માથાનો દુખાવો થવો હાલના સમય માં ઘણા લોકોમાં જોવા મળે છે જે ખુબ જ સામાન્ય છે. વાતાવરણમાં થઈ રહેલ બદલાવ અને ભાગદોડ ભર્યા જીવનશૈલીમાં અનિયમિત ખાણી પીણી જેવી ખરાબ ટેવના કારણે માથાના દુખાવાની સમસ્યા થતી હોય છે.
માથાના દુખાવાની સમસ્યા થવાના ઘણા કારણો છે કેમ કે અપૂરતી ઊંઘ, વઘારે ટેન્શન અને તણાવ, વઘારે લાંબા સમય ભૂખ્યા રહેવું જેવા અનેક કારણો માથાના દુખાવા થવાના હોઈ શકે છે. માથાના દુખાવાનો સમયસર સારવારના કરવામાં આવે તો તે મગજ પર વઘારે ગંભીર અસર પણ થઈ શકે છે.
જયારે માથાના દુખાવા રહેતા હોય તેમને પોતાના રોજિંદા જીવનમાં થોડો બદલાવ લાવવા જોઈએ. જેના લીઘે માથાના દુખાવા ઓછા થઈ શકે છે. આ માટે સમય સર ભોજન કરી લેવું, કયારેય વધારે લાંબા સમય સુઘી ભૂખ્યું ના રહેવું, ઓછામાં ઓછી 7 કલાકની ઘસઘસાટ ઊંઘ લેવી, વઘારે ગુસ્સો ના કરવો આ બઘી બાબતોનું ઘ્યાન રાખશો તો માથાના દુખાવા થશે નહીં.
ઘણા લોકો સામાન્ય માથાના દુખાવા થાય ત્યારે બજારમાં મળતી પેઈન કિલરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ દવાઓનું વધારે સેવન કરવાથી મગજ અને લીવર પર ખુબ જ અસર થઈ શકે છે. આ માટે માથાના દુખાવામાં જાતે બજારમાં મળતી દવા લઈને સેવન ના કરવું જોઈએ.
સામાન્ય રીતે માથાના દુખાવા થાય તે સમયે તેમાં રાહત મેળવવા માટે કેટલાક ઘરેલુ દેશી ઉપાય અપનાવવા જોઈએ જે ખુબ જ આસાનીથી માથાના દુખાવામાં રાહત આપે છે. તો ચાલો માથાના દુખાવાને દૂર કરવા માટેના ઘરેલુ ઉપાય વિષે જાણીએ.
માથાના દુખાવા થાય ત્યારે તેમાં સુંઠ પાવડર ખુબ જ અસરકારક માનવામાં આવે છે. આ માટે તમે ઘરે જ બનાવેલ સૂંઠ પાવડરનો ઉપયોગ કરવાનો છે, સુંઠ પાવડર બનાવવા માટે સૌથી પહેલા થોડું આદું લઈ લો ત્યાર પછી તે આદુંના નાના નાના ટુકડા કરી લો,
ત્યાર પછી તે આદુંને સુકાવવા માટે મૂકી રાખો. સારી સારી રીતે આદુંના ટુકડા સુકાઈ જાય ત્યારે તેને મિક્સરમાં નાખીને પીસી લેવાનું છે અને તેનો બારીક પાવડર બનાવી લેવાનો છે. ત્યાર પ્ચગી તે પાવડર ઠંડો થાય પછી તેને એક કાચનો બોટલમાં ભરી લેવાનો છે.
હવે તેનો ઉપયોગ કરવાનો છે, આ માટે સૌથી પહેલા એક વાટકી લો, તેમાં એક ચમચી સુંઠ પાવડર લઈ લો, હવે તેમાં થોડું પાણી ઉમેરીને તેને ગરમ કરીને હલાવી ને પેસ્ટ તૈયાર કરો, આ પેસ્ટને કપારમાં લગાવી લો, 5 થી 10 મિનિટ માં જ ગમે તેવો સામાન્ય માથાનો દુખાવો ગાયબ થઈ જશે.
આ ઉપરાંત તમે એક ગ્લાસ હૂંફાળા પાણીમાં એક ચમચી સુંઠ પાવડર મિક્સ કરીને 2 મિનિટ રહેવા દો પછી તે પાણી પી જવાથી માથાનો દુખાવો થોડા જ ટાઈમ માં દૂર થઈ જશે. માથાના દુખાવામાં સુંઠના આ ઉપાય ખુબ અસરકારક સાબિત થશે.