દૂધની બધી જ બનાવટો સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે. આ બનાવટો ખૂબ જ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત, તે પોષક તત્ત્વો, વિટામિન્સ, પ્રોટીન અને કેલ્શિયમ જેવા આવશ્યક પોષક તત્વોનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે.
આમાં પણ દહીંનું સેવન કરવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં, દરરોજ દહીંને આહારમાં સામેલ કરવું ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી દૂર રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.
દૂધની બેક્ટેરિયલ આથોની પ્રક્રિયા, જે દહીંનું ઉત્પાદન કરે છે, તે પ્રોબાયોટીક્સથી ભરપૂર માનવામાં આવે છે, જે આંતરડામાં સારા બેક્ટેરિયાને પ્રોત્સાહન આપીને સારા પાચનમાં મદદ કરી શકે છે.
ઘણા અભ્યાસ પ્રમાણે દહીંમાં લગભગ દરેક પોષક તત્વો હોય છે જેની તમારા શરીરને નિયમિતપણે જરૂર હોય છે. તેમાં કેલ્શિયમ હોય છે, જે તંદુરસ્ત દાંત અને હાડકાંને જાળવવા માટે ખૂબ જ જરૂરી માનવામાં આવે છે.
એક કપ દહીં દૈનિક કેલ્શિયમની જરૂરિયાતના 49 ટકા સુધી પૂરી પાડી શકે છે. તો ચાલો જાણીએ ઉનાળામાં રોજ દહીં ખાવાના ફાયદા અને દરરોજ દહીં ખાવાની કેમ સલાહ આપવામાં આવે છે.
ઉનાળા ગરમીથી થતી આડઅસર ઓછી કરે: ઘણા અભ્યાસો દર્શાવે છે કે ઉનાળા દરમિયાન દરરોજ દહીંનું સેવન તમારા માટે ખાસ કરીને ફાયદાકારક હોઈ શકે છે. દહીં હલકું છે પણ ખૂબ પૌષ્ટિક છે.
દહીં તમને હાઇડ્રેટેડ રાખવાની સાથે, તે શરીરમાં એનર્જી લેવલને વધારવામાં પણ મદદ કરે છે. ઉનાળામાં દહીં ખાવાથી વધુ પડતા પ્રકાશ અને લૂ ની ખરાબ અસરથી પણ સરળતાથી બચી શકાય છે. કેમ તમને અંદરની તાજગી આપવાની સાથે સાથે તે તમારી કાર્યક્ષમતામાં વધારો કરે છે.
પાચન માટે ખૂબ જ ફાયદાકારક: દહીંના અનેક ફાયદાઓમાંથી એક છે તેની પાચનક્રિયા પર અસર. દહીંમાં જોવા મળતા પોષક તત્વો આંતરડાના સ્વસ્થ બેક્ટેરિયાને પ્રોત્સાહન આપે છે જે ખોરાકના યોગ્ય પાચનમાં મદદ કરે છે અને પેટની અનેક પ્રકારની સમસ્યાઓ ઘટાડે છે.
ઉનાળામાં કબજિયાત, અપચો અને પેટમાં બળતરા જેવી સમસ્યાઓથી બચવા માટે દરરોજ તેનું સેવન જરૂર કરો. કેટલાક અભ્યાસોએ એ વાતની પણ પુષ્ટિ કરી છે કે દહીંનું સેવન પેટના ઘણા સંક્રમણને દૂર કરવામાં પણ મદદ કરી શકે છે.
ત્વચા માટે ફાયદા: આપણે જાણીએ છીએ કે ઉનાળામાં ત્વચા સંબંધિત સમસ્યાઓનું જોખમ વધારે હોય છે, તેથી રોજ દહીંનું સેવન તમારા માટે એક સારો વિકલ્પ ગણી શકાય છે.
તમને જણાવીએ કે દહીં ખાવાની સાથે તેને ચહેરા પર લગાવવાથી પણ ફાયદો થાય છે. ગરમીની ખરાબ અસરથી બચવા માટે દહીંનો ફેસ પેક પણ ચહેરા પર લગાવવામાં આવે છે. તે ત્વચાના કોષોને સ્વસ્થ રાખવામાં અને ગ્લો જાળવી રાખવામાં તમારા માટે મદદરૂપ થઈ શકે છે.
મૂડને ઠીક કરવામાં મદદરૂપ: જે લોકો હંમેશા તણાવ અને ચિંતાની સમસ્યા રહેતી હોય તેમના માટે રોજિંદા આહારમાં દહીંનો સમાવેશ કરવો ફાયદાકારક સાબિત થઈ શકે છે. દહીં તમારા મનને શાંત રાખવામાં મદદરૂપ માનવામાં આવે છે, જે ચિંતા અને તણાવમાં રાહત આપે છે. દહીં એક ઉત્તમ મૂડ-લિફ્ટર તરીકે પણ જાણીતું છે.
તમારા રોજિંદા આહારમાં દહીંનો સમાવેશ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે પણ ઉનાળામાં દરરોજ દહીં ખાવાનું શરુ કરો છો તો તમે પણ ઘણી બધી સમસ્યાઓથી બચી શકો છો.
જો તમને અમારી આ માહિતી પસંદ તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો અને આવી જ માહિતી વાંચવા માટે ગુજરાત ફિટનેસ સાથે જોડાયેલા રહો.