દરેક વ્યક્તિએ ભોજન માં એવી કેટલીક વસ્તુનો સમાવેશ કરવો જોઈએ જે શરીરને મજબૂત બનાવી રાખવામાં મદદ કરે છે, તેવી જ બે વસ્તુ ખાવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું. ભોજનમાં વર્ષોથી દરેક ભારતીય ભોજનમાં દૂઘ અને ઘી નો સમાવેશ થતો આવ્યો છે.
ઘી અને દૂઘ બંને મિશ્રણ ને મિકસ કરીને પીવાથી શરીરને શું ફદાયદાઓ થાય છે જે મોટાભાગે 90 ટકા લોકો જાણતા નથી. પરંતુ તમને જણાવી દઉં કે આ બંને વસ્તુ આયુર્વેદિક ગુણોથી ભરપૂર છે, જે શરીર ના દરેક અંગો માટે ખુબ જ આવશ્યક છે.
દૂઘમાં ટ્રીપ્ટોફેન નામનું એક એમિનો એસિડ મળી આવે છે. જે ખુબ જ સારી અને ધસધસાટ ઊંઘ લાવવા મદદ કરે છે, બંને મિશ્રણ માઇકા કરીને પીવાથી હોર્મોન ઉતેજીત થાય છે. જે અનિદ્રાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
ઘી ઘણી બઘી બીમારીને દૂર કરવામાં તેનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો આવ્યો છે. ઘીમાં વિટામિન-એ. વિટામિન-ડી, વિટામિન-ઈ, વિટામિન-કે જેવા મહત્વ પૂર્ણ પોષક તત્વો મળી આવે છે. આ ઉપરાંત તેમાં એન્ટી ઓક્સીડેન્ટ પણ મળી આવે છે જે શરીરને મુક્ત રેડિકલ થી થતા નુકસાન થી બચાવી રાખે છે.
તેમાં મળી આવતા પોષક તત્વો શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવી રોગો સામે મૂકતી આપવામાં મદદ કરે છે. ઘી પાચનક્રિયા ને ઝડપી અને મજબૂત બનાવે છે. જે પેટના રોગોમાં ફાયદાકારક છે. દૂઘ સાથે ઘી લેવાથી શરીરને ઘણો ફાયદો થાય છે. દૂઘમાં દેશી ઘી મિક્સ કરીને પીવાથી થતા સ્વાસ્થ્ય ફાયદાઓ વિષે જણાવીશું.
પાચનતંત્ર મજબૂત બનાવે: એક ગ્લાસ દૂઘમાં એક ચમચી દેશી ઘી ઉમેરીને પીવાથી પાચનતંત્રને મજબૂત બનાવે છે. દૂધમાં દેશી ઘી ઉમેરીને પીવાથી પાચન ઉત્સેચકના સ્ત્રાવ ને ઉતેજીત કરવામાં મદદ કરે છે જે ખાઘેલ ખોરાકને તોડીને પચાવામાં મદદ કરે છે. જેના કારણે કબજિયાત જેવી પેટ સંબંઘીત સમસ્યાને દૂર કરે છે.
વજન વઘારે: ઘણા લોકો વજન વઘારવા માટે ઘણું બધું ખાતા હોય છે, આ ઉપરાંત દવાઓ અને પાવડર ખાઈ ને પણ વજન વઘારવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ આ દેશી અને ઘરેલુ ઉપાય નો ઉપયોગ કરીને વજન ને વઘારી શકાય છે, આ માટે રાતે સુતા પહેલા દૂધમાં ઘી ઉમેરીને પીવાનું શરુ કરી દેવું જોઈએ.
અનિંદ્રાની સમસ્યા દૂર કરે: જો તમે રાતે ઊંઘ ના આવવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો આ જાદુઈ પીણું પીવાનું શરુ કરી દેવું જોઈએ જે અનિદ્રાની સમસ્યાને દૂર કરીને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે.
સાંઘાના દુખાવા દૂર કરે: સાંઘાના દુખાવા મહિલાઓ અને પુરુષો બંને માં જોવા મળે છે, આ માટે સાંઘાઆ દુખાવામાંથી કાયમી છુટકાળો મેળવવા માટેનો આ એક સરળ ઉપાય છે, આ માટે રાતે સુતા પહેલા દૂઘમાં ઘી ઉમેરીને પીવું જોઈએ જે જોઈન્ટમાં લુબ્રિકેંટની માત્રામાં વઘારો કરે છે. જે સાંઘાના દુખાવામાં રાહત આપે છે. આ સિવાય દૂઘમાં કેલ્શિયમ મળી આવે છે જે હાડકાને મજબૂત બનાવે છે.
આ પીણામાં એન્ટી ઓક્સીડન્ટ મળી આવે છે જે મુક્ત રેડિકલ ને ઘટાડવામાં મદદ કરે છે, આ પીણું વૃદ્ધાવસ્થાના ચિન્હોને અટકાવે છે અને લાંબા સમય સુઘી ચહેરાને જુવાન અને સુંદર બનાવી રાખે છે.