બીટ લોહી વધારવા અને લોહીનું શુદ્ધિ કરણ કરવા માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે. બીટ નાનું દેખાતું ફળ છે પરંતુ આ નાનું ફળ શરીર માટે ખુબ જ ફાયદાકારક છે. આ બીટનું સલાડ અથવા બીટનું જ્યુસ બનાવીને પીવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું.
આ ફળમાં ભરપૂર પ્રમાણમાં આયર્ન ની સ્ત્રોત હોય છે,આ સિવાય પ્રોટીન, વિટામિન-સી, વિટામિન-સી, વિટામિન-ઈ, વિટામિન-બી12, વિટામિન- બી1, બી2, બી-6, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફરસ જેવા તત્વો મળી આવે છે.
બીટ ખાવાના ફાયદા:
લોહી વધારે: બીટ આયર્ન નોસ્ત્રોત હોય છે માટે તેને લોહી વધારવા માટે ખાઈ શક્ય છે. માટે જો સહરીરમાં લોહીની ઉણપ જોય તો નિયમિત પાને બીટને સલાડ અથવા તો તેનું જ્યુસ બનાવીને પીવું જોઈએ. જે ખુબ જ ઝડપથી લોહીને વઘારવાનું કામ કરે છે.
લોહીને શુદ્ધ કરે: બીટમાં સારી માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ મળી આવે છે. જે લોહીમાં રહેલ અશુદ્ધિઓ ને દૂર કરીને લોહીમાં રહેલ બગડાને દૂર કરે છે અને લોહીને શુદ્ધ બનાવી રાખવાનું કામ કરે છે. લોહી શુદ્ધ રહેવાથી શરીરમાં રોગી થવાનું જોખમ નહિવત થઈ જાય છે.
હાડકાને મજબૂત બનાવે: આપણા શરીરન હાડકા કમજોર હોવાના કારણે સાંધા ના દુખાવા, ઢીચણ ના દુખાવા જેવી અનેક હાડકાને લગતી સમસ્યા ઉભી થાય છે તે સમસ્યા ને દૂર કરવા માટે કેલ્શિયમથી ભરપૂર બીટના જ્યૂસનું સેવન કરવું જે હાડકાની નબળાઈને દૂર કરી મજબૂત અને સ્ટ્રોંગ બનાવે છે.
બ્લડપ્રેશર કંટ્રોલ કરે: ઘણા લોજોને અવારનવાર બ્લડપ્રેશર વધી જતું હોય છે તેવા લોકો માટે બીટ ખુબ જ લાભદાયક સાબિત થાય છે. તેમ મળી આવતું નાઈટ્રેટસ લોહીના દબાણે ઘટાડે છે અને બ્લડપ્રેશર ને કંટ્રોલમાં રાખે છે. માટે તેને બપોરના ભોજન સાથે સલાડમાં સમાવેશ કરવો જોઈએ.
હૃદયને સ્વસ્થ રાખે: આપણા શરીરનું સૌથી મહત્વનું અંગ હૃદય છે. બીટનું નિયમિત સેવન કરવાથી લોહીનો પ્રવાહ ખુબ જ સારો રહે છે માટે હ્દયને સ્વસ્થ બનાવી રાખવા અને હૃદય સંબધિત સમસ્યાઓથી બચવા માટે બીટને સલાડમાં સમાવેશ કરી શકાય છે.
ત્વચાને હેલ્ધી બનાવે: બીટ લોહીમાં રહેલ ખરાબ બેક્ટેરિયા અને કીટાણુઓનો નાશ કરે છે જેથી ત્વચાને કુદરતી રીતે ચમક આપે છે. તેનું નિયમિત સેવન ચહેરા પરની કરચલીઓ ને દૂર કરે છે અને ત્વચાને જવાન અને સુંદર બનાવે છે. ખીલ પર બીટનો રસ લગાવાથી ખીલ અને ફોલ્લીઓ દૂર થાય છે.
શરીરને સ્વસ્થ, હેલ્ધી અને ફિટ બનાવી રાખવા માટે બીટને બપોરના સલાડ અથવા તેનું તેનું જ્યુસ બનાવીને ખાલી પેટ પીવું જોઈએ. જે શરીર માં રહેલ હાનિકારક ઝેરી કીટાણુઓનો નાશ કરે છે અને પેટ સંબધિત અન્ય સમસ્યાથી બચાવી રાખે છે.