ઉંમર વધવાની સાથે ચહેરા પર કરચલીઓ દેખાવી સામાન્ય વાત છે, પરંતુ કેટલાક લોકોની ત્વચા પર સમય પહેલા જ કરચલીઓ દેખાવા લાગે છે. નાની ઉંમરે કરચલીઓ પડવાના ઘણા કારણો છે જેમ કે વધુ પડતા તણાવમાં રહેવું, શરીરમાં વિટામિન D3ની ઉણપ, ત્વચાને ચમકાવવા માટે જુદી જુદી બજારુ પ્રોડક્ટ્સનો ઉપયોગ, ધૂમ્રપાન, પ્રદૂષણ અને સૂર્યના હાનિકારક કિરણો અકાળે કરચલીઓનું કારણ બને છે.

ચહેરાની કરચલીઓ દૂર કરવા માટે બજારમાં અનેક પ્રકારની કોસ્મેટિક પ્રોડક્ટ્સ ઉપલબ્ધ છે, પરંતુ તેનો ત્વચા પર ઉપયોગ કરવાથી ઘણીવાર ત્વચા પર આડઅસર થાય છે.કારણકે મોટાભાગની પ્રોડક્ટ્સમાં કેમિકલ વસ્તુઓનો ઉપયોગ થયેલો હોય છે.

જો તમે પણ ચહેરા પરની કરચલીઓથી પરેશાન છો તો તેને દૂર કરવા માટે કોસ્મેટિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાને બદલે બદામના તેલનો ઉપયોગ કરો. બદામનું તેલ ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે અને ત્વચા પરથી કરચલીઓ પણ દૂર કરે છે. તો આવો જાણીએ ત્વચા પર બદામનું તેલ લગાવવાથી શું ફાયદા થાય છે.

ત્વચા પર નિખાર આવે: ત્વચા પર બદામના તેલનો ઉપયોગ કરવાથી ત્વચા પર નિખાર આવે છે. બદામના તેલમાં રંગ અને ત્વચા ના ટોનમાં સુધારવાની ક્ષમતા હોય છે. દરરોજ રાત્રે સૂતા પહેલા બદામના તેલથી 15 મિનિટ માલિશ કરો, તમારી ત્વચા પર નિખાર આવશે.

ત્વચાની ડ્રાયનેસ દૂર કરે છેઃ ત્વચા પર બદામના તેલનો ઉપયોગ કરવાથી ત્વચાની ડ્રાયનેસ દૂર થાય છે. બદામના તેલનો ઉપયોગ ખરજવું અને સૉરાયિસસની સારવાર માટે સદીઓથી કરવામાં આવે છે. બદામનું તેલ ડ્રાયત્વચા માટે શ્રેષ્ઠ ઉપાય છે.

ખીલ દૂર કરે છે: બદામના તેલનો ઉપયોગ ખીલ દૂર કરવા માટે પણ થાય છે. બદામના તેલમાં હાજર ફેટી એસિડ ત્વચામાં હાજર વધારાનું તેલ ઘટાડવામાં મદદ કરે છે. આ તેલમાં રહેલા રેટિનોઈડ્સ ખીલ ઘટાડે છે.

સૂર્યના હાનિકારક કિરણોથી બચાવે છેઃ ત્વચા પર બદામના તેલનો ઉપયોગ કરવાથી ત્વચાને નુકસાનથી બચાવી શકાય છે. કેટલાક પ્રાણીઓના અભ્યાસોએ બતાવ્યું છે કે બદામના તેલમાં હાજર વિટામિન E સૂર્યના હાનિકારક કિરણોને કારણે થતા નુકસાનને ઘટાડવામાં મદદ કરી શકે છે.

આંખોના સોજાને ઘટાડે છે: બદામનું તેલ, બળતરા વિરોધી ગુણોથી ભરપૂર, આંખોના સોજાને દૂર કરે છે. ઘણીવાર કેટલાક લોકોની આંખો સવારે સૂજી ગયેલી દેખાય છે, જો સવારે આંખના વર્તુળો પર બદામના તેલથી માલિશ કરવામાં આવે તો આંખોનો સોજો ઓછો થાય છે

ડાઘ દૂર કરે છે: બદામનું તેલ ત્વચામાં હાજર ડાઘ દૂર કરવામાં મદદ કરે છે. બદામના તેલમાં હાજર વિટામિન E ત્વચાને મુલાયમ બનાવે છે. ત્વચા પર તેનો ઉપયોગ કરવાથી ત્વચા પરનો ખેંચાણ ઓછું થાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *