શું આપના પેટની આસપાસની ચરબી તથા મેદસ્વીતા વધતી રહે છે, તો આજે આપણે અહીં ૧૦ એવા ઘરેલૂ ઉપાય જણાવીશું જેનાથી પેટ ની ચરબી અને મેદસ્વીતા ઓછી કરી શકાય. આજકાલના આ સમયમાં આપણે કલાકો સુધી ખુરશી પર બેઠા બેઠા કામ કરતા રહીએ છીએ અને આપણી લાઈસ્ટાઇલ તો એવી બની ગઈ છે, કે આપણે ખાવામાં હંમેશા તરેલો આહાર અને ફાસ્ટ ફૂડ લેતા હોઈએ છીએ.

આપણને કસરત કરવાનો તો બિલકુલ સમય જ નથી મળતો. જેના લીધે આપણી અસ્ત-વ્યસ્ત દિનચર્યાથી આપણા શરીર પર ખરાબ અસર પડે છે. જેના કારણે આપણા શરીરમાં ચરબીનું પ્રમાણ વધવા લાગે છે, અને ધીરે-ધીરે પેટની આજુબાજુ પણ ચરબીનું પ્રમાણ વધતું જાય છે.

પેટની આજુબાજુ ચરબીનું પ્રમાણ વધવાથી બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદયને લગતી બીમારીઓનું જોખમ વધી જાય છે. જો તમે આવી સમસ્યાઓથી ચિંતિત છો તો ચિંતા કરવાનું છોડી દો કારણકે આજે આપણે અહીં એવા ઘરેલૂ ઉપાય બતાવાના છીએ, જેનાથી મેદસ્વિતા અને પેટની ચરબી ઓછી કરી શકાય.

ઘરેલૂ ઉપાય :-

વધારે પ્રમાણમાં પાણી પીવું :- શરીરમાં વધારાની ચરબી ઘટાડવા માટે વધારેમાં વધારે પાણી પીવું જોઈએ. દરરોજ ત્રણથી ચાર લીટર પાણી પીવું જોઈએ. ભોજનના અડધો કલાક પહેલા અને ભોજન કર્યા બાદ દોઢ કલાક પછી પાણી પીવું જોઇએ. જેનાથી વધારાની ચરબી ઓછી થઈ જાય છે.

મીઠાઈ થી દૂર રહેવું :- મીઠાઈમાં કેલરીનું પ્રમાણ વધારે હોય છે. તેથી બને તેટલી મીઠાઈ ઓછી ખાવી જોઈએ શક્ય હોય ત્યાં સુધી ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરવો જોઈએ. લીંબુનો રસ પીવો :- પેટની ચરબી ઓછી કરવા માટે સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ નીચોવી આ લીંબુ પાણીમાં મધ ઉમેરવાથી વધારે લાભ મળે છે.

ખોરાકને ચાવી ચાવીને ખાવો :- આપણે ઉતાવળમાં ખાવાની ટેવ ના કારણે ખોરાક સીધો ગળી જશે. જેથી પુરતું પાચન થતું નથી અથવા તો પચવામાં વધારે સમય લાગે છે. ખોરાકને ધીમે ધીમે અને ચાવીને ખાવાથી તે સરળતાથી પાચન થાય છે, તેથી ચરબીનું પ્રમાણ વધતું નથી.

રાત્રે હળવું ભોજન લેવું :- હંમેશાં રાત્રિનું ભોજન હળવુ લેવું જોઈએ. ઘણીવાર તો આપણે ભોજન કર્યા પછી તરત જ સૂઈ જઈએ છીએ. આવું કરવાથી ખોરાકનું સારી રીતે પાચન થતું નથી. જેથી તે ચરબીના રૂપમાં પેટમાં જમા થવા લાગે છે. હંમેશા રાત્રિનું ભોજન સુતા પહેલા ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલાં લેવું જોઈએ. જેથી તેનું સહેલાઇથી પાચન થાય અને ચરબીમાં વધારો ન થાય.

દહીનુ સેવન કરો :- ભોજનમાં નિયમિત સેવન કરવાથી ધીમે ધીમે વધારાની ચરબી ઓછી થવા લાગે છે. લસણનું પાણી :- સવારે ખાલી પેટ લીંબૂના રસની સાથે લસણની ત્રણ કરી મિક્સ કરી પીવાથી પેટની ચરબી ઓછી થવા લાગે છે.

આદુનું પાણી :- આદુના બે ટુકડા કરી, એક કપ પાણી લઈ તેને ઉકળવું દસ મિનિટ પાણીને ઉકાળ્યા બાદ આદુના ટુકડા ને બહાર કાઢી લો અને ત્યારબાદ આ પાણીને ચાની જેમ પીવો આદુમાં ચરબી દૂર કરવા નું તત્વ રહેલું છે. જેનાથી ચરબી ઘટાડવામાં મદદ મળે છે.

બદામનું સેવન :- બદામમાં વધારે પ્રમાણમાં સ્વાસ્થ્યવર્ધક ફેટ ઉપલબ્ધ હોય છે. તથા બદામમાં ઓમેગા-૩ ફેટી એસિડ પણ હોય છે. જેથી ચરબી ઘટાડવા માટે ખૂબ જ મદદરૂપ બને છે. રોજ રાત્રે પાચ-છ બદામ પલાળી અને સવારે છાલ ઉતારીને ખાવાથી ચરબી ઘટાડવામાં લાભ મળે છે.

એલોવેરાના જ્યૂસનું સેવન :- એલોવેરાના જ્યૂસનું સેવન કરવાથી આપણા શરીરમાં મેટાબોલિઝમ જળવાઈ રહે છે. જેના કારણે વધારાની ચરબી જમા નથી થતી. બે ચમચી એલોવેરા જ્યુસમાં, ૧ ચમચી જીરા પાઉડર ઉમેરી, હુંફાળા પાણી સાથે તેનું સેવન કરવું અને ત્યારબાદ એક કલાક પછી ભોજન લેવુ.

કોઈ પણ વસ્તુનું સેવન કરતા પહેલા તમે તમારા ફેમિલી ડૉ ની સલાહ લઇ શકો છો. તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.

 

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *