જમતી વખતે ક્યારેય પણ ન પીવું જોઈએ પાણી, નહીતો આ સમસ્યા નો સામનો કરવો પડશે. મોટાભાગના લોકો આપણને એ સલાહ આપતા હોય છે કે જમતી વખતે ક્યારેય પણ પાણી ના પીવું જોઈએ. એના પાછળના ઘણા કારણો રહેલા છે. જો તમે ખોરાક લેતા સમયે પાણી પીશો તો તમારા શરીરમાં ગાળે ગંભીર સમસ્યાઓ થઇ શકે છે. ખાસ કરીને જો તમને જમતી વખતે પાણી પીવાની આદત છે તો તમારા પાચનતંત્ર પર તેની ખબ જ ગંભીર અસર થઇ શકે છે.
કબજિયાત ની સમસ્યા : આજકાલના સમય માં લોકો પીઝા, બર્ગર ની સાથે કોક અને પેપ્સી જેવા કોલ્ડ્રીંક્સ પીવાનું ખબ જ વધારે પસંદ કરે છે. આ બધી વસ્તુ નું સેવન તમારા શરીરને ખુબ જ નુકસાન પહોંચાડી શકે છે. જો તમે વધારે કોલ્ડ્રીંક પીવાનું રાખશો તો તમારા શરીર માં લાંબા ગાળે કબજીયાત ની સમસ્યા સર્જાઈ શકે છે. આજકાલ આ સમસ્યા ઘણા લોકોમાં જોવા મળતી હોય છે.
જઠરાગ્નિ પર અસર : જયારે આપણે ખોરાક લઈએ ત્યારે પેટમાં જઠરાગ્નિ કામ કરવાનું ચાલુ કરી દે છે. જેના કારણે આપણી પાચનક્રિયા ચાલુ થઇ જાય છે અને જ્યાં સુધી આપણે ખોરાક લેવાનું બંધ ના કરીયે ત્યાં સુધી જઠરાગ્નિ કામ કરતી હોય છે. ઘણા લોકો ને ખોરાક લેતી વખતે પાણી પીવાની આદત હોય છે. જેના કારણે પાચનક્રિયામાં જઠરાગ્નિ ધીમી પડી જાય છે અને પછી ગેસ કે કબજીયાત જેવી ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે.
ધરનો ખોરાક સૌથી સારો : આજકાલ ના બદલાયેલા વાતાવરણ માં આપણે દાળ, ભાત, શાક અને રોટલી જેવો ખોરાક જ લેવો જોઈએ. ઘણા લોકો ને સવારમાં ફ્રૂટ ખાવાની આદત હોય છે. જે આપણા શરીર માટે સૌથી શ્રેસ્ટ કહી શકાય. કારણકે આપણા શરીરને યોગ્ય પ્રમાણમાં રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરે છે.
15 મિનિટ પછી પાણી પીવું : આપણા ધણા વડીલો આપણે વર્ષો થી કહેતા આવ્યા છે કે જમતી વખતે પાણી ન પીવું જોઈએ. તમારે ભોજન કર્યા ના 15 – 20 મિનિટ પછી પાણી પીવું જોઈએ. જેથી આપણી પાચનક્રિયા સરળ થાય.
હેલ્ધી ખોરાક લેવાનું રાખો : આજ ના સમયમાં ખોરાક ખાવા માં વધારે દયાન રાખવું પડશે. તમારા માટે કયો ખોરાક ખાવો સારો છે અને કયો ખોરાક આપણા માટે સારો નથી તેના પર દયાન આપો. જેના કારણે તમને ચોક્કસ ફાયદો થશે અને તમારે એક વાત ની ખુબ જ દયાન આપવાની છે કે તમારે જમતી વખતે પાણી પીવાનું ટાળવું જોઈએ.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.