ચાલો, આપણે ઘરે બનાવીયે બે આયુર્વેદિક દવા જે આપણા પેટ ને શાંત રાખશે. જેમ કે આપડે જાણીયે છીએ કે કબજિયાત, ઝાડા, અને અપચો જેવી બીમારી આપણા જીવન ને લાંબા સમયે નુકશાન પહોંચાડે છે. જેથી કરી ને આવી બીમારી જે આપણ ને વારંવાર થાય છે, તો આપડે તેનું યોગ્ય ઈલાજ કરવો જોઈએ, જેથી આપણું પાછળ નું જીવન સુખમય બની રહે.
જો સાદી ભાષા માં કહીયે તો આયુર્વેદિક આ સ્વાસ્થ્ય નો મુખ્ય માર્ગ છે. કારણકે તે કોઈ પણ રોગ નું આપન ને લાંબા સમય માટે નું નિવારણ આપે છે. આયુર્વેદિક માં અગ્નિ ને જીવન નો સ્ત્રોત ગણવા માં આવે છે. જે આપણી પાચન તંત્ર ને સારી બનાવે છે. કેટલાક હાનિકારક ખોરાક જેવા કે, ખુબ જ ઠંડા ખોરાક, તળેલા ખોરાક જે ઝેર સમાન છે, જે આપણ ને રોગ તરફ લઇ જાય છે.
ચાલો હું તમને બતાવું આપણે ક્યારે અને શુ ખાવું જોઈએ.
1) જયારે ભુખ લાગે ત્યારે જ ભોજન લેવું જોઈએ.
2) ખુબ જ મસાલેદાર, ખુબ ઠંડુ, ભીનો ખોરાક અને તેલ વાળા ખોરાક ખાવા નું ટાળો.
3) ભોજન વચ્ચે ઓછા માં ઓછો 3 થી 4 કલાક નું અંતર રાખો. જેથી તમે લીધેલો ખોરાક તમને પચવા માં મદદ રૂપ નીવડશે.
4) ભોજન માં શક્ય હોય તો હળવો ખોરાક લો.
1) ચાલો જાણીયે કબજિયાત માટે નો દેશી ઉપાય : ઘી, મીઠું ભેગું કરેલ પાણી ને ગરમ કરી ને પીવો. કારણકે, મીઠું આપણા શરીર માંથી બેક્ટેરિયા ને દૂર કરે છે, જયારે ઘી આપણા આંતરડા ને લુબ્રીકેટ એટલે કે સાફ કરવા નું કાર્ય કરે છે. ઘી માં ફેટી એસિડ હોય છે, જે આપણ ને બળતરા માં રાહત આપે છે, અને પાચન માં મદદ રૂપ થાય છે.
એક સર્વેય અનુસાર રાત્રી ભોજન ના બે કલાક પછી એક પાકેલું કેળું ખાવું જોઈએ. ત્યારબાદ એક ગ્લાસ ગરમ દૂધ પીવું જોઈએ. જો શક્ય હોય તો એક ચમચી એરંડા નું તેલ પીવું જોઈએ, જે તમને કબજિયાત જેવી બીમારી માં રાહત આપે છે.
જે સ્ત્રી ગર્ભવતી હોય તો તેને અરેંડા નું તેલ ના લેવા નું ટાળવું જોઈએ. જો તમે નાના બાળક ને અરેંડા નું તેલ આપવા માંગતા હોય અથવા 60 વર્ષ થી મોટી ઉમર ના વ્યક્તિ ને આપતા પહેલા તમારા ફેમિલી ડૉક્ટર ની યોગ્ય સલાહ લઇ ને આપવા નો આગ્રહ રાખવો.
કબજિયાત માટે ની દેશી ઘરેલુ બનાવટ:
1) 11/3 કપ માં 1 ચમચી તાજું ઘી અને અડધી ચમચી મીઠું લો અને મિક્સ કરો.
2) તેને ત્યાં સુધી મિક્સ કરો જ્યાં સુધી તે બરાબર મિક્સ ના થઇ જાય.
3) મિક્સ થયા બાદ તે પી લો. ધ્યાન રાખો કે તમે જયારે આ પીવો છે ત્યારે તમારે આ બેસી ને પીવા નું છે ઉભા ઉભા નહિ. જમ્યા ના એકાદ કલાક પછી જ પીવું.
2) પેટ ફૂલે છે તો અનુસરો આ ઘરેલુ ઉપાય : આપણે જાણીયે છે એ પ્રમાણે, કોઈ પણ ખોરાક કે ખાદ્ય વસ્તુ જો કોઈ હુંફાળા પાણી સાથે લેવા માં આવે તો પેટ ફૂલે છે. આપણે એક ગ્લાસ જેટલું ગરમ પાણી પીવું, અને શક્ય હોય તો તેમાં વરિયાળી ના થોડા દાણા નાખવા. મધ 2 થી 3 ટીપા સાથે આદુ નો રસ મિક્સ કરી તેનું સેવન કરો.
જો તમે ગરમ પાણી પીવા નથી માંગતા તો જેવા સમયે તમે વરિયાળી ના દાણા ચાવવા નું રાખો જે તમારી પાચનશક્તિ માં વધારો કરશે, જે પેટ ને ફૂલવા અને પેટ માં ગેસ જેવી બીમારી થી છુટકારો આપશે.
પેટ ફૂલવા માટે ની આયુર્વેદિક બનાવટ:
1) સૌ પ્રથમ 1 ગ્લાસ માં પાણી ને થોડું ગરમ કરો અને તેમાં 1 ચમચી જેટલા વરિયાળી ના દાણા ને મિક્સ કરો.
2) મિક્સ થયા બાદ હવે પાણી ને ફરીથી ગરમ કરો અને તેમાં આદુ ના થોડા ટુકડા નાખો, થોડીક હિંગ અને ખડક મીંઢું નાખો.
3) આનું સેવન તમે તમારા ભોજન બાદ કરો અને ધ્યાન રાખો કે તમે જયારે આ પીવો ચો ત્યારે તમારે બેસી ને પીવા નું છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.