હેલો દોસ્તો, આજના જમાનામાં ભાગદોડ ભર્યા જીવન માં લોકોએ શારીરિક અને માનસિક રીતે મજબૂત રહેવું ખુબ જ જરૂરી છે. તેવામાં જરૂરી છે કે માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન યોગ્યરીતે રાખવામાં આવે તો તમે કોઈ પણ મુશ્કેલીથી બચી શકો છો.
જો તમારી શરીરની શારીરિક તંદુરસ્તી સારી હશે તો ઈમ્યુનિટી પણ ખુબ જ સારી રહેશે. જો તમારી ઈમ્યુનિટી સ્ટ્રોંગ હશે તો તમે ધણી બધી બીમારીથી શકશો અને તણાવથી પણ દૂર રહી શકશો. અમે આજના આ લેખમાં તમે એવી કેટલીક માહિતી આપીશું કે તમે શારીરિક અને માનસિકે રીતે સ્વસ્થ અને અને તંદુરસ્થ રાખવામાં સફળ થશો.
મેડિટેશન : મેડિટેશન કરવાથી માનસિક શાંતિ મળે છે, કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચાર અને તણાવ ભર્યા માહોલમાં પોતાને શાંત કરવા માટે રોજ મેડિટેશન કરવું ખુબ જ જરૂરી છે. જો તમે ન કરી શકો તો યોગ અને કસરત પણ થોડો સમય કરી શકો છો. જેથી તમે શારીરિક રીતે ફિટ અને હેલ્ધી રહેશો. માનસિક રીતે તમને શુકુન મળશે.
દરરોજ મીડીયમ ગરમ પાણીથી નાહવું : થાક દૂર કરવા દરરોજ સ્નાન કરવું. નાહવા માટે થોડું હળવું ગરમ પાણીથી નાહવાથી શરીર પર થયેલ પરસેવો અને તેની દુર્ગધ થી છૂટકળો મળે અને શરીર માં લાગેલ થાક અને તણાવ દૂર થાય છે. તમે પાણી માં ગુલાબ જળ અથવા લીંબુને મિક્સ કરી ને સ્નાન કરી શકો છો.
લુઝ કપડાં પહેરવા : ગરમીના સમયમાં જયારે તમારે એ.સી વગર રહેવું હોય તો ફિટ કપડાંની જગ્યાએ તમે લુઝ કપડા પહેરવા. બને ત્યાં સુધી કોટન ના કપડાં પહેરવા જેથી શરીર પર પરસેવો ઓછો થાય. અને ખુલ્લા કપડાં પહેરવાથી શરીર પર હવા પણ લાગશે. જેના કારણે તમે રિલેક્સ અનુભવશો.
સલાડ અને ફળનું સેવન કરવું : તમારે પોષક તત્વો થી ભરપૂર હોય તેવો આહાર લેવો જોઈએ. તેની સાથે દિવસ માં ભૂખ લાગે ત્યારે તમે ફળ કે સલાડ જેવી વસ્તુનું સેવન કરતા રહેવું . જે તમારી ભૂખ ને શાંત અને શરીરની ઇમ્યુનીટી વધારવા નું કામ કરશે.
સંગીત સાંભળો : મ્યુઝીક સાંભરવાથી શારીરિક અને માનસિક રીતે મગજ ને શાંત કરે છે. માટે દિવસમાં થોડી ક વાર ધીમા આવજે સંગીત સાંભરવું જોઈએ. જેથી તમને શુકુન મળશે.
પૂરતી ઉંઘ લેવી : તમારે તમારા ઘરના માહોલને પોઝિટિવ રાખો અને રાત્રે સારી અને પૂરતી ઉંઘ લેવી. સુતા પહેલા કોઈ એવી વાત ન કરો કે જે તમને હેરાન કરે અને તમારી નીંદ ઉડી જાય. તમારે એવા રૂમમાં ઉંધવું જ્યાં વધું બારીઓ હોય તેવી જગ્યાએ ઉંઘવું. જેથી હવા ઉજાસ ના કારણે ઉંધ સારી આવે.
આ રીતે, શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણ તંદુરસ્ત રહેવા માટે નિયમિત પણે મેડિટેશન કરવાથી અને ઉપર જણાવ્યા પ્રમાણે ધ્યાન રાખવામાં આવે તો સ્વસ્થ રહી શકીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય અને તમે માનસિક અને શારીરિક રૂપથી સંપૂર્ણ રીતે સ્વસ્થ રહો.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.