અત્યારના સમયમાં માથાનો દુખાવો થવાની સમસ્યા કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે. ઘણા લોકો માથાના દુખાવા માટે દવાઓ લેતા હોય છે પરંતુ તે લાંબા સમયે સ્વાસ્થ્ય ને નુકસાન પહોંચાડી શકે છે. માટે બને ત્યાં સુઘી દવાનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ.
માથાનો દુખાવો થવો એક સામાન્ય સમસ્યા છે. માથાના દુખાવાને દૂર કરવા માટે આપણે કેટલાક યોગ કરવા જોઈએ. જેથી આપણું મન શાંત થાય અને જો તમે દરરોજ માત્ર 10-15 નો ટાઈમ કાઠી ને યોગ કરી લેશો તો તમારો દુખાવો કાયમ માટે દૂર થઈ જશે.
એવું કહેવામાં આવે છે કે મોટાભાગની દરેક બીમારી યોગ કરવાથી દૂર થઈ જાય છે. તો આજે અમે તમને માથાના દુખાવાને દૂર કરવા માટે કેટલાક યોગા વિશે જણાવીશું જે તમે કરશો તો તમારો માથા નો દુખાવો હંમેશા માટે દૂર થઈ જશે.
માથાનો દુખાવો થવાનું કારણ : માથાનો દુખાવો ઘણા કારણોથી થાય છે. જેમ કે તમારી ઊંઘ પુરી ના થાય, ઓફિસ કે ઘરનું ટેંશન હોય, કોઈ માનસિક ચિંતા હોય જેના કારણે પણ માથાનો દુખાવો થતો હોય છે. જો તમને વારંવાર માથું દુખતું હોય તો તમને માઈગ્રેનની સમસ્યા પણ હોઈ શકે છે.
અઘોમુખ આસાન : આ આસાન માથાના દુખાવામાં ઘણી રાહત આપે છે. આ આસન કરવાથી તમારું લોહીના પરિભ્રમણ ને સુધારે છે. મગજમાં લોહી પૂરતા પ્રમાણમાં પહોંચવાથી માથાનો દુખાવો ઘીરે ઘીરે મટી જશે. આ આસાન કરવાથી શરીર માં ખેંચાણ થાય છે અને હાડકાને સ્ટ્રોંગ બનાવવા મદદ કરે છે.
અઘોમુખ આસાન કરવાની રીત : સૌથી પહેલા આસાન કરવાની જગ્યા પર સાદડી પાથરી દો, અને ઉંઘા સુઈ જાઓ, ત્યારબાદ શ્વાસ છોડો અને કુલાને ઉપરની તરફ ખેંચો, અને હાથને આગળની તરફ નીચે રાખી ને માથાને નીચે ની તરફ થોડું ઝુકાવો. 2 મિનિટ પછી રિલેશ થઈને ફરીથી આ રીતે આસન કરી શકો.
બાલાસન યોગ : આ આસાન કરવાથી શરીરમાં થતા દરેક દુખાવામાં રાહત મળે છે. આ આસાન માથા ના દુખાવા સિવાય કમરના દુખાવાને પણ દૂર કરવામાં મદદ કરે છે.
બાલાસન યોગ કરવાની રીત : સૌથી પહેલા સાદડી ને પાથરી લો, ત્યારબાદ ધુટણે નીચે બેસી જાઓ, ત્યાર પછી હાથ ઉપર ની તરફ સીઘા કરો, ત્યાર પછી શ્વાસ ને છોડતી વખતે હાથ અને માથા ને જમીન પર અડે તે રીતે રાખો. થોડી વાર આ સ્થિતિમાં રહીને રિલેક્સ થઇ જ. ત્યાર પછી ફરીથી આ રીતે યોગ કરો.
ઉપયોગી માહિતી : (1) માથાના દુખાવાને દૂર કરવા માટે શાંત જગ્યા એ ઘ્યાન ની મુદ્રામાં બેસીને ઊંડો શ્વાસ લેવો અને બહાર કાઠવો. આ રીતે 10-15 મિનિટ કરવાથી મગજ શાંત થશે અને માથાનો દુખાવો પણ દૂર કરવામાં મદદરૂપ સાબિત થશે. (2) માથાના દુખાવાને દૂર કરવા માટે માથામાં તેલ ની માલિશ કરવી જોઈએ. અને થોડો સમય રિલેક્સ થઈને આરામ કરવો જોઈએ.
(3) જો તમારી ઊંઘ પુરી ના થાય તો પણ માથું દુખાવની સમસ્યા થાય છે માટે આખા દિવસ માં 7 કલાક ની ઊંઘ લેવી જોઈએ. (4) જો તમારી આંખોમાં પાણી આવે, આંખો ભારે લાગે, અથવા અખોના નંબર આવવાના કારણે પણ માથામાં દુખાવો થઈ શકે છે. માટે આંખોના નંબર પણ ચેક કરાવી લેવા જોઈએ.
જો તમને પણ માથાના દુખાવાની સમસ્યા છે તો તમે પણ આ યોગ નો ઉપયોગ કરી શકો છો. અને ઉપર જણાવેલ ઉપયોગી માહિતીને પણ કાળજી પૂર્વક ઘ્યાન માં રાખવી જોઈએ. જેથી તમે કાયમ માટે માથાના દુખાવાથી છુટકાળો મેળવી શકશો.