હેલો દોસ્તો, આપણે દરરોજ કોથમીર નો ઉપયોગ ભોજન માં નાખીને કરતા હોઈએ છીએ. જે આપણા શરીરમાં પાચનક્રિયા થી લઈને હૃદય, લીવર, આંખો અને લોહી માટે ખુબ જ ઉપયોગી છે. જયારે આ કોથમીર પાકી જાય છે અને તેના બીજ હોય છે. જે આપણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે.
તેનો ઉપયોગ મસાલાઓમાં થાય છે. આ આખા ધાણા એક ઔષધીય ગુણ ધરાવે છે.જે અનેક રોગો સામે રક્ષણ આપે છે અને અનેક બીમારી સામે રામબાણ ઔષધનું કાર્ય કરે છે.
આખા ધાણા શરીર માટે ખુબ જ ઉપયોગી છે. આખા ધાણા ને ધાણાજીરું બનાવીને ઉપયોગ કરવામાં આવે છે. જે પાચન માટે ખુબ જ ઉપયોગી છે.
જયારે આખા ધાણા પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ધાણા ની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન સી જેવા ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો આવેલ છે. જે અનેક બીમારી સામે લડવાની શક્તિ આપે છે.
સૂકા ધાણા નું પાણી પીવાથી થી પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જેના રહેલા તત્વો હાર્ટ અને લીવર માટે હેલ્ધી છે. તેમજ તાવ તેમજ ટાઈફોડ ને પણ મટાડે છે. જે રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે. જેથી નાના મોટા રોગો સામે રક્ષણ આપે છે. એન્ટી ઓક્સીડેન્ટ થી ભરપૂર છે ધાણા.
આખા ધાણા આયર્ન ધરાવે છે. એટલે કે તે શરીરમાં લોહીના પ્રમાણ માં વધારો કરવામાં ઉપયોગી છે. તેમાં ફોલિક એસિડ અને વિટામિન સી આવેલ છે. જેથી લોહીની વૃધ્ધિ કરવામાં ઉપયોગી છે.
ધાણા લીવરને સાફ કરવા માટે ખુબ જ ઉપયોગી છે, જેના કારણે લીવર ને સ્વસ્થ અને હેલ્ધી રાખે છે. જે હૃદય ને પણ સ્વસ્થ રાખવામાં ઉપયોગી છે. કોલેસ્ટ્રોલ લેવલ ને ધટાડે છે. લોહીમાં રહેલા સુગર લેવલ ને પણ કંટ્રોલ માં રાખે છે જેના લીધી ડાયાબિટીસ દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.
આખા ધાણામાં ભરપુર પ્રમાણમાં વિટામીન હોય છે, જે ચામડીના સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. તેનો નિયમિત પણે ઉપયોગ કરવાથ ચામડીની સુંદરતા અને ચહેરાને ચમકદાર બનશે. આ ધાણામાં ડોડેનલની નામનું મુખ્ય તત્વ હોય છે, જે ટાઈફોડ ના બેક્ટેરિયાનો સંપૂર્ણ પણે નાશ કરે છે.
આમ, આખા ધાણા આપણા શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગીં છે. જેનો સવારે ખાલી પેટ ઉપયોગ કરવાથી તેનાં અનેક ફાયદાઓ થાય છે. તેનું પાણી બનાવવા માટે તમારે આ ધાણાને રાત્રે એક નાની તપેલીમાં એક નાની મુઠી ધાણા નાખી પલાળી દેવા. ત્યાર પછી તમારે તે પાણી સવારમાં ઉકાળી લેવું. ત્યારબાદ થોડું ઠંડુ થાય પછી તેનું સેવન કરવું.
આ પાણી પીધા પછી થોડો ટાઈમ કંઈ પણ વસ્તુનું સેવન ન કરવું. આ રીતે કરીને પાણી પીશો તો તેના શરીર ને અનેક લાભ થશે. અમે આશા રાખીએ કે તમેને આ આર્ટિકલમાં આપેલ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય. જેથી તમારા શરીરમાં આવનારા રોગોથી બચી શકો.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી શેર કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય અને ફિટનેસ વિષે ઘરે બેસી માહિતી જાણવા અને શીખવા માટે અમારાં Page ” ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ” ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાત હેલ્થ ટીપ્સ અને ફિટનેસ.