મગજની ગાંઠ એ મગજને લગતી એક ગંભીર બીમારી છે. આ બીમારીમાં મગજના કોષો અચાનક વધવા લાગે છે અને એકત્રિત થઈ ગાંઠો બનાવી લે છે. આપણું મગજ શરીરનું ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે એટલા માટે તે યોગ્ય હોવું જરૂરી છે.

જ્યારે મગજમાં ગાંઠ બને છે, ત્યારે તેને મગજની ગાંઠ કહેવામાં આવે છે. મગજના જે ભાગમાં ગાંઠ થાય છે, તે ભાગ દ્વારા નિયંત્રિત થતા શરીરના ભાગને અસર થાય છે. મગજની ગાંઠના ઘણા પ્રકાર છે. ઉદાહરણ તરીકે, કેટલીક મગજની ગાંઠો બિન-કેન્સરવાળી હોય છે, હળવી ગાંઠ હોય છે અને કેટલીક મગજની ગાંઠો કેન્સરની હોય છે એટલે કે ક્રોનિક ગાંઠો.

તમને જણાવી દઈએ કે મગજની ગાંઠના બે પ્રકારના હોય છે. પ્રથમ સૌમ્ય ગાંઠ: સૌમ્ય ગાંઠો એક જગ્યાએ મર્યાદિત હોય છે અને તે બહુ ખતરનાક હોતી નથી અને બીજી જીવલેણ ગાંઠ: જીવલેણ ગાંઠ એ કેન્સર છે જેની યોગ્ય સમયે સારવાર ન કરવામાં આવે તો તે મગજ અથવા શરીરના અન્ય ભાગોમાં ફેલાય છે.

ખરાબ ખાવાની આદતો અને તણાવપૂર્ણ જીવન, ખરાબ જીવનશૈલી અને દારૂનું વ્યસ, સિગારેટ પીવાની આદત ધરાવતા લોકોમાં મગજની ગાંઠનું જોખમ વધારે છે. પુરુષોમાં મગજની ગાંઠ થવાનું જોખમ વધારે હોય છે. તેથી, ખાસ કરીને પુરુષોએ તેમના આહાર અને જીવનશૈલી પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.

મગજની ગાંઠની સમસ્યામાં વહેલાં નિદાન અને લક્ષણોની વહેલી તપાસ મગજની ગાંઠની સારવારના સારા પરિણામની શક્યતાઓ વધારે છે. દર્દીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ મગજની ગાંઠના પ્રારંભિક સંકેતોને ઓળખે અને તરત જ ડોક્ટરનો સંપર્ક કરે.

મગજની ગાંઠના શરૂઆતના લક્ષણો: કેટલીકવાર માથાનો દુખાવો, ઉલટી, હાથપગમાં નબળાઈ, જોવામાં નબળાઈ,  ધ્રુજારી થવી, વ્યક્તિત્વ અથવા વર્તનમાં ફેરફાર થવો,  ચક્કર આવી જવા વગેરે સંકેતો મગજની ગાંઠના હોઈ શકે છે.

મગજની ગાંઠના દર્દીઓએ સારવાર વિશે વધુ ગભરાવાની જરૂર હોતી નથી. જો મગજની ગાંઠો શરૂઆતી તબક્કે શોધી કાઢવામાં આવે, તો તેની સલામત સારવાર પણ શક્ય છે. અત્યારે હાલમાં જે પ્રક્રિયાઓ અનુસરવામાં આવે છે તેનાથી સચોટ નિદાન અને પરિણામો મળે છે જેથી સારવારના વધુ સારા પરિણામો મળવાની તકો વધી છે.

અત્યારના સમયમાં સૌમ્ય અને જીવલેણ બંને ગાંઠોમાં સુધારો જોવા મળ્યો છે. વિવિધ ક્ષેત્રોની જાણકારી, અદ્યતન સર્જિકલ તકનીકો, રેડિયોથેરાપી અને કીમોથેરાપીના હકારાત્મક પરિણામો મળ્યા છે.

આ સાથે જ દર્દીઓએ તેમના સ્વાસ્થ્ય વિશે પણ સજાગ અને જાગૃત રહેવું જોઈએ જેથી તેઓ તેમના લક્ષણોને ઓળખી શકે અને સમયસર સારવાર લઈ શકે.

મગજની ગાંઠના દર્દીઓ માટે ફળ અને શાકભાજીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. એટલા માટે ટ્યુમરના દર્દીએ ફળો અને તાજા શાકભાજીનું સેવન કરતા રહેવું જોઈએ. આ સિવાય ગાંઠના દર્દીએ તમાકુના સેવનથી ખૂબ દૂર રહેવું જોઈએ.

આ સાથે કોઈ પણ પ્રકરણ વ્યસન અને ખોટી આદતોથી બચવું જોઈએ. શરીરમાં ઘણી બીમારીઓ વધુ વજન હોવાને પણ થાય છે, તેથી વજન પર પણ નિયંત્રણ રાખવું જોઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *