અહીંયા આપણે વાત કરીશું કેલ્શિયમ વિષે જે આપણા શરીર માટે કેલ્શિયમ કેટલું જરૂરી છે. આપણે બધા જાણીએ છીએ કે શરીરમાં કેલ્શિયમ, પ્રોટીન, ફાઈબર અને મિનરલ્સ ની ઉણપથી ઘણા રોગો અને બીમારીઓ થાય છે.
અહીંયા તમને કેટલીક વસ્તુઓ વિષે બનાવીશું જે વસ્તુઓ ખાવાથી તમારા શરીર માં કેલ્શિયમની ઉણપને દૂર કરી દેશે. આ દરેક વસ્તુમાં કેલ્શિયમનું પ્રમાણ ખુબજ વધુ પ્રમાણમાં રહેલું છે જે વધારેમાં વધારે ખાવાથી શરીરમાં કેલ્શિયમનું ઉણપ દૂર થઇ જશે.
1) ચણા: ચણાને કેલ્શિયમનો સ્ત્રોત કહેવામાં આવે છે. ચણાની અંદર એક એવી વસ્તુ રહેલી છે જે આપણા શરીરને મજબૂત બનાવવા માટે સાથે સાથે શરીરના બાંધાની મજબૂત ખુબજ ઉપયોગી છે. રોજ રાત્રે 10 થી 15 ચણાને પલાળી મૂકી અને સવારે આ ચણાને ચાવીને ખાઈ જવાના છે. સાથે સાથે ચણાનું પાણી પણ પી જવાનું છે.
2) દૂધ: ઘણા લોકો જે દૂધ પીવાનું પસંદ નથી કરતા પણ દૂધમાંથી ઘણી માત્રામાં કેલ્શિયમ મળી આવે છે. ભેંસના દૂધ કરતા ગાયનું દૂધ પીવું વધુ ફાયદાકારક છે કારણકે ભેંસના દૂધમાં વધારે માત્રામાં ફેટ રહેલું હોય છે જે આપણા હૃદય માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે અને ભેંસના દૂધ કરતા ગાયના દૂધની અંદર કેલ્શિયમ ખૂબ સારી માત્રામાં રહેલું છે.
3) દહી: જો તમે દૂધમાંથી મળતા કેલ્શિયમ કરતા વધુ કેલ્શિયમ ,મેળવવા માંગો છો તો તમે દહીંનો ઉપયોગ કરી શકો છો. દહી ની અંદર દૂધ કરતા પણ વધુ કેલ્શિયમ જોવા મળે છે. જો તમે બજારના દહીં કરતા ઘરેજ બનાવેલું દહીં બનાવી ખાવાનું પસંદ કરશો તો તે તમારા વધુ ફાયદારૂપ સાબિત થશે.
4) બદામ: આપણે જઈએ જ છીએ કે બદામ ખાવાથી બુદ્ધિ વધે છે, યાદશક્તિમાં વધારો થાય છે. ઘણા લોકો પોતાના બાળકોને બદામ ખવડાવવાનું પસંદ કરતા હોય છે. પરંતુ જો રાત્રે બદામને પલાળીને સવારે પલાળેલી બદામ ખાવાથી તે શરીરમાં કેલ્શિયમની ઉણપને દૂર કરે છે અને તે શરીરમાં કેલ્શિયમની ઉણપ થવા દેતું નથી.
5) સંતરા અને નારંગી: સંતરા અને નારંગી માર્કેટમાં ખુબજ સરળતાથી મળી રહે છે. તમે આ સંતરા, નારંગી ખાઈને પણ તમારા શરીરમાં વિટામિન સી અને કેલ્શિયમ ની ઉણપ પૂરી કરી શકો છો. આ ઉપરાંત તમે તમારી ઈમ્યુન સિસ્ટમને પણ મજબૂત કરી શકો.
છો. દરેક લોકોએ ઋતુ પ્રમાણે ફાળો ખાવાનું રાખવું જોઈએ જે તમારા શરીર માટે બદલાતી ઋતુમાં શરીરમાં પોષક્તત્વોનું પ્રમાણ જાળવી રાખવામાં મદદ કરે છે.