આજના સમયમાં મોટાભાગના લોકો ને એસીડીટી અને ગેસની સમસ્યા થવા લાગી છે જે ખુબ જ સામાન્ય થઈ ગઈ છે. એસિડિટી થવાના ઘણા બધા કારણો છે, જેને દૂર કરવા માટે આજે કેટલાક ઘરેલુ ઉપચાર જણાવીશું.
એસિડિટી ખાવાનું બરાબર ડાયજેશન ના થવું, વધારે એસિડ બનવું જેને એસિડિટી કહીએ છીએ. જે કોઈ ખોરાક ખાઈએ અને તે પચે નહીં જેના કારણે એસિડિટી ની સમસ્યા થતી હોય છે, ઘણી વખત ખાટા ઓટકાર બહાર નીકળતા હોય તેવું લાગે, પેટમાં દુખાવો થાય, પેટ ફૂલ્લેલૂ લાગે છે.
એસીડીટી થવાના ઘણા કારણોથી થઈ શકે છે, જેમકે વધારે તળેલું અને તીખું ખાવું, રાતે ભરપેટ ખાઈને સુઈ જવું, વધારે સમય ખાલી પેટ રહેવું, ઓછું પાણી પીવું, ખાલી પેટ ચા કે કોફી પીવી જેવા કારણો એસિડિટી થઈ શકે છે.
એસિડિટીની સમસ્યા ખુબ જ સામાન્ય સમસ્યા છે પરંતુ જયારે એસીડીટી થાય છે ત્યારે છાતી માં અને પેટમાં બળતરા ની સમસ્યા પણ થતી હોય છે. જેને દૂર કરવી ખુબ જ જરૂરી છે, તો ચાલો જાણીએ એસિડિટી કઈ રીતે દૂર કરવી.
ઘરેલુ ઉપાય:
એસીડીટીની સમસ્યા થતી હોય તો રોજે સવારે બપોરે અને સાંજે ભોજન પછી એક ચમચી વરિયાળી ખાવી જોઈએ, વરિયાળીને સારી રીતે મોં માં જ સારી રીતે ચાવવાની છે. જેથી મોં માં લાળ બનશે જે લાળ પેટમાં જવાથી એસિડ બનતું રોકે છે અને એસીડીટી અને ગેસની સમસ્યામાં રાહત આપે છે. માટે ભોજન પછી મુખવાસમાં એક ચમચી વરિયાળી ખાવી જોઈએ.
વરિયાળી ખાવાથી શરીરમાં ઠંડક રહે છે જેથી શરીરમાં રહેલ ગરમીના પ્રમાણ ને દૂર કરે છે. તે ખોરાકને ખુબ જ સારી રીતે પચાવામાં મદદ કરે છે, જેથી ડાયજેશન સુધરે છે અને પેટને લગતી અનેક બીમારી દૂર થાય છે.
જીરું પણ શરીરમાં વધેલ એસિડના પ્રમાણને ધટાડવામાં મદદ કરે છે. આ માટે તમે ભોજન ના અડધો કલાક પછી એક ચપટી જીરું ખાઈ શકો છો. આ ઉપરાંત તમે એક ગ્લાસ પાણીમાં એક ચમચી જીરું નાખીને ઉકાળી લો, ત્યાર પછી તે ઠંડુ થઈ જાય ત્યારે ભોજન ના એક કલાક પછી તે પાણી પી જવાનું છે, આ રીતે જીરાનું પાણી પીવામાં આવે તો એસિડિટી શાંત થાય છે.
એસિડિટી હોય તો રોજે એક પાકું કેળું ખાવું જોઈએ. તેમાં ફાયબરનું પ્રમાણ ખુબ જ સારું હોય છે જેની મદદથી ડાયજેશન સિસ્ટમ મજબૂત બનશે અને ગેસ એસિડિટીમાં રાહત મળશે.
જો તમે પણ એસીડીટી ની સમસ્યાથી પરેશાન છો તો તમે પણ આ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થશે, આમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીરને ઘણી રીતે ઉપયોગી સાબિત થાય છે. મોં માં આવતી ખરાબ વાસને પણ દૂર કરવામાં મદદ કરશે.