આધુનિક સમયની ખરાબ જીવનશૈલી અને ખાનપાનને કારણે અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓ શરીરમાં થાય છે. આ સમસ્યાઓમાં મોટાભાગના લોકોનું વજન વધે છે. સ્થૂળતા એ એક સામાન્ય સમસ્યા છે જેનાથી કોઈ પણ વ્યક્તિ પીડાઈ શકે છે.
આધુનિક સમયની સગવડભરી જિંદગી અને આપણી કેટલીક ભૂલોના કારણે ઘણા લોકો વજન વધવાથી પરેશાન છે. આવી સ્થિતિમાં વજન ઘટાડવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સ્થૂળતા ઘટાડવા માટે, ઘણા લોકો જીમમાં પરસેવો પાડેછે, જ્યારે કેટલાક લોકો આહારને નિયંત્રિત કરવાનું શરૂ કરે છે.
બધા લોકો માટે કસરત કરવી અને દિનચર્યાનું યોગ્ય પાલન કરવું એટલું સરળ નથી. સૌથી પહેલા વજન ઘટાડવા માટે, વ્યક્તિએ પોતાના મનને નિયંત્રિત કરવું જરૂરી છે અને શરીરને સખત મહેનત માટે તૈયાર કરવું પણ જરૂરી છે.
આપણી આસપાસ લોકો વજન ઘટાડવાની પ્રક્રિયા શરૂ કરે છે પરંતુ તેઓ તેને લાંબા સમય સુધી ચાલુ રાખી શકતા નથી અને કંટારીને બંધ કરી દે છે અને હતાશ થઇ જાય છે. પરંતુ જો તમે ઈચ્છો તો આરામથી સૂઈને પણ વજન ઘટાડી શકો છો. વજન ઘટાડવાનો આ સૌથી સહેલો રસ્તો છે.
જો તમારી પાસે વર્કઆઉટ કરવાનો સમય નથી, અને તમે સખત મહેનત કરવા માંગતા નથી, તો તમે ડાયેટિંગ કર્યા વિના સૂઈને વજન ઘટાડી શકો છો.
એક રિપોર્ટ અનુસાર જે લોકો ગાઢ ઊંઘ લે છે તેમનું વજન ઘટી શકે છે. સૂતી વખતે શરીરમાં શ્વાસ, પરસેવો અને પાણીની અછતને કારણે વ્યક્તિનું વજન 83 ટકા સુધી ઘટી શકે છે. તે દરેક વ્યક્તિના મેટાબોલિક રેટ પર આધાર રાખે છે. એટલા માટે સૂવાથી વજન ઘટાડી શકાય છે. વજન ઘટાડવા માટે રૂટિનમાં કેવી રીતે સૂવું તે વિશે જાણો.
સૂવાનો યોગ્ય સમય: વ્યક્તિ દરરોજ ઊંઘે છે, પરંતુ ઊંઘની અનિયમિતતા અને ખોટી દિનચર્યાના કારણે ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, તમે દરરોજ એક જ સમયે સૂઈ જવાનું રાખો. થોડા દિવસ એક જ સમયે ઊંઘવાથી તમને તે ચોક્કસ સમયે ઊંઘવાની ટેવ પડી જશે. સાતથી આઠ કલાક ગાઢ ઊંઘ લો. ગાઢ ઊંઘ વજન ઘટાડવામાં મદદરૂપ છે.
ગાઢ ઊંઘ જરૂરી છે: ઘણી વખત લોકો ઊંઘી જાય છે, પરંતુ કોઈને કોઈ કારણસર તેમની ઊંઘમાં ખલેલ પહોંચે છે. ઉદાહરણ તરીકે, જો રૂમમાં પ્રકાશ અથવા ઘોંઘાટ હોય, તો કોઈ પણ માણસ યોગ્ય રીતે સૂઈ શકતો નથી. આવી સ્થિતિમાં સૂતા પહેલા તૈયારી કરો જેથી તમને સારી ઊંઘ આવે અને ગાઢ ઊંઘ આવે. તેનાથી તમારું વજન ઘટશે.
જમ્યા પછી તરત ન સૂવું: ઘણીવાર લોકો રાત્રિભોજન કે બપોરનું ભોજન કર્યા પછી તરત જ બેડ પર સૂઈ જાય છે. આવી સ્થિતિમાં, પાચન શક્તિ પર અસર થાય છે અને તમારું ભોજન પચતું નથી. તેથી જ જ્યારે તમે સૂતા હોવ ત્યારે તમારું મેટાબોલિઝમ શ્રેષ્ઠ રીતે કામ કરતું નથી. તેથી જમ્યાના બે થી ત્રણ કલાકની અંદર સૂવું જોઈએ.
સૂતા પહેલા શું ન ખાવું: હંમેશા રાત્રિભોજન હળવું કરો. કેફીનયુક્ત વસ્તુઓનું સેવન ન કરો. હળવો ખોરાક ખાવાથી ચયાપચય વધે છે અને સૂતી વખતે કેલરી બર્ન થાય છે. સૂતા પહેલા ચા અને કોફી ન પીવી.
ધાબળા વગર સૂઈ જાઓ: જ્યારે તમે સૂઈ જાઓ છો, ત્યારે ઠંડા તાપમાનમાં તમારું ચયાપચય વધે છે અને તમે આરામ કરતા હોવ તેના કરતાં વધુ કેલરી બર્ન કરે છે. ઠંડા તાપમાનમાં સૂવાથી સારી બ્રાઉન ચરબીનું પ્રમાણ વધે છે અને વધારાની બ્લડ શુગરથી છુટકારો મળે છે. તેથી ધાબળો ઓઢીને સૂશો નહીં.
જો તમે પણ વજન વધવાની સમયથી પરેશાન થઇ ગયા છો તો તમે જરૂરથી અહીંયા જણાવેલ ઉપાય અપનાવી શકો છો અને વજન ઓછું કરી શકો છો. એક્વાતનું ધ્યાન રાખો કે આ ઉપાય દરેક લોકોના શરીર આધાર રાખે છે તેથી દરેક લોકોનું વજન ઘટે તેવું ન પણ બની શકે.
પરંતુ જો તમે અહીંયા જણાવેલ ઉપાય અનુસરો છો તો તમને ચોક્કસ ફાયદો થશે. તમને આ માહિતી પસંદ આવી હોય તો ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ માહિતી વાંચવા મળતી રહેશે.