આજની ભાગદોડ ભરી વ્યસ્ત જીવન શૈલીમાં ઘણા લોકો માથાના દુખાવાથી પરેશાન હોય છે. માથાનો દુખાવો થવો ખુબ જ સામાન્ય સમસ્યા માનવામાં આવે છે પરંતુ વારે વારે અતિશય માથાનો દુખાવો થાય તો તે માઈગ્રેન હોઈ શકે છે.
આ માટે માથાનો દુખાવો થાય ત્યારે બજારમાં મળતી જાતે જ કોઈ પણ દવાનો ઉપયોગ ના કરવો જોઈએ, જો તમને વારે વારે માથાનો દુખાવો થાય તો અને માઈગ્રેન હોય તો તમારે નજીકના ડોક્ટરની સલાહ લેવી જોઈએ, જેથી તેનો તાત્કાલિક ઈલાજ થઈ શકે.
માથાનો દુખાવો થવો તે કેટલીક ભૂલો અને આપણી ખરાબ આદતોના કારણે થતો હોય છે. જેમ કે, રાતે મોડા સુધી જાગવું અને મોબાઈલ કે લેપટોપ જેવી વસ્તુનો ઉપયોગ કરવો, વધારે લાંબા સમય સુધી ભૂખ્યા પેટ રહેવું, તણાવ રહેવો, પ્રદુષિત વાતાવરણમાં રહેવું, ઓછું પાણી પીવું જેવા કારણો હોઈ શકે છે.
માથાના દુખાવામાં તથા માઈગ્રેન ની તકલીફ માં કેટલાક ઘરેલુ ઉપાય કરી શકાય છે, જેની મદદથી માઈગ્રેનના થતા દુખાવામાં રાહત મેળવી શકાય છે, દેશી ઉપાય કરવાથી દિવસ દરમિયાન થતા વારે વારે દુખાવામાં ઘણો આરામ મેળવી શકાય છે.
સામાન્ય રીતે માથાનો દુખાવો ભૂખ્યા રહેવાથી કે પ્રદુષિત વાતાવરણ, તણાવના કારણે માથાનો દુખાવો થાય ત્યારે સુંઠ પાવડર નો ઉપયોગ કરી શકાય છે. આ માટે એક બાઉલમાં એક ચમચી સુંઠ પાવડર લઈ લો અને પછી તેમાં થોડું મિક્સ કરીને પેસ્ટ બનાવી લો અને પછી
તેને ધીમા ગેસ પર થોડું ગરમ કરી લો, ત્યાર પછી તે સુંઠ ની પેસ્ટને કપારમાં લગાવી 15 મિનિટ આંખો બંધ કરીને સુઈ જાઓ, આ રીતે સુંઠ નો દેશી ઉપાય કરવાથી 20 મિનિટ માં જ સામાન્ય માથાનો દુખાવો ગાયબ થઈ જશે.
માઈગ્રેનો દુખાવો ખુબ જ અસહ્ય હોય છે જેના કારણે આંખો ભારે ભારે અને માથું ફાટી જાય તેવી પીડા થતી હોય છે, આ પીડાને દૂર કરવા માટે શુદ્ધ દેશી ગાયનું ઘી ખુબ જ અસરકારક છે. ઘી શરીરના સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ગુણકારી માનવામાં આવે છે,
તેનો ઉપયોગ માઈગ્રેની બીમારીમાં કરવામાં આવે તો ઘણી રાહત મળેવી શકાય છે. જયારે માંગણી કોઈ પણ એક નસમાં યોગ્ય માત્રામાં લોહીનું પરિવહન ના થવાના કારણે માઈગ્રેન ની સમસ્યા ઉદભવી શકે છે.
નસો ધીરે ધીરે સુકાવાના કારણે તેની અસર ખુબ જ વધુ થઈ શકે છે આ માટે સુકાઈ ગયેલ નસોને પાછી જીવંત કરવા માટે દેશી ઘી નો પ્રયોગ કરવો ખુબ જ લાભદાયક સાબિત થાય છે. આ માટે દેશી ઘી નો ઉપયોગ રાતે સુવાના પહેલા કરવા નો છે.
આ મેઈ જયારે તમે ઊંઘવા જાઓ ત્યારે દેશી ગાયના ઘીનું એક- એક ટીપું બંને નાકના નસકોરામાં નાખવાનું છે અને એક – બે મિનિટ એકદમ ધીરે ધીરે શ્વાસ લેવાનો છે. મગજની નસો નાક થી પહોંચતી હોય છે. આમ કરવાથી મગજની નસોમાં સારી રીતે ઘી પહોંચશે.
જેથી નસો સુકાઈ ગયેલ જીવંત થઈ જશે અને માઈગ્રેન ના દુખાવા ઘણી રાહત મળશે. આ એક દેશી ઉપાય છે જે દરેક વ્યક્તિની તાસીર અનુકૂળ કામ કરે છે આ માટે તમે આ ઉપાય અપનાવતા પહેલા દોક્તટરની સલાહ પણ લઈ શકો છો.