હેલો દોસ્તો,આપણે બધા જાણીએ છીએ કે હાડકા શરીરનું બંધારણ છે. આપણા શરીરનો આકાર અને બાંધો હાડકાને ના કારણે આવે છે. આપણા શરીરમાં હાડકા કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે. શરીરમાં હાડકાની મજબૂતાઈ લાવવા માટે પણ જરૂરી માનવામાં આવે છે. જો આપણા હાડકા કમજોર હોય તો ક્યાંક પડી જવાથી પણ ફ્રેકચર થઇ જાય છે. શરીરમાં હાડકા સ્ટ્રોંગ હોવા ખુબ જ જરૂરી છે.

અહિયાં આ આર્ટિકલમાં અમે હાડકાને કેવી રીતે પથ્થર જેવા અને સ્ટ્રોંગ બનાવી શકાય, હાડકાને કોઈપણ નુકશાન ના થાય તેવા ઉપાય બતાવીશું. જયારે અકસ્માત થાય, હાડકુ ભાંગી જાય, સર્જરી કરાવવી પડે, સળિયા મુકાવવા અને 6-7 મહિના પથારીમાં રહેવું પડે તેવી સમસ્યામાંથી પણ બચી શકાય.

મોટાભાગે 40-45 વર્ષની ઉમર પછી શરીરમાં કેલ્શિયમનું નિર્માણ ઓછું થવા લાગે છે. જેના કારણે કેલ્શિયમની કમીની સમસ્યા સર્જાય છે. તેના માટે એક સામાન્ય ઈલાજ છે કે જેનાથી 40-45 વર્ષ પછી પણ નબળા પડેલા હાડકા છે, જેને મજબુત રાખવા માટે આ ઈલાજ ખુબ જ કારગર સાબિત થશે છે.

દરરોજ આ આ ઈલાજ કરવામાં આવે તો ખબ જ ફાયદો થશે. તેના માટે થોડા નાગરવેલના થોડા પાન લાવીને ફ્રીજમાં મૂકી દેવા. આ પાનને લાંબો સમય સુધી ફ્રીજમાં રાખવાથી તાજા રાખી શકાય છે. નાગર વેલના પાન હાડકા ને મજબૂત કરવા માટે ખુબ જ ઉપયોગી છે.

નાગરવેલની એક પાન લઈ તેમાં એક ટીપું ચૂનાનું પાડવું. ત્યારબાદ ચૂનાને આખા પાન પર ચોપરી દો. તે પાનને જમ્યા બાદ ચાવીને ખાઈ લેવું. એવું તમે કરશો તો 40 વર્ષ પછી પણ કેલ્શિયમ ની ઉણપ દૂર થાય છે. હાડકા નબળા પાડવા જેવી સમસ્યા થી છૂટકાળો મળી જશે.

કેળા ની અંદર ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ મળી આવે છે. જે હાડકાને મજબૂત રાખે છે. હાડકાને મજબૂત કરવા માટે કેળા એક ઉત્તમ સ્ત્રોત છે. પરંતુ મોટી ઉમર ના લોકો ને જલ્દીથી પચતા નથી. જેથી એસીડીની સમસ્યા પણ થઇ શકે છે.

તેમના માટે નાગરવેલના પાન અને ચૂનાનો ઉપયોગ કરી શકો છો. સાંધાનો દુખાવો,હાડકાનો દુખાવો જેવી અનેક સમસ્યાને દૂર કરવા માટે આ નાગરવેલ ના પણ નો ઉપયોગ નિયમિત પણે કરવો જોઈએ.

આ ઉપરાંત તમે પણ ઘણા ઉપચાર થી હાડકાને મજબૂત કરી શકાય છે. બાવળના ફળ માંથી બીજ કાઠીને તેની તેની પેસ્ટ બનાવી ને જ્યાં ફેક્ચર થયું હોય ત્યાં હાડકા પર બાંધવાથી હાડકા જોડાઈ જાય છે અને મજબૂત થઇ જાય છે. આ ઉપચાર ખુબ જ સરળ છે આસાન ઉપાય છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.

Gujarat Fitness

Gujarat Fitness is a News website which shared Health, Fitness, Yoga, Beauty, Tips and Tricks information in the Gujarati language.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *