આજની વ્યસ્ત જીવન શૈલીમાં લોકો બહારના ખોરાક વધુ ખાવાનું પસંદ કરે છે આ માટે જ તેમને શરીરમાં પોષક તત્વોની ઉણપ રહેતી હોય છે. તેવા જ એક વિટામિન કેલ્શિયમ વિષે આજે જણાવીશું. શરીરમાં વારે વારે કમર, સાંઘા અને ઢીંચણ દુખાવા થવા તે કેલ્શિયમ ઓછું થવાના કારણે હોઈ શકે છે.
આમ તો શરીરમાં કેલ્શિયમની ઉણપ મોટી ઉંમરના લોકોમાં જોવા મળતી હોય છે, પરંતુ આજનું જીવન શૈલીમાં આ સમસ્યા 25-35 વર્ષની ઉંમરમાં વધુ જોવા મળી રહી છે. આ માટે શરીરને જરૂરી કેલ્શિયમની ઉણપને દૂર કરવી જોઈએ.
શરીરમાં કેલ્શિયમની ઉણપ થાય છે ત્યારે બજારમાં મળતી કેલ્શિયમની ગોળીઓ ખાતા હોઈએ છીએ. પરંતુ કેલ્શિયમની એક પણ ગોળી ખાધા વગર જ વઘારવા માટે આ વસ્તુનું સેવન કરવું જોઈએ.
જો તમે આ વસ્તુનું સેવન નિયમિત પણે કરશો તો થોડા જ સમયમાં હાડકાને જરૂરી કેલ્શિયમની ઉણપ પુરી થશે અને નબળા પડી ગયેલ હાડકા મજબૂત અને સ્ટ્રોંગ થશે. આ માટે નાની ઉંમરથી જ દુખાવા થતા હોય તો આ વસ્તુઓ ખાવાનું ચાલુ કરશો તો વઘતી ઉંમરે હાડકાને લગતી કોઈ પણ તકલીફ થશે નહીં. બાળકોને હેલ્ધી અને તેમના સારા વિકાસ માટે ખુબ જ ફાયદાકારક છે.
દહીં : દહીં આરોગ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેનું સેવન કરીને કેલ્શિયમની ઉણપ પૂર્ણ કરી શકાય છે. તેમાં કેલ્શિયમ ઉપરાંત, પોટેશિયમ, વિટામિન-બી-12, વિટામિન-સી, વીટામીન-ઈ જેવા તત્વો મળી આવે છે, હાડકા પોચા અને નબળા હોય તો દહીંનો સમાવેશ કરવો જોઈએ.
જે શરીરના દરેક હાડકાને મજબૂત બનાવે છે આ સાથે સ્નાયુઓ અને માંશપેશીઓ માટે પણ ખુબ જ ફાયદાકારક છે. તે હૃદયને સ્વસ્થ અને હેલ્ધી બનાવી રાખે છે, આ ઉપરાંત ખોરાકને ખુબ જ આસાનીથી પચાવામાં મદદ કરે છે.
દૂઘ: કેલ્શિયમની સારી માત્ર દૂઘ માં મળી આવે છે. આ માટે દૂઘને રોજિંદા આહારમાં સમાવેશ કરી શકાય છે. નાની ઉંમરે જ હાડકાંએ મજબૂત અને હાડકાને સંબંધિત સમસ્યાથી બચવા માટે રોજે રાતે દુધમાં ત્રણથી ચાર બદામના દાણા છીણી ને નાખીને પછી પી શકાય છે. દૂઘ પીવાથી બાળકોનો સારો વિકાસ થાય છે.
કાળા તાલ: કાળા તલ આરોગ્ય માટે ખુબ જ લાભદાયક છે. તે શરીરને જરૂરી કેલ્શિયમની ઉણપને પુરી કરે છે. આ માટે રોજે ભોજન કર્યા પછી એક ચમચી કાળા તલની ખાવી જોઈએ જે હાડકાને મજબૂત બનાવે છે. આ સાથે તે ગેસ, અપચો અને કબજિયાતમાં પણ રાહત આપે છે.
હાડકાને કેલ્શિયમ ઉપરાંત વિટામિન-ડી ની પણ આવશ્યકતા હોય છે જે વિટામિન-ડી સૂર્ય પ્રકાશમાં થી ખુબ જ આસાનીથી કુદરતી રીતે મળી આવે છે. આ માટે રોજે સવારે સૂર્ય પ્રકાશના પહેલા કિરણોમાં 10-15 મિનિટ ઉભા રહેવાથી વિટામિન-ડી મળી રહેશે. જે શરીરના હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે.