ઊંઘ માનવ શરીર માટે ખુબ જ આવશ્યક છે. આ માટે ઘણા લોકોને પથારીમાં પડતાની સાથે જ ઊંઘ આવી જતી હોય છે. પરંતુ ઘણા એવા લોકો પણ હોય છે જે પથારીમાં સુવા જાય છે પણ તે આમતેમ પડખા ફેરવતા રહેતા હોય છે અને રાતે સુતા હોય તો ઊંઘમાં પણ ઉઠી જતા હોય છે.
જયારે પણ શરીરને પૂરતી ઊંઘ ના મળે ત્યારે શરીરમાં કમજોરી અને નબળાઈનો અહેસાસ થતો હોય છે. ઊંઘ ના આવવાના ઘણા બધા કારણો હોય છે, જેમાનું એક કારણ રાતે વધારે પ્રમાણમાં ખાઈ લેવું મોટાભાગના લોકોને વધારે પરેશાન કરતુ હોય છે. ઊંઘ પુરી ના થવાથી માથાનો દુખાવો ગરદનમાં દુખાવો, આળસ, બેચેની. અરુચિ રહેતી હોય છે.
એક સાથે વધારે ખોરાક ખાવાથી તે ખોરાક પચતો નથી પરિણામે ઊંઘ લેવામાં પણ મુશ્કેલી પડે છે જેના પરિણામે આમતેમ પડખા ફેરવતા રેહવું પડતું હોય છે. આજે અમે તમને એવા કેટલાક નિયમો વિષે જણાવીશું જેને અપનાવાથી ખુબ જ ઝડપથી અને સારી ઊંઘ આવી જશે.
સારી ઊંઘ લાવવાના નિયમો:
ઊંઘવા માટેનો એક ચોક્કસ સમય નક્કી કરી લેવો જોઈએ. જો તમે રોજે એક જ સમયે ઊંઘવાનું રાખશો તો સવારે ઉઠશો ત્યારે તમારી ઊંઘ પુરી થઈ જશે અને શરીરમાં આળસ, બેચેની અને નબળાઈ ;લાગશે નહીં. આ માટે સુવા માટે 8 થી 9.30 વાગ્યા સુધીમાં સુઈ જવું જોઈએ.
રાત્રિનું ભોજન લેવાનો સમય નક્કી રાખો અને શક્ય હોય તો 8 વાગ્યા પહેલા ભોજન લઈ લેવું જોઈએ કારણકે ખોરાકને પચવામાં આશરે 2 કલાકનો સમય મળી રહે છે અને તે ખોરાક પચવાના કારણે સારી ઊંઘ મેળવવામાં મદદ મળે છે. ઘ્યાનમાં રાખવું કે રાત્રિનું ભોજન હળવું અને પેટ થોડું ખાલી રાખવું જોઈએ.
સારી ઊંઘ મેળવવા માટે સાચી દિશામ ઊંઘવું જોઈએ, જો આપણે સાચી દિશામાં ના સુઈએ તો ખરાબ સપના આવતા હોય છે જે નકારાત્મક ઉર્જાને વધારે છે, આ માટે સકારાત્મક ઉર્જાનો સંચાર કરવા અને સારી ઊંઘ લાવવા માટે ની સાચી દિશા સૂર્ય ઉગે તે દિશામાં માથું રાખીને સુવી જોઈએ. જો તમે આ રીતે ઊંઘશો તો સારી અને 5 મિનિટ માં જ ઊંઘ આવી જશે.
જેમને રાતે મોબાઈલ જોયા વગર જ ઊંઘ આવતી નથી તેવા લોકો એ રાત્રીના ભોજન પછી મોબાઈલ કે લેપટોપ નો ઉપયોગ કરવાનો ટાળવો જોઈએ. આ ઉપરાંત જયારે સુવા જાય છે ત્યારે મોબાઈલ તેમનાથી દૂર રાખવો જોઈએ.
જો તમારે સારી અને પથારીમાં પડતાની સાથે જ ઊંઘ લાવવી હોય તો રાતે સુવાના પહેલા સ્નાન કરી લેવું જોઈએ પરંતુ ઘ્યાન રાખવું કે ભોજન કર્યા ના એક કલાક પછી જ સ્નાન કરવું જોઈએ. જયારે તમે સ્નાન કરીને એવો ત્યાર પછી તમારે રૂમ બધી કરીને આંખો બંધ કરીને 5 મિનિટ ઘ્યાન મુદ્રા આમ બેસી જવાનું છે અને ઊંડા શ્વાસ લઈને છોડવાના છે, જો તમે આવી રીતે કરશો તો તમારે ખુબ જ સારી અને ધસધસાટ ઊંઘ આવી જશે.
જો તમે પણ ઊંઘવા માટેની ગોળીઓ ખાઓ છો તો તે બંધ કરીને આ નિયમોની નિયમિત પાને પાલન કરી લો ક્યારેય ઊંઘની એક પણ ગોળી ખાવી નહીં પડે.