આજે ઘણા લોકો મેદસ્વીતાના શિકાર હોય છે, વ્યક્તિના શરીરમાં લાઈફસ્ટાઈલ માં ફેરફાર થવાના કારણે મેદસ્વીતા જેવા સમસ્યા નો સામનો કરવો પડતો હોય છે આ ઉપરાંત ઘણી બધી નાની મોટી બીમારીના શિકાર બનવું પડતું હોય છે.
શરીરમાં મેદસ્વીતા વધવાના ઘણા બધા કરાનુ હોય છે, જેમ કે, મેંદા વાળી વસ્તુઓ ખાવી, ચરબી યુક્ત ખોરાક ખાવો, એક સાથે વધુ ખોરાક ખાવો અને ભોજન કર્યા પછી તરત સુઈ જવું જેવી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે.
આ ઉપરાંત વ્યક્તિનું બેઠાળુ જીવન અને પરિશ્રમ નો અભાવ હોવાના કારણે પણ મેદસ્વીતા જેવી બીમારીનો સામનો કરવો પડી શકે છે. આ માટે આજે અમે તમને એવા કેટલાક નિયમો વિષે જણાવીશું જેને રોજિંદા જીવનમાં અપનાવાથી વધી ગયેલ મેદસ્વીતા એટલેકે વજન ને ઓછું કરી શકાય છે.
વઘારે પાણી પીવો: પાણી આપણા શરીરના અંગો માટે ખુબ જ ફાયદાકારક છે. દિવસ દરમિયાન જરૂરિયાત માત્રામાં પાણી પીવાથી ખાધેલ ખોરાકને પચવામાં મદદ કરે છે. જેથી શરીરમાં ચરબીનું પ્રમાણ ઓછું થાય છે. આ માટે વજન ને નિયત્રંણમાં રાખવા દિવસ દરમિયાન વધુ પાણી પીવું જોઈએ.
ખોરાકને થોડી માત્રામાં લો: ખોરાક લેવો શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરી છે. પરંતુ ખોરાક લેવતી વખત ઘ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ ખોરાક પેટ ભરીને ના ખાવો જોઈએ, ખોરાકને થોડી માત્રામાં ખાવો જોઈએ, જે ખોરાક ને ઝડપથી પચાવામાં મદદ કરે છે અને વજન ને કંન્ટ્રોલમાં રાખે છે.
ખોરાક ચાવી ને ખાવો: ઘણા લોકો કામની ઉતાવરમાં ખોરાક ને ચાવ્યા વગર જ ખાઈ લેતા હોય છે. જેના કારણે તે ખોરાક પચવામાં ઘણો સમય લાગે છે અને ખોરાક ના પચે તે એક ખોરાક ચરબીમાં રૂપાંતર થઈ જાય છે જેથી પેટ બહાર આવે છે અને વજન વઘે છે, આ માટે ખોરાક ને ચાવી ને ખાવો જોઈએ.
રાતે ભોજન હળવું લો: રાતે હળવો ખોરાક લેવો જોઈએ જેથી તેથી તે ખુબ જ આસાનીથી પચી જાય છે. આ માટે જો તમારું વજન વધુ હોય અને ઓંછું કરવા માંગતા હોય તો રાત્રિનું ભોજન હળવું લેવાનું ચાલુ કરી દેવું જોઈએ. જે વજન ને ઘટાડવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
દહીં ખાવું : વધુ ચરબી હોય તો તે ચરબીને ઓગાળવા દહીંને રોજે બાપોરના ભોજનમા સમાવેશ કરી શકાય છે. દહીં ખાવાથી કમર, પેટ અને સાથળના ભાગમાં વઘી ગયેલ ચરબીને ઓગળે છે. આ માટે વજન ને ઓછું કરવા માટે ડાયટમાં દહીંનો સમાવેશ કરી શકાય છે.
કસરત અને યોગા કરવા: રોજે સવારે હળવી કસરત અને યોગા ની સાથે વોકિંગ અને જોગિંગ પણ કરવું જોઈએ જે વજન ને ઘટાડવામાં ઘણી રીતે મદદરૂપ સાબિત થઈ શકે છે. આ માટે જો અમારું બેઠાળુ જીવન છે અને વજન વધુ હોય તો કસરત અને યોગા કરવા જોઈએ.
બહારના ખોરાક ખાવું ટાળો: આજે દરેક વ્યક્તિને બહારના ખોરાક ટેસ્ટી અને મસાલેદાળ હોવાના કારણે ખાવાનું સૌથી વધુ પસંદ હોય છે, આ માટે બહારના જંકફૂડ અને ફાસ્ટ ફૂડ નો સમાવેશ કરવો જોઈએ. આ સાથે મેંદા ની બને વસ્તુ કે બ્રેડ કે પાઉં વાળી વસ્તુઓ, પીઝા, બર્ગર વગેરે ના ખાવી જોઈએ, કારણે આ વસ્તુઓ ખાવાથી ચરબી વધે છે આ માટે તેનાથી દૂર રહેવું જોઈએ.
આ ઉપરાંત તમે ભોજન પછી તરત સુઈ જવાની આદત છોડી દો. તમારા શરીરમાં ચરબી વધુ હોવાના કારણે પેટ બહાર હોય અને વજન વધુ હોય તો તેંને કંટ્રોલ માં લાવવા માટે આ નિયમોનું ખાસ પાલન કરવું જોઈએ.