ખાવાની ખરાબ ટેવના કારણે એસિડિટી ની સમસ્યા થતી હોય છે. એસિડિટી એક સામાન્ય સમસ્યા છે, પરંતુ તેનો યોગ્ય સમયે ઈલાજ ના કરવામાં આવે તે સમસ્યા ગંભીર થઈ શકે છે. જ્યારે એસિડિટી થાય છે ત્યારે પેટમાં બળતરા અને છાતીમાં બળતરા થતી હોય છે.
જયારે ખાવામાં તીખું, તળેલું ખાવામાં આવી જાય છે ત્યારે એસિડનું પ્રમાણ વધે છે જેના કારણે એસિડિટી ઉત્પન્ન થાય છે. તીખું અને તળેલું બહારના ફાસ્ટ ફૂડ અને જંકફૂડમાં વધુ જોવા મળતું હોય છે જેનું સેવન વધુ કરવાના કારણે એસિડિટી ના શિકાર બનતા હોય છે.
એસિડિટી ને કેટલાક ઘરેલુ ઉપચાર ની મદદથી દૂર કરી શકાય છે. સામાન્ય કહેવાતી એસિડિટી ખુબ જ પરેશાન કરી દે છે પરંતુ આયુર્વેદિક પદ્ધતિ અનુસાર તેના ઉપાય યોગ્ય રીતે કરવામાં આવે તતો ખુબ જ સરળતાથી એસિડિટીને દૂર કરી શકાય છે.
એસિડિટી ના સ્તરને ઓછું કરવા માટે લીંબુ ખુબ જ ઉપયોગી છે, જે દરેકના ઘરમાં ખુબ જ આસાનીથી મળી આવે છે. આ માટે જયારે પણ એસિડિટી થાય ત્યારે અથવા તો એસિડિટી હોય તો તેને કાયમી છુટકાળો મેળવવા માટે લીબુનો આ રીતે ઉપયોગ કરવો જોઈએ.
આ માટે સૌથી પહેલા એક લીંબુ લઈને તેનો રસ નીકાળી લો, ત્યાર પછી તેમાં અડધી ચમચી આદું નો રસ અને તેમાં એક ચપટી સિંધવ મીઠું મિક્સ કરીને ભોજન કર્યા ના 30-40 મિનિટ પછી પી જવાનું છે, જો તમે 21 દિવસ આ રીતે લીબુનો ઉપયોગ કરશો તો એસિડિટી માંથી કાયમી છુટકાળો મળશે.
એસિડિટીમાં દૂધ પણ એક ઉત્તમ ઉપાય છે. દૂધ એક પૌષ્ટિક આહાર છે, તેમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. જો તમને એસિડિટી ની સમસ્યા હોય તો એક ગ્લાસ દૂધમાં એક ટુકડો દેશી ગોળનો મિક્સ કરીને બરાબર હલાવીને પીવાથી એસિડિટી શાંત થાય છે.
નિયમિત પણે રોજે આ દૂધ માં ગોળ મિક્સ કરીને પીવાથી પેટમાં થતી બળતરા અને છાતીમાં થતી બળતરા ને દૂર કરવામાં દૂધ અને ગોળ ખુબ જ અસરકારક છે. તે એસિડિટીને કાયમી છુટકાળો અપાવશે.
વરિયાળી એસિડિટીમાં ખુબ જ લાભદાયક છે, તેમાં બળતરાને શાંત કરવાના ગુણ મળી આવે છે. આ માટે ભોજન પછી એક ચમચી રોજે ભૉજન પછી ખાવાથી વધતી એસીડીટીની તકલીફમાં રાહત આપે છે. તે શરીર અને પેટને ઠંડક આપે છે.
કેળાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા થાય છે. તે પેટ અને છાતીમાં થતી એસિડિટીની બળતરાને શાંત કરવામાં મદદ કરે છે, આ માટે નિયમિત પણે રોજે થોડા દિવસ કેળાનું સેવન કરવથી એસિડિટીમાં આરામ મળે છે.