હેલો દોસ્તો , ચોમાસાની ઋતુ વધારે પડતી ગરમીમાં રાહત લાવે છે અને તેની સાથે ઘણી ત્વચા અને સ્વાસ્થ્ય લગતી ધણી સમસ્યાઓ પણ લાવે છે. આ ઋતુમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે. એટલું જ નહીં, ખરાબ હવામાનમાં ભેજને કારણે ફંગલ ઇન્ફેક્શનનું જોખમ પણ વધી જાય છે.
આવી સ્થિતિમાં, તમારા શરીર ની રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવા, કેટલીક સાવચેતી રાખીને તમે આ ઋતુમાં રોગોથી દૂર રહી શકો છો. આજે આ આર્ટિકલમાં આપણે જાણી શું કે ચોમાસાની ઋતુ માં આપણે શું સાવચેતી રાખવી.
મચ્છરોથી બચવા માટે : વરસાદની ઋતુમાં મેલેરિયા, ડેન્ગ્યુ જેવા મચ્છરોથી બચવા માટે, તમારે બહાર જતી વખતે તમારે આખી બાયના કપડાં પહેરવા ખુબ જ જરૂરી છે. પાણીના ભરાયેલા તમામ જગ્યા જેમ કે ટાંકી, ટાયર, કુલર, અને ખુલી જગ્યાઓ માં જ્યાં પાણી ભરાય છે ત્યાં ખુબ જ સાવચેતી રાખવાની છે. ઘરમાં જીવજંતુ, મચ્છર, જીવડાં માટે તમે બારીમાં અને ગેલેરીમાં નેટ નો ઉપયોગ કરો.
ચોખ્ખો ખોરાક અને પાણીની સ્વચ્છતા : રોગોથી બચવા માટે ચોમાસાની સીઝન માં ઘરમાં પાણી અને ખોરાક ખાવામાં ખુબ જ ધ્યાન રાખવું જોઈએ. તમારે બહાર ના ફાસ્ટ ફૂડ ખાવાનું ટાળવું. મારા મત અનુસાર આવી ઋતુમાં ધર નો તાજો શુદ્ધ ખોરાક જ ખાવો જોઈએ. તમે ક્યાંક બહાર જુઓ તો તમારે એક પાણીની બોટ પણ ધરે થી ભરી જવાની જેથી બહાર નું પાણી પીવું ના પડે અને બને ત્યાં સુધી ઉકાળેલું પાણી પીવા નો આગ્રહ રાખવો જોઈએ.
આંખોના ચેપનું જોખમ : ક્યારેક હળવો કે ભારે વરસાદ, ક્યારેક કડકડતી ગરમીમાં, આંખો માટે પણ ચેપનું જોખમ રહેલું છે. વરસાદની ઋતુમાં આંખોમાં ખંજવાળ, આંખોમાં પાણી આવવું, આંખોમાં દુખાવો, લાલ આંખો જેવી સમસ્યાઓ સામાન્ય છે આવી સ્થિતિમાં સ્વચ્છતા રાખવી સૌથી જરૂરી બની જાય છે.
આંતરડામાં ઇન્ફેક્શન : આ ઋતુ માં પેટ ખરાબ થવાની સમસ્યા મોટાભાગે જોવા મળે છે. આ સમયે પાણી પ્રદુષિત થઇ જાય છે, જે આંતરડામાં ઇન્ફેક્શન નું કારણ થઇ શકે છે. આવા સમયે તમારે પાણી ને ઉકાળીને પીવું જોઈએ અને બહાર નું ફાસ્ટ ફ્રુડ અને વાસી ખોરાક ના ખાવો જોઈએ. જો તમે જમવા બેસો તે પહેલા હાથ ને બરાબર ધોઈને સાફ કરવા જોઈએ. જેથી ખોરાક લેતી વખતે હાથ માં ચોંટેલા બેક્ટેરિયા શરીરમાં ના જાય અને આંતરડા પણ ચોખા રહે.
ફળો અને શાકભાજી ખાવા : શરીર ની રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે લીલા શાકભાજી અને ફ્રૂટ વધારે પ્રમાણ માં ખાવા જોઈએ. જેમ કે મોસંબી, સફરજન, ગાજર, સ્ટ્રોબેરી, કીવી વગેરે ખાવું શરીર માટે ખુબ જ સારું છે જે શરીર નું રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.
વાસી ખોરાક ખાવાનું ટાળો : આવી ઋતુ માં હવામાંન બદલાતું રહેતું હોય છે જેના કારણે આપણે ખુબ જ દયાન રાખવું જરૂરી છે. આપણે વધેલો વાસી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ. અને આ ઋતુ માં વધારે થાળી વસ્તુ જેવી કે ઠંડા પીણાં, આઈસ્ક્રીમ જેવી અમુક ઠંડી વસ્તુ ખાવાનું પણ ટાળવું જોઈએ.
દરેક વ્યક્તિ એ સ્વચ્છતાનું ધ્યાન રાખવું : જયારે પણ તમે બહાર થી ધરે આવો છો ત્યારે તમારે અવસ્ય સ્નાન કરવું જોઈએ, કારણકે જયારે આપણે બહાર ફરતા હોય ત્યારે આપણા શરીરમા ઘણા બેક્ટેરિયા અને ધૂળ આપણા શરીર પર ચોંટી જાય છે. જેના કારણે આપણને ચામડી ને લગતા રોગ પણ થઇ શકે છે. માટે દરેક વ્યક્તિ એ બહાર થી આવીને જરૂર સ્નાન કરવું જોઈએ.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.