દરેક વ્યક્તિ 55-60 વર્ષની ઉંમરે સ્વસ્થ અને હેલ્ધી રહે તેવું ઈચ્છતા હોય છે. પરંતુ વ્યકિની જીવન જીવનની લાઈફસ્ટાઈલ, ભાગદોડ ભર્યું જીવન અને અનિયમિત ખાવાની કેટલીક ખરાબ કુટેવનાં કારણે વ્યક્તિ વધતી ઉંમરે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે.

શરીરમાં ઘણી બધી તકલીફો વધતી ઉંમરે થતી જોવા મળે છે. તેવી જ એક સમસ્યા વિષે આજે અમે તમને જણાવીશું, તે સમસયા આજના સમયમાં નાની ઉંમરે જ વધુ જોવા મળી રહે છે. તે સમસ્યા સાંઘાના દુખાવાની સમસ્યા છે.

આજની બેઠાળુ જીવન શૈલી, પરિશ્રમ ના અભાવ, અને પોષક તત્વોની કમીના કારણે વ્યક્તિને નાની ઉંમરમાં જ સાંધા ના દુખાવા થતા હોય છે. સાધના દુખાવા ખુબ જ પીડાદાયક અને અસહ્ય હોય છે જેથી ઉઠવા બેસવા અને ચાલવામાં પણ તકલીફનો સામનો કરવો પડતો હોય છે.

સાંધા ના દુખાવા હાડકાને પૂરતું કેલ્શિયમ, પ્રોટીન અને વિટામીન-ડી ના મળવાના કારણે થઈ શકે છે. આ માટે હાડકાને મજબૂત બનાવવા માટે આ પોષક તત્વોથી ભરપૂર હોય તેવા ખોરાક નો સમાવેશ કરીને હાડકાને મજબૂત અને દુખાવામાં રાહત મેળવી શકાય છે.

સાંઘાના દુખાવા માં રાહત મેળવવા માટે નિયમિત પાને દૂધનું સેવન કરી શકાય છે, જેમાં કેલ્શિયમ પ્રોટીન જેવા તત્વોનો સ્ત્રોત મળી આવે છે, જે હાડકા અને શરીરને મજબૂત બનાવવાનું કામ કરે છે. હાડકાને જરૂરી કેલ્શિયમ મળવાના કારણે સાંઘાના થતા દુખાવામાં રાહત મેળવી શકાય છે.

ત્રિફળા ચૂરણ હરડે, બહેડા અને આમળા આ ત્રણ મહત્વ પૂર્ણ ઔષઘી માંથી ચૂરણ બનાવવામાં આવે છે. ત્રિફળા ચૂરણ શરીરના દરેક રોગોને દૂર કરવામાં ખુબ જ મદદરૂપ સાબિત થાય છે. આ માટે રોજે સવારે અને રાતે સુતા પહેલા અડધી ચમચી ત્રિફળા ચૂરણ અને ઉપરથી હૂંફાળું પાણી પી જવાનું છે.

આવી રીતે દિવસમાં બે વખત થોડા દિવસ ઉપાય અજમાવાથી સાંધા ના દુખાવામાં રાહત મેળવી શકાય છે. આ ઉપર શરીરના અન્ય ભાગમાં થતા દુખાવામાં પણ રાહત આપે છે. આ ચૂરણ નું સેવન કરવાથી શરીરમાં શારીરિક કમજોરી દુર થાય છે.

આ સિવાય દુખાવામાં રાહત મેળવવા માટે તેલનો પણ ઉપયોગ કરી શકો છો,આ માટે તમે લસણનું તેલ, લવિંગ નું તેલ, એરંડિયાનું તેલ નો પણ ઉપયોગ કરી શકો છો, થોડા જ દિવસ આ માંથી કોઈ એક ની માલિશ દુખાવા વાળી જગ્યાએ લગાવાથી દુખાવામાં આરામ મળે છે.

આ તેલ માં બળતરા વિરોધી ગુણ મળી આવે છે તે તાત્કાલિક રાહત આપવાનું કામ કરે છે, આ તેલની માલિશ નિયમિત પણે રોજે કરવાથી પોચા પડી ગયેલ હાડકા મજબૂત થાય છે. અને હાડકા સંબધિત તકલીફ થી છુટકાળો અપાવે છે.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *