શરીરના દરેક અંગોને ઘણા પોષક તત્વોની જરૂર હોય છે. તેવામાં શરીરમાં કેલ્શિયમની ઉણપના કારણે વ્યક્તિને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ માટે આજે અમે તમને કેલ્શિયમથી ભરપૂર હોય તેવા કેટલાક ખોરાક વિષે જણાવીશું.
કેલ્શિયમ શરીરના હાડકાને મજબૂત બનાવે છે. જયારે શરીરમાં કેલ્શિયમની ઉણપ થાય છે ત્યારે હાડકા નબળા પડી જતા હોય છે. હાડકા નબળા પડવાના કારણે હાડકામાં દુખાવા હાડકામાં કડકડ અવાજ આવવો જેવી અનેક તકલીફ નો સામનો કરવો પડતો હોય છે.
આજના સમયમાં દરેક વ્યક્તિ બહારના ચરબી યુક્ત ખોરાક ખાવાનું સૌથી વધુ પસંદ કરતા હોય છે જેમાં કેલ્શિયમની માત્રા નો અભાવ હોય છે. જેના કારણે લાંબા સમયે હાડકામાં કેલ્શિયમ ઓછું થાય છે અને હાડકા સંબધિત સમસ્યા થવા લાગે છે.
હાડકા કમજોર પડવાથી 55 વર્ષની ઉંમરે પણ ઉઠવા બેસવામાં તકલીફ પડતી હોય છે. જે ખુબ જ ગંભીર બીમારી માનવામાં આવે છે, આ માટે 55 વર્ષની ઉંમરે પણ હાડકાને લગતી કોઈ સમસ્યા ના થવા દેવા માટે આ વસ્તુઓનું સેવન જરૂર કરી શકાય છે.
દેશી ચણા : દેશી ચણામાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીનનો સારો સ્ત્રોત મળી આવે છે. જે નબળા પડી ગયેલ હાડકાંને મજબૂત અને સ્ટ્રોંગ બનાવી રાખે છે. આ માટે રોજે રાતે સુવાના પહેલા એક બાઉલમાં 15 દાણા પલાળીને આખી રાત માટે રહેવા દેવાના છે.
ત્યાર પછી સવારે ઉઠીને ખાલી પેટ તેને ખાઈ લેવાં છે, દેશી ચણાનું નિયમિત પણે સેવન કરવાથી શરીર મજબૂત અને સ્ટ્રોંગ બને છે સ્નાયુ અને માંશપેશીમાં આવતા ખેંચાણ ને દૂર કરે છે. આ ઉપરાંત પેટને સાફ અને ચોખ્ખું રાખે છે. જે કબજિયાત જેવી પેટની બીમારીને દૂર કરે છે.
દૂધ પીવું: દૂધ ને નિયમિત પણે પીવાથી કેલ્શિયમ ની જરૂરિયાત પુરી કરી શકાય છે. આ માટે રોજે રીતે સુવાના પહેલા એક ગ્લાસ દૂધ પી જવાનું છે, જે હાડકાને મજબૂત બનાવે છે. આ માટે ગાયનું દૂધ સૌથી ઉત્તમ માનવામાં આવે છે.
દહીં ખાઓ: દહીંમાં કેલ્શિયમનો સારો સ્ત્રોત મળી આવે છે. દહીં ખાવામાં ખુબ જ આસાનીથી પચી જાય છે, આ માટે બપોરે ભોજન સાથે એક વાટકી દહીં ખાઈ જવાનું છે, ખોરાકને પણ પચાવશે અને પાચનશક્તિને મજબૂત બનાવશે, તેમાં મળી આવતું કેલ્શિયમ હાડકાંને અંદરથી મજબૂત બનાવી રાખે છે.
દહીં આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
મોસંબી ખાઓ: મોસંબી નાના મોટા દરેક વ્યક્તિને ખાવી ખુબ જ ગમે છે જે ખાવામાં ખુબ જ ખટ મીઠી હોય છે. તેમાં કેલ્શિયમ ઉપરાંત વિટામિન-સી પણ મળી આવે છે, જે હાડકાને મજબૂત બનાવી રાખવાની સાથે રોગપ્રતિકારક શક્તિને પણ મજબુત બનાવી રાખે છે.