હેલો દોસ્તો, શરીરના અનેક રોગો દૂર કરવા માટે અળસીનું સેવન કરવું. અળસીમાં ઓમેગા-3 ફેટી એસીડ મહત્વનો સ્ત્રોત આવેલ છે. જે ઘણા રોગો સામે લડવાની શક્તિ આપે છે. તમે તમારા સ્વાસ્થ્ય ને સ્વસ્થ અને નિરોગી રાખવું હોય તો આ અળસીનું એક ચમચીનું સેવન તમારા આહારમાં જરૂર કરવું જોઈએ.
અળસીમાં આયર્ન, સોડિયમ, પોટેશિયમ, ફાયબર, વિટામીન-બી1, વિટામીન-બી2, વિટામીન-બી6, ઓમેગા-3 ફેટી એસિડ આ બધા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં આવેલા હોય છે. આ બધા તત્વો શરીર માટે ખુબ જ આવશ્યક છે. અળસીના બીજ બ્રેન પાવર ને વધારવા માં મદદરૂપ છે.
અળસીના બીજ નાના બ્રાઉન કલર હોય છે, તે ચીકણા હોય છે. અળસીના બીજમાં મીઠાસ હોય છે. અળસીના નિયમિત પણે સેવન કરવાથી કેન્સર, બ્લડપ્રેસર, એનિમિયા, ડાયાબિટીસ જેવા અનેક બીમારીમાં ફાયદાકારક છે. તો ચાલો જાણીએ અળસીના ફાયદા વિષે.
પાચન માટે : આ નાના દાણાનું નિયમિત સેવન કરવાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે. આ બીજ માં ફાયબરનું પ્રમાણ વધારે હોવાથી પાચન સારું થાય છે. અને કબજીયાત ની સમસ્યામાં રાહત આપે છે. અળસીનું નિયમિત પણે આહારમાં સામેલ કરવાથી રોગપ્રતિકારક શક્તિ ને પણ મજબૂત કરશે.
કેન્સર : એક નિષ્ણાત અનુસાર અળસીનું નિયમિત સેવન કરવાથી કેન્સર જેવી ભયંકર બીમારીમાં રાહત મેળવી શકાય છે. ફાયટોએસ્ટ્રોજન થી સમૃદ્ધ છે અળસી. જેના કારણે તે કેન્સર સામે રક્ષણ આપે છે. બ્રેસ્ટ કેન્સર, પ્રોટેસ્ટ કેન્સર, કોલોન કેન્સર આમાં પણ અળસીના સેવનથી રક્ષણ મળે છે.
સાંધાનો દુખાવો : સાંધાના દુખાવામાં રાહત મેળવા માટે અળસીનું નિયમિત સેવન કરવું જોઈએ. જે સાંધાના દુખાવામાં રાહત આપશે પ્રોટીન થી ભરપૂર છે અળસી. જે હાડકાને સ્ટ્રોંગ બનાવે છે અને સાંધાના દુખાવામાં ધણી રાહત આપે છે. સરસિયાનું તેલ ગરમ કરી તેમાં અળસીનો પાવડર કરી તેલમાં નાખીને ગરમ કરીને દુખાવા પર લગાવાથી રાહત મળે છે. આ એક ધરેલું અને ઉત્તમ ઉપાય છે.
એનીમિયા : આયર્ન થી ભરપૂર છે આ અળસીના બીજ. તેના સેવનથી હિમોગ્લોબીનનું પ્રમાણ જળવાઈ રહે છે. અને લોહીની કમીને દૂર કરે છે. માટે અળસીનું નિયમિત પણે સેવન કરવું ખુબ જ જરૂરી છે. જે એનીમીયા ની સમસ્યા ને દૂર કરશે.
અસ્થમા : અસ્થમા રોગ સામે અળસીના બીજના સેવન કરવાથી તેના સામે રક્ષણ મળે છે. 11 કલાક અળસીના પાવડરને પાણીમાં પલાળી રાખો અને ત્યારપછી તેને સવાર અને સાંજ પીવા માં આવે તો અસ્થમાની સમસ્યામાં ઘણો લાભ થાય છે.
બ્લડપ્રેશર : અળસીના બીજમાં પોટેશિયમ ભરપૂર પ્રમાણ માં આવેલ છે. જે બ્લ્ડપ્રેશરની સમસ્યા ને દૂર કરી શકે છે.
ડાયાબીટીસ : જેમને ડાયાબીટીસ સમસ્યા હોય તેમને નિયમિત પાને આ અળસીનું સેવન કરવું જોઈએ. જેથી બ્લડશુગર લેવલ ને કંટ્રોલ માં રાખે છે અને તેનાથી ડાયાબિટીસ નિયંત્રણ માં રહે છે.
હાર્ટ પ્રોબ્લેમ : હૃદયને લગતી સમસ્યાને દૂર કરવા અળસીનું સેવન કરવું જોઈએ. તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ નું પ્રમાણ ઘટે છે જેના કારણે હૃદય ને લગતી બીમારીથી બચી શકાય છે.
અળસી ગરમ હોવાથી કોલેસ્ટ્રોલ કે ડાયાબીટીસની દવા લેતા હોય તેમને અળસીનું સેવન કરતા પહેલા તમારા ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. પાઈલ્સ અને સગર્ભા સ્ત્રીઓએ આ અળસીનું સેવન બિલકુલ કરવું નહિ. અળસી નું સેવન કર્યા પછી વધારે પ્રમાણમાં પાણી પીવું ખુબ જ જરૂરી છે.
અળસીનું સેવન થોડું કરવું શરીર માટે હિતકારક છે, જો વધારે પ્રમાણમાં અળસીનું સેવન કરવામાં આવે તો શરીરને નુકશાન પણ થઇ શકે છે. અળસીનું વધારે સેવન કરવાથી પેટમાં દુખાવો, અપચો જેવી પેટની સમસ્યા ઉદ્ભવી શકે છે.+
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.