પહેલા કરતા અત્યારનું જીવન એટલું કંટાળાજનક બની ગયું છે કે આપણે આપણા શરીર પર ધ્યાન આપવાનું ભૂલી ગયા છીએ. આપણે શરીરમાં થતી નાની-મોટી સમસ્યાઓને નજરઅંદાજ કરીએ છીએ અથવા તો તેને દૂર કરવા માટે તરત જ દવાઓનો સહારો લઈએ છીએ.
આપણી ખાવાની ખોટી આદતો જીવનશૈલીના કારણે હાથ-પગ સમસ્યાઓ અને માથાનો દુખાવો એ સામાન્ય સમસ્યાઓ છે, જેને આપણે થોડા સમય માટે પણ સહન કરી શકતા નથી અને પછી તરત જ દવા લઈ લઈએ છીએ. તમે જાણો છો કે દવાઓના વધુ પડતા સેવનથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે તેમ છતાં તમે દવા ખાઈ લો છો.
નાની-નાની તકલીફોમાં પેઈનકિલરનો ઉપયોગ કરવાથી પેટમાં અલ્સર, કબજિયાત અને લીવરને નુકસાન થઈ શકે છે. નાની સમસ્યાઓ માટે દવાઓ લેવાથી તમે બીમાર થઈ શકો છો. જો તમને શરીરના કોઈપણ ભાગમાં દુખાવાની ફરિયાદ હોય તો સૌથી પહેલા ઘરગથ્થુ ઉપચારથી આ દુખાવાનો ઈલાજ કરો
તમારા રસોડામાં એવા ઘણા મસાલા છે જે શરીરમાં પેઇન કિલરની જેમ કામ કરે છે. આયુર્વેદિક નિષ્ણાંતોના મતે, તમે ઔષધીય ગુણોથી ભરપૂર મસાલાનો ઉપયોગ શરીરમાં ક્યાંય પણ દુખાવો દૂર કરવા માટે કરી શકો છો. તો આવો જાણીએ ક્યા મસાલાનો ઉપયોગ કરીને આપણે દર્દમાં રાહત મેળવી શકીએ છીએ.
પેટનું દર્દ દૂર કરવા માટે અજમો: અજમો ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે જે પેટના દુખાવામાં રાહત આપવામાં કારગર સાબિત થાય છે. જો અડધી ચમચી અજમાને હુંફાળા પાણી સાથે પીવામાં આવે તો પેટના દુખાવામાં તરત રાહત મળે છે. અજમાના પાન એન્ટી-ઓક્સિડન્ટ્સ, એન્ટિ-ઈન્ફ્લેમેટરી જેવા ગુણોથી ભરપૂર હોય છે. તેનું સેવન કરવાથી સોજા અને દુખાવામાં રાહત મળે છે.
આદુ માથાનો દુખાવો દૂર કરે છે: આદુ એક એવો મસાલો છે જેનો ઉપયોગ આપણે ચા બનાવવા માટે કરીએ છીએ પરંતુ તેનો ઉપયોગ દવા તરીકે કરી શકાય છે. જો તમને ગળામાં ખરાશ, શરદી કે માથાનો દુખાવો હોય તો સૂકા આદુને પાણીમાં પીસીને તેની પેસ્ટ બનાવીને કપાળ પર લગાવો, તમને દુખાવામાં આરામ મળશે. તમે ચામાં આદુનો પણ ઉપયોગ કરી શકો છો અને જલ્દી રાહત મેળવી શકો છો.
લસણ કાનના દુખાવામાં રાહત આપે છે: લસણનું તેલ કાનના દુખાવામાં રાહત આપવામાં ખૂબ જ અસરકારક છે. લસણની કળીઓને તેલમાં નાંખો અને બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને પકાવો. જ્યારે લસણ બ્રાઉન રંગનું થઈ જાય ત્યારે તેને ગાળીને તેના 2-3 ટીપા કાનમાં નાખવાથી કાનના દુખાવામાં આરામ મળશે.
લવિંગ દાંતનો દુખાવો દૂર કરે છે: લવિંગનું સેવન કરવાથી દાંતના દુખાવામાં રાહત મળે છે. તમે લવિંગને તેલમાં નાખીને પકાવો અને પછી તે તેલને રૂમાં લગાવીને દાંત પર રાખો, તમને દાંતના દુખાવામાં આરામ મળશે.
હળદર ઘાની સારવાર માટે: ઔષધીય ગુણોથી ભરપૂર હળદરનું સેવન કરવાથી ઘા, સોજા અને દુખાવામાં રાહત મળે છે. ઘા પર હળદરની પેસ્ટ લગાવવાથી ઘા ઝડપથી રૂઝાય છે. તમે દૂધ સાથે હળદરનો પણ ઉપયોગ કરી શકો છો. હળદરને ચુનામાં ભેળવીને લગાવવાથી ઈજા જલ્દી મટે છે.