દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે જે તેઓ બીજા કરતા સુંદર દેખાય. પરંતુ વધુ પડતું પ્રદુષણ, ધૂળ ના કણો અને આપણી કેટલીક ખોટી આદતો હોવાના કારણે સુંદર ખુબ જ ઓછી થઈ જતી હોય છે. આમ તો પુરુષો કરતા સૌથી વધુ સ્ત્રીઓ પોતાના ચહેરાની વધારે સંભાર લેતી હોય છે.
દરરોજ વ્યક્તિ સ્કિનની સારસંભાળ રાખે તો તેની અસર લાંબા સમય સુધી જોવા મળતી હોય છે. દરેક વ્યક્તિને પોતાના સ્કિનને હેલ્ધી અને ચમકદાર બનાવવા માટે 15-20 મિનિટ નો સમય નીકાળવો જોઈએ. તમે રોજે ત્વચા માટે આ એટલા મિનિટ સુધી ત્વચાની સંભાર રાખશો તો લાંબા સમય સુધી જવાન દેખાશો.
વ્યક્તિને સુંદર દેખાવા માટે ચહેરાને હાઈડ્રેટ રાખવો ખુબ જ જરૂરી બની જાય છે, સ્કિન હાઈડ્રેટ ના રહેવાના કારણે ચહેરા પર ખીલ, પીપલ્સ, ફોલ્લીઓ વગેરે જોવા મળતું હોય છે, જેને દૂર કરવા માટે બજારમાં મળતી દવાઓ અને ક્રીમ નો ઉપયોગ કરવામાં આવે છે.
પરંતુ વ્યકતિ પોતાના ચહેરાની ઘ્યાન પૂર્વક સારસંભાળ રાખે તો સ્કિન પર કોઈ પણ પરકરના ખીલ કે ફોલ્લીઓ કે કાળાશ જોવા પણ જોવા નહીં મળે. સ્કિને સુંદર બનાવવા માટે દરેક વ્યક્તિ ફેશવોશનો ઉપયોગ કરતા હોય છે.
પરંતુ સ્કિન પર કેમિકલ યુક્ત ફેસવોશનો ઉપયોગ કર્યા વગર ઘરે જ મળી રહેતી વસ્તુનો ઉપયોગ કર્યા વગર જ ચહેરાની સારસંભાળ લઈ શકાય છે. માટે આજે અમે તમને ચહેરાને નેચરલી રીતે સુંદર અને લાંબા સમય સુધી જવાન રહે તેવો જ એક ઉપાય જણાવીશું.
ચહેરાને સુંદર અને જવાન બનાવવાનો ગ્લોઈંગ સ્કિન ફેસપેક: આ માટે સૌથી પહેલા એક કાચનું બાઉલ લઈ લો, ત્યાર પછી તેમાં એક ચમચી કાચું દૂધ લેવાનું છે, એક ચમચી મધ લેવાનું છે, ત્યાર પછી બે ચપટી હળદર લઈ બધા ને બરાબર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરવાની છે. હવે આ પેસ્ટ ને રાતે સુવાના પહેલા ચહેરા પર લગાવીને 20 મિનિટ રહેવા દો,
ત્યાર પછી ચહેરાને સાદા પાણીં વડે ધોઈ દેવાનું છે. આ ઉપાય તમે સતત સાત દિવસ કરવાનું ત્યાર પછી તમે અઠવાડિયામાં ત્રણ વખત કરી શકો છો. આ પેસ્ટ ચહેરા પર લાગવાથી ચહેરા પરના ખીલ પણ દૂર થશે અને ચહેરા પર ચોઈ ગયેલ ગંદકી પણ દૂર થશે અને ચહેરો સફેદ દૂધ જેવો ચમકવા લાગશે.
દૂધ માં લેટીક એસિડ મળી આવે છે. જે સ્કિન ને ટાઈટ બનાવવાનું કામ કરે છે. આ ઉપરાંત સ્કિન પર કાળાશ આવી ગઈ હોય તો તેને દૂર કરે છે. દૂધ ચહેરાને સ્લિનજિંગ કરવામાં ખુબ જ મદદરૂપર સાબિત થાય છે. મધમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સીડેન્ટ ઉપરાંત ઘણા બધા વિટામિન્સ અને મિનરલ્સ મળી આવે છે.
જે ચહેરા પર કરચલીને આવતા અટકાવે છે મધ ચહેરા પર ધૂળ માટીના રજકણોને દૂર કરી ચહેરા પરની ગંદકીને દૂર કરે છે. જે ચહેરા પર નેચરલી નિખાર લાવવાનું કામ કરે છે. હળદરમાં એન્ટી ઇન્ફ્રામેટ્રી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. જે સ્કિન ને હેલ્ધી બનાવી રાખવામાં મદદ કરે છે.
આ નેચરલી પેસ્ટને ચહેરા પર લગાવાથી ચહેરો બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરવા કરતા પણ ખુબ જ સારું પરિણામ મળશે, જે ચહેરાને નેચરલી રીતે ચમક આપશે. તમને નાની ઉંમરે જ ચહેરા પર કરચલી દેખાતી હોય તો આ પેસ્ટ લગાવાથી ચહેરા પર ની કરચલી થોડા જ દિવસમાં દૂર થઈ જશે અને લાંબા સમય સુધી ચહેરો સુંદર અને જવાન બનાવી રાખશે.