આજના આધુનિક સમયમાં વ્યક્તિની ખરાબ લાઈફ સ્ટાઈલ અને અનિયમિત ખોરાક ખાવાની કુટેવ ના કારણે વ્યક્તિને ગેસ, અપચો, પેટનો દુખાવો, કબાજીયાત જેવી અનેક પ્રકારની તકલીફ થવાનું શરુ થઈ જાય છે. આવા સમયમેં વ્યક્તિને ખાવાનું ઓછું કરવું જોઈએ અથવા શક્ય હોય તો હળવો ખોરાક લેવો જોઈએ.
જેમને ભોજન કર્યા પછી ખોરાક પચતો નથી તેવા લોકોને ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યા થાય છે તેવા લોકો માટે આજે અમે એવા કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી પેટને લગતી દરેક પ્રકારની સમસ્યા ખુબ જ આસાનીથી દૂર થઈ જશે.
પેટમાં વારે ગડીએ ગેસ થવો તે એક સામાન્ય છે. પરંતુ ગેસ થવાના કારણે છતીમાં દુખાવો, માથાનો દુખાવો, ઉલટી થવી, પેટ ભારે ભારે લાગવું જેવી અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે. આ બધી સમસ્યા થતી હોય તો તેને સામાન્ય લેવી ના જોઈએ, આ સમસ્યા વારે વારે થવાના કારણે ઘણા રોગો થવાની શક્યતા વઘી જાય છે.
જયારે પણ પેટ સારી રીતે સાફ થતું નથી તેવા સમયે વ્યક્તિને ભૂખ પણ ઓછી લાગે છે, આ ઉપરાંત વ્યકતિના ચહેરા પર ખીલ, ફોલ્લીઓ થવા જેવી સ્કિન ને લાગતી સમસ્યા ઉત્પન્ન થવાના કારણે ચહેરાનો દેખાવ પણ ઓછો થઈ જાય છે.
શરીરમાં કોઈ પણ મોટી બીમારી થવી તે પેટના કારણે જ થતી હોય છે, જો પેટ ખરાબ હોય તો ડાયાબિટીસ, બ્લડપ્રેશર, વજન વધવું, હાર્ટ અટેક જેવા અનેક પ્રકારના ગંભીર રોગો થતા હોય છે. આ માટે કહેવામાં આવે છે કે પેટ સાફ હશે તો શરીરમાં કોઈ પણ બીમારી થશે નહીં.
ઘણા લોકો ને અમુક ઉમર પછી આ સમસ્યા થવાનું શરુ થઈ જાય છે અને તે લાંબા સમય સુધી રહેવાના કારણે વ્યકિનો સ્વભાવ પણ ચીડિયાપણું જેવો થઈ જાય છે, પેટ ને સાફ રાખવા માટે શું ખાવું જોઈએ તેના વિષે જણાવીશું.
લીંબુ: લીંબુમાં ઘણા બધા પોષક તત્વો મળી આવે છે, જેનો ઉપયોગ રસોઈને ચટપટી બનાવવા અને સ્વાસ્થ્ય ને સ્વસ્થ રાખવા માટે થાય છે, આ માટે જો તમને પેટ સાફ થતું નથી અને પેટને લગતી સમસ્યા પરેશાન કરતી હોય તો રોજે સવારે ખાલી પેટ હૂંફાળા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પી જવાનું છે.
રોજે સવારે ખાલી પેટ આ પીણું પીવાથી પેટ અને આંતરડામાં રહેલ વઘારાનો જામી ગયેલ કચરો ખુબ જ આસાનીથી નીકળી જાય છે. અને પેટને એકદમ સાફ થઈ જાય છે જેના કારણે પેટને લગતી અનેક પ્રકારની તકલીફ માંથી છુટકાળો મળે છે. પેટને સાફ કરવાનો આ એક ઉત્તમ અને સૌથી શ્રેષ્ટ ઉપાય છે.
કેળું ખાવુ: કેળું ખાવું સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, તેમાં ભરપૂર માત્રામાં ફાયબર, કેલ્શિયમ, પોટેશિયમ જેવા મહત્વ પૂર્ણ તત્વો મળી આવે છે, જે પેટમાં થતા દુખાવા, ગેસ, અપચો અને કબજિયાતને દૂર કરે છે. કેળા ખાવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે જેના કારણે પેટ એકદમ સાફ રહે છે. આ માટે પેટને લગતી સમસયા હોય તો કેળાનું સેવન કરી શકાય છે.
કેળામાં મળી આવતું તત્વ હાડકાને જરૂરી કેલ્શિયમની ઉણપ દૂર કરે છે અને હાડકાને મજબૂત બનાવાનું કામ કરે છે. હૃદયને સ્વસ્થ અને હેલ્ધી રાખવા માટે કેળાનું સેવન કરી શકાય છે, કેળા ખાવાથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.
જો તમને પેટને લાગી સમસ્યા વધુ રેહત્તી હોય તતો ખાવામાં હળવો ખોરાક લેવો જોઈએ અને દિવસ દરમિયાન વધુમાં વધુ પાણી પીવું જોઈએ અને દિવસમાં બે ગ્લાસ હૂંફાળું પાણી પીવું જોઈએ. જે પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
