આજના સમયમાં એવો ટ્રેન્ડ આવી ગયો છે કે મહિલાઓ બધું જ કામ કરતી થઈ ગઈ છે. પહેલાના સમયમાં માત્ર મહિલાઓ ઘરના જ કામ કરતી હતી, પરંતુ આજના આધુનિક સમયમાં મહિલાઓ ઘરન કામ કરીને ઓફિસના કામ કરતા હોય છે અથવા તો જોબ અને પોતાનો બિઝનેસ પણ કરતી હોય છે.
જેના કારણે મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પૂરતું ઘ્યાન આપી શકતા નથી. જેના પરિણામે મહિલાઓ થાક અને નબળાઈઓ અહેસાસ કરતી હોય છે, આ માટે આજે અમે તમને એવી જ કેટલીક વસ્તુ વિષે જણાવીશું જેનું સેવન વધુ કામ કરવાથી થાકી જતી મહિલાઓ ને શરીરમાં ભરપૂર ઉર્જા અને એનર્જી આપશે.
શરીરમાં પોષક તત્વોના અભાવ થવાના કારણે શરીરના અશક્તિ અને નબળાઈ આવતી હોય છે, આ નબળાઈને દૂર કરવા માટે મહિલાઓ એ આ બે વસ્તુનું સેવન નિયમિત પણે કરવું જોઈએ. આ માટે મહિલાઓએ પોતાના રોજિંદા આહારમાં ખાલી પેટ આ બે ડ્રાયફૂટ્સ નો સમાવેશ કરવાનો છે.
અંજીર અને કિસમિસ નું સેવન મહિલાઓ કરે તો મહિલાઓમાં આંખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશે. આ ડ્રાય દરેક મહિલાઓ માટે ખુબ જ શક્તિશાળી માનવામાં આવે છે. તેને ખાવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધશે.
અંજીર: અંજીરમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે, જેમ કે, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ, ફાયબર જેવા તત્વોનો સારો સ્ત્રોત મળી આવે છે, મહિલાઓ રોજે સવારે ઉઠીને ખાલી પેટ બે પલાળેલા અંજીર ખાઈ લે તો તેમના શરીર માં શક્તિ આવી જાય છે.
તેમાં ફાયબર ની માત્ર સારી હોય છે જે પેટને ભરેલું હોય તેવું લાગે છે અને પેટને સાફ રાખી શરીરમાં ઉર્જાનો સંચાર કરે છે. આ સાથે જેમે વજન વજન વધી ગયું છે તેમને ઓછું કરવા માટે અંજીર ખુબ જ અસરકારક સાબિત થશે. અંજીરનું સેવન કરવાથી હાડકા અને શરીર મજબૂત બને છે. જે અનેક રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે.
અંજીરને દૂધ સાથે સેવન કરવાથી યૌન શક્તિમા વધારો થાય છે. મહિલાઓ માં થતી લોહીની કમી અને પીરિયડ્સ દરમિયાન થતી પીડામાં રાહત આપવામાં મદદ કરે છે, અંજીર લોહી શુદ્ધ બનાવી વધારવામાં મદદ કરે છે.
કિસમિસ: આ ડ્રાયફૂટ્સમાં ભરપૂર માત્રામાં આયર્ન મળી આવે છે. જે લોહીને વધારે છે. મહિલાઓ નિયમિત પણે કિસમિસ નું સેવન કરે તો તેમના શરીરમાં સ્મરણ શક્તિ માં વધારો થાય છે. આ ઉપરાંત મહિલાઓ વધુ કામ કરીને થાકી જતા હોય તો રોજે સવારે 10 પલાળેલા કિસમિસ ના દાણા ખાવા જોઈએ.
જે મહિલાઓને એનર્જી અને શક્તિ આપે છે, તે માસિક ધર્મ વખતે થતી પીડા અને લોહી કમી પૂર્ણ કરે છે. કિસમિસ માં કેલ્શિયમ, આયર્ન, ફાયબર, ફોસ્ફરસ, વિટામિન-ઈ, વિટામિન-એ જેવા મહત્વ પૂર્ણ પોષક તત્વો મળી આવે છે જે મહિલાઓના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.
કિસમિસ અને અંજીર બંને ડ્રાયફ્રૂટ્સ મહિલાઓ અને પુરુષો બધાના સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી અને ફાયદાકારક સાબિત થશે.