ઘણા લોકોને ભૂખ લાગે ત્યારે કઈંકને કઈંક ખાઈ લેતા હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી વસ્તુ વિશે જણાવીશું જેને ખાવાથી ઘણા બઘા ફાયદા થશે. આ વસ્તુનું સેવન નાના બાળકોથી લઈને મોટા દરેક વ્યક્તિ કરતા જ હોય છે. જે લોકો ટાઈમ પાસ કરવા માટે ખાતા હોય છે.

આ વસ્તુ સૌથી વધુ તમને મેળામાં, થિયેટરમાં, ગાર્ડનની આસપાસ, ક્રિકેટ ગ્રાઉન્ડમાં સૌથી વધુ જોવા મળતી હોય છે. આ ઉપરાંત તમે ઘરે બેસીને જયારે મેચ જોતા હોય ત્યારે પણ તમે આ વસ્તુનું સેવન કર્યું હશે. આ વસ્તુ માં ભરપૂર માત્રામાં ફાયબર મળી આવે છે. જે વજન ને કંટ્રોલમાં રાખવામાં ખુબ જ અસરકારક સાબિત થશે. આ ઉપરાંત તેના સેવનથી અનેક સ્વાસ્થ્યને ફાયદા પણ થાય છે.

તમે પણ વિચારતા હશો કે આ વસ્તુ એવી તો કઈ છે કે જે થિયેટરમાં પણ મળે છે અને તે વજન ઘટાડવામાં મદદ કરે છે. તો આ વસ્તુનું નામ છે પોપકોર્ન. જી હા તે થિયેટરમાં સૌથી વઘારે ટાઈમ પાસ માટે ખવાતું હોય છે. જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. જયારે પીચર જોવા જઈએ ત્યારે ખાવાની મજાજ કંઈક અલગ આવે છે.

પોપકોર્ન માત્ર સ્વાદ માટે અને ટાઈમ પાસ માટે નથી પરંતુ જો તેને યોગ્ય રીતે પકવીને ખાવામાં આવે તો તેના ઘણા આરોગ્ય લાભ પણ થઈ શકે છે. પરંતુ ઘ્યાનમાં રાખવું કે તેમાં વધારે પ્રમાણમાં તેલનો ઉપયોગ ના કરવો જોઈએ. આ ઉપરાંત તેને પકાવતી વખતે તેમાં કાળામરીનો પાવડર મિક્સ કર્યા પછી ખાવામાં આવે તો આપણું હૃદય સ્વસ્થ રહે છે. તો ચાલો જાણીએ ટાઈમ પાસમાં ખવાતા પોપકોર્નના ફાયદા વિશે.

વજન ઘટાડવા: પોપકોર્ન માં ઓછી કેલરી મળી આવે છે. આ ઉપરાંત તેમાં ફેટનું પ્રમાણ પણ ખુબ જ ઓછું હોય છે. જેના કારણે વજનને કંટ્રોલમાં લાવવામાં મદદ મેળવી શકાય છે. વજન ઘટાડવા માટે ઘણા લોકો ડાયટિંગ કરતા હોય છે તેમને પોપકોર્ન ડાયટમાં સમાવેશ કરવો જોઈએ. જેથી વજનને વઘતા રોકવામાં મદદ મેળવી શકાય છે.

કબજિયાત દૂર કરે: પોપકોર્ન માં સારી માત્રામાં ફાયબર મળી આવે છે. તેનું સેવન કરવાથી આપણી ડાયજેશન સિસ્ટમને સુઘારવાનું કામ કરે છે. જેથી આપણી પાચનક્રિયામાં સુધારો થાય છે. પાચનમાં સુઘારો થવાથી પેટ સરળતાથી સાફ થઈ જાય છે. અને કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ મેળવી શકાય છે. માટે પેટની સમસ્યા દૂર કરવા માટે પોપકોર્નનું સેવન કરવું જોઈએ.

વઘતી ઉંમરે જવાન બનાવે: હાલના સમયમાં દરેક વ્યક્તિ વઘતી જતી ઉંમરે જવાન અને સુંદર દેખાવા માંગે છે. તેમના માટે પોપકોર્ન નું સેવન ખુબ જ ઉપયોગી સાબિત થશે. કારણકે તમે આ એન્ટી ઓક્સીડેન્ટ ગુણ મળી આવે છે જે ત્વચાની કરચલી, ખીલ અને ડાઘને દૂર કરે છે. જેથી આપણી ત્વચા સુંદર અને લાંબા સમય સુઘી જવાન બની રહેવામાં ખુબ જ ઉપયોગી છે.

માનસિક તણાવ ઓછો કરે: આજના સમયમાં દરેક વ્યક્તિ ટેન્શન, તણાવ અને સ્ટ્રેસમાં વધુ જોવા મળતો હોય છે. કારણકે ઓફિસનું વધુ પડતું કામ, ઘરનું કામ, વ્યવહારિક કામ જેવા કામો સમયસર પૂરું ના થાય તો સૌથી વધુ ટેન્શન રહે છે. જેથી આપણે ઘણો તણાવનો સામનો કરવો પડતો હોય છે. તેવા સમયે જો તમે પોપકોર્નનું સેવન કરો તો તણાવને ઓછો કરવામાં મદદ મેળવી શકાય છે.

હાડકાને મજબૂત બનાવે: તેમાં સારી માત્રામાં મેગ્નશિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન મળી આવે છે જે આપણા હાડકાને મજબૂત બનાવી રાખે છે. જેથી સાંઘાના દુખાવા, કમરના દુખાવા, હાડકામાં આવતો કડકડ અવાજ જેવી સમસ્યાને દૂર કરે છે. માટે તેનું સેવન નિયમિત કરવાથી લાંબા સમય સુઘી હાડકાને મજબૂત બનાવી રાખશે.

હૃદયને સ્વસ્થ રાખે: આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ એટલે આપણું હૃદય. જેને સ્વસ્થ રાખવામાં પોપકોર્ન ખુબ ઉપયોગી સાબિત થશે. તેનું સેવન કરવાથી આપણા શરીરમાં રહેલ ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને કોલેસ્ટ્રોલ લેવલને જાળવી રાખે છે. આપણા શરીરમાં કોલેસ્ટ્રોલ વઘવાથી થતા હાર્ટએટેકના જોખમ સૌથી વધુ હોય છે તેવામાં આ પોપકોર્નનું સેવન કરીને નિયંત્રણમાં લાવી શકાય છે. જેથી હાર્ટ એટેકનું જોખમ ઓછું રહે છે.

તેનું સેવન નિયમિત કરવાથી આપણા શરીરમાં રહેલ આયર્નની ઉણપને દૂર કરી શકાય છે. આ ઉપરાંત તેનું સેવન કરવાથી શરીરના સ્નાયુઓને મજબૂત બનાવી રાખવામાં મદદ મેળવી શકાય છે. મફતના ભાવે મળતા આ પોપકોર્નનું સેવન રોજે કરીને સ્વાસ્થ્યને સ્વસ્થ રાખી શકાય છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *