હેલો દોસ્તો, આજે અમે તમને બદામ તેલ ના ફાયદા વિષે વાત કરીશું. આ તેલ નું નિયમિત પાને સેવન કરવામાં આવે તો હૃદય ને લગતી સમસ્યા ઓછી કરી શકે છે. એનિમિયાની સમસ્યાને દૂર કરીને, તે રોગપ્રતિકારક શક્તિ ક્ષમતા વધારવા નું પણ કામ કરે છે.
તમે સુંદર દેખાવા અને આરોગ્ય માટે તમે આ તેલ નો ઉપયોગ કરી શકો છો. આ તેલ માં ખનીજ તત્વો અને પોષક તત્વો થી ભરપૂર છે. આ તેલ નો ઉપયોગ તમે રસોઈ બનાવામાં અને સ્કિન ઉપર લગાવવા માટે ઉપયોગ કરી શકાય છે.
1) દરેક મહિલાએ ગર્ભાવસ્થામાં બદામના તેલનું સેવન કરવું ફાયદાકારક સાબિત થાય છે. આ તેલનું સેવન કરવાથી ગર્ભાવસ્થા મહિલા ની ડિલિવરી નોર્મલ થવાની શક્યતા વધી જાય છે. આયર્ન, કેલ્શિયમ, ફોલિક એસિડ જેવા અનેક પોષક તત્વો માતા અને બાળક બંનેને ખુબ જ લાભ આપે છે.
2) બદામ તેલના નિયમિત સેવનથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. જો આપડી રોગપ્રતિકારક ક્ષમતા સારી હોય તો આપના શરીરમાં રોગો આવવાની શક્યતા નહિવત થઇ જાય છે. માટે આ તેલ નો ઉપયોગ નિરંતર કરવો જોઈએ.
3) ઓમેગા -6 ફેટી એસિડ થી સમૃદ્ધ છે આ બદામ. મગજના સ્વાસ્થ્ય માટે ઓમેગા -6 એક આવશ્યક તત્વ છે. આ મગજને પોષણ આપે છે. અને મગજ ને શાંત કરે છે.
4) જો તમારું હિમોગ્લોબિન ઓછું છે, તો બદામનું તેલ અલગ અલગ સ્વરૂપે આજથી જ લેવાનું શરૂ કરો. તે આયર્નથી સમૃદ્ધ છે, જે હિમોગ્લોબિનનું લેવલ ને વધારવાનું કામ કરે છે.
5) બદામના તેલના સેવનથી કોલેસ્ટ્રોલ લેવલ ને કંટ્રોલ કરે છે. જો બદામનું નિયમિત સેવન કરવામાં આવે તો હૃદય રોગોનું જોખમ ઓછું થઇ જાય છે. માટે તમે રસોઈ માં આ તેલ નો ઉપયોગ કરી શકો છો.
6) બદામનું તેલમાં વિટામિન ઇ, વિટામિન ડી અને પોટેશિયમથી ભરપૂર ખજાનો છે. તેમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ શરીરની ઘણી જરૂરિયાતો પૂરી કરે છે. માટે આ તેલ નું નિયમિત સેવન કરવું આપણા શરીર ના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે.
7) રાત્રે સુતા પહેલા આ તેલ ચહેરા પર લગાવામાં આવે તો ચહેરો થોડા જ દિવસમાં સુંદર દેખાવા લાગશે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.