આપણા શરીરના સારા સ્વાસ્થ્ય માટે યોગા કરવા ખુબ જ જરૂરી છે. યોગા ઘણા બધા આવે છે જેના અલગ અલગ ફાયદાઓ જોવા મળતા હોય છે. યોગા કરવાથી આપણા શરીરની કાર્ય પ્રણાલી ખુબ જ સારી રહે છે અને મૂડને ફ્રેશ બનાવી રાખે છે. તેવું જ આસન પ્રણાયામ છે.
આ યોગ કરવો ખુબ જ સરળ છે . માટે નાના થી લઈ મોટા દરેક વ્યક્તિ આ યોગ આસાનીથી કરી શકે છે. આ આસન કરવાથી શ્વાસ લેવાની ક્રિયા ખુબ જ સારી બને છે, જેથી આપણે શરીરને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખી શકીએ છીએ.
આ યોગને એક શક્તિશાળી માનવામાં આવે છે. આપણે આપણા જીવન ને યોગ્ય અને નિયમિત રીએ કાર્યશીલ બનાવી રાખવા માટે આપણે આ પ્રણાયામ યોગ કરવો જોઈએ. આ આસન કરવાથી શરીરમાં પોઝીટીવ ઉર્જા ઉત્પન્ન થાય છે.
આ માટે આપણે રોજિંદા જીવનમાં રોજે ઓછા માં ઓછી 10 મિનિટ આ યોગ કરવો જોઈએ. આજે અમે તમને પ્રાણયામ યોગ કરવાની રીત અને તેનાથી થતા ફાયદાઓ વિષે જણાવીશું. દરેક વ્યક્તિએ પોતાના શરીર માટે દિવસ દરમિયાન 10 મિનિટ નીકાળી ને આ યોગ કરવો જોઈએ.
યોગ કરવાની રીત: આ પ્રણાયામ યોગ કોઈ પણ જગ્યાએ બેસીને કરી શકાય છે પરંત્તુ આ યોગ ખુલી જગ્યાએ કરવું ખુબ જ સારું છે જેમ કે ગાર્ડનમાં બેસીને, ટેરીસ પર બેસીને, બહારના ખુલ્લા વાતાવરણમાં બેસીને આ યોગ કરવો જોઈએ. આ આસન કરવાનો યોગ્ય સમય સવારે સૂર્યોદય સમય સૌથી યોગ્ય માનવામાં આવે છે.
આ યોગ ખાલી પેટ કરવાનું છે, આ યોગ કરવા માટે સૌથી પેહલા તમે નીચે ચટાઈ પાથરી લો, ત્યાર પછી પદ્માસન મુદ્રામાં બેસીને બંને આંખો બંધ કરીને કરોડરજજુ સીધી રાખીને બેસવાનું છે. ત્યાર પછી એક આંગળી વડે એક નાક બંધ કરીને બીજા નાકે થી ઊંડો શ્વાસ લેવાનો છે અને 5 સેકન્ડ રોકી રાખવાનો છે, ત્યાર પછી જે નાકે શ્વાસ લીધો છે તે નાક થી બંધ કરી બીજા નાક થી શ્વાસ ઘીમેથી બહાર નીકાળવાનો છે.
આસન કરતી વખતે આસપાસનું વાતાવરણ શાંત હોવું જોઈએ. આ રીતે દિવસમાં 10 મિનિટ આ યોગાસન કરવું જોઈએ. જે કરવાથી દિવસની દિનચર્યા માં સુધારો જોવા મળશે. આ યોગ કરવાથી આપણા ફેફસા સાફ અને મજબૂત બની રહે છે, જે શ્વાસ લેવામાં પડતી તકલીફને દૂર કરે છે અને અસ્થમા જેવી અનેક બીમારીમાં રાહત આપે છે.
આ યોગ કરવાથી માનસિક તણાવ, ટેન્સન, ડિપ્રેશન દૂર થઈ જાય છે. આ યોગ કરવાથી મગજની કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થાય છે. દિસવની શરૂઆત માં આ યોગ કરવાથી શરીરને પૂરતું ઓક્સિજન પણ મળી રહે છે અને શરીરના દરેક અંગોમાં ખુબ જ આસાનીથી લોહીનું પરિભ્રમણ વધારે છે.
આ યોગ ને નિયમિત પણે કરવામાં આવે તો ધૂમપાન કરવતથી ફેફસાને થતા નુકસાનથી બચાવી રાખે છે આ ઉપરાંત ધૂમપાન કરવાની આદત પણ છૂટી શકે છે. આખો દિવસ શરીરમાં ભરપૂર એનર્જી અને ઉર્જા રહે છે જેથી કોઈ પણ કામ કરવામાં મન લાગેલું રહે છે.
હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખવા માટે આ યોગ ખુબ જ અસરકારક છે. આ યોગ કરવાથી કરોડરજ્જુ પણ સીધા અને મજબૂત બની રહે છે. રોજે યોગ કરવાથી આપણું શરીર સ્વસ્થ, હેલ્ધી અને તંદુરસ્ત રહે છે.