જો તમે પણ ઘૂંટણના દુખાવાથી પરેશાન છો તો સૌથી પહેલા ડોક્ટરની સલાહ લો. તમે યોગની મદદ પણ લઈ શકો છો. યોગના ઘણા આસનો છે. આમાંથી કેટલાક આસન કરવાથી ઘૂંટણના દુખાવામાં રાહત મળે છે. ખાસ કરીને વિરાસન યોગ કરવાથી ઘૂંટણના દુખાવામાં ઘણી રાહત મળે છે. તો ચાલો વધુ જાણીએ વિરાસન વિષે.

વિરાસન શું છે?: વીરાસન એ બે શબ્દો વીર એટલે કે બહાદુર અને આસનથી બનેલું છે. સાદી ભાષામાં કહીએ તો, વીરની મુદ્રામાં બેસીને યોગ કરવાને વિરાસન કહેવાય છે. આ યોગમાં અને વજ્રાસનમાં કોઈ ખાસ તફાવત નથી. બંને એક જ મુદ્રામાં બેસીને કરવામાં આવે છે.

આ યોગ કરવાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. વ્યક્તિ મજબૂત બને છે. આ આસન સરળ અને કરવા માટે ખૂબ જ આરામદાયક છે. કોઈપણ ઉંમરની વ્યક્તિ વિરાસન કરી શકે છે. આ યોગ કરવાથી અસ્થમા અને હાઈ બ્લડ પ્રેશરમાં રાહત મળે છે.

વિરાસન કેવી રીતે કરવું તેના માટે સૌથી પહેલા સપાટ જમીન પર કાર્પેટ બિછાવીને વજ્રાસનની મુદ્રામાં બેસો. આ પછી, તમારા પગને અલગ કરો અને હિપ્સને જમીન પર રાખો. હવે તમારી પીઠ પર સૂઈ જાઓ અને લગભગ 30 સેકન્ડ સુધી આ મુદ્રામાં રહો. પછી પ્રથમ તબક્કામાં આવો. દરરોજ ઓછામાં ઓછા 10 વખત આ કરો. નિયમિત રીતે કરવામાં આવે તો ઘૂંટણના દુખાવામાં આરામ મળે છે.

જો તમને પણ ઘૂંટણમાં દુખાવાની તકલીફ હોય તો તમે પણ આ આસન કરી શકો છો. જો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો તમારા મિત્રોને જરૂરથી જણાવો

Leave a comment

Your email address will not be published. Required fields are marked *