ખાસ કરીને દિસવમાં ઓછું પાણી પીવાથી અને વધુ મસાલેદાર અને બહારનું ચટપટું ખાવાથી પથરીની સમસ્યા થાય છે. આ બીમારીમાં કિડનીમાં નાનો પથ્થર બને છે. જે ક્યારેક પીડાનું કારણ બને છે, તો ક્યારેક પેશાબની નળીમાં અવરોધ પેદા કરે છે.

લાંબા સમયથી આ રોગથી પીડાતા લોકોને કિડનીમાં ઈજા થવાની સંભાવના રહે છે. આવી સ્થિતિમાં, આ રોગની સારવાર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે.

પથરી માટે પથ્થરચટ્ટાના પાન રામબાણ ઉપાય છે: પથરીના રોગ સામે લડવાની સૌથી સરળ અને અસરકારક રીત પથ્થરચટ્ટાના પાન છે. રોજ સવારે ખાલી પેટ 5-6 પાન ચાવવાથી પથરી થોડા જ દિવસોમાં બહાર નીકળી જાય છે. પથરી દૂર કરવા માટે આ પાન સૌથી સફળ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ છોડનું નામ એટલા માટે પડ્યું છે કારણ કે તેમાં પથ્થર તોડવાની ક્ષમતા છે.

અનાનસનો જ્યુસ: અનાનસમાં ફાઈબરનું પ્રમાણ ઘણું વધારે હોય છે. એવું માનવામાં આવે છે કે અનાનસનો રસ પીવાથી કિડની સાફ થાય છે. તે કિડનીમાંથી તમામ બિનજરૂરી અથવા તો ઝેરી તત્વોને દૂર કરીને કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જે લોકોને પથરીની સમસ્યા હોય તેમણે અનાનસનો રસ નિયમિત પીવો જોઈએ. તેનાથી તમારી પથરી થોડા જ દિવસોમાં દૂર થઈ જશે.

ડુંગળી ખાવાથી નીકળશે પથરી: પથરીના દર્દીને વધુ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કાચી ડુંગળીમાં પાણીનું પ્રમાણ ખૂબ વધારે છે. તેથી જ ઉનાળામાં હીટસ્ટ્રોકથી બચવા માટે કાચી ડુંગળી અસરકારક માનવામાં આવે છે.

જે લોકોને વારંવાર પથરી થતી હોય છે, તેમણે પોતાના આહારમાં વધુને વધુ કાચી ડુંગળીનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી શરીરમાં પાણીની માત્રા વધી જશે અને પથરી શરીરમાંથી બહાર નીકળી જશે.

ગાજરનો જ્યુસ પીવો: તમને જણાવીએ કે ગાજરનો રસ વિટામિન એ અને ફાઈબરથી ભરપૂર હોય છે. જે કિડનીમાંથી પથરીને દૂર કરવામાં મદદરૂપ ભૂમિકા ભજવી શકે છે. રોજ સાંજના નાસ્તામાં ગાજરનો ક્યુસ પીવાથી જલ્દી આરામ મળે છે.

જે લોકોને વર્ષોથી પથરીની સમસ્યા રહેતી હોય તેઓએ ગાજરનો રસ ચોક્કસથી અજમાવવો જોઈએ. આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે. તેના સતત સેવનથી પથરી બનતી અટકે છે.

જો તમે પથરીની સમસ્યાથી પરેશાન થઇ ગયા છો તો અહીંયા જણાવેલા ઉપાયો અજમાવી શકો છો. માહિતી કોઈ પણ માટે ઉપયોગી થઇ શકે છે તેથી તમારા મિત્રોને જરૂરથી જણાવો.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *