યુરિક એસિડ ઝેર સમાન છે, ઝેર જેમ જેમ શરીરને ખતમ કરે છે તેવી જ રીતે શરીરમાં યુરિક એસિડ ફેલાય છે અને હાડકાને નબળા પાડવાનું કામ કરે છે, આ માટે યુરિક એસિડ ને દૂર કરવું ખુબ જ જરૂરી છે, જેથી તે શરીરને કમજોર પડતા અટકાવે છે.
શરીરમાં યુરિક એસિડને ફિલ્ટર કરવાનું કામ કિડની કરે છે પરંતુ જયારે કિડની યુરિક એસિડને ફિલ્ટર કરવાનું બંધ કરે છે તે સમયે શરીરમાં યુરિક એસિડ ના પ્રમાણમાં વધારો કરે છે, જેના કારણે તે સાંઘાના સ્ફટિક ના રૂપમાં ભેગા થવાનું શરુ થાય છે.
આ ઉપરાંત વધુ વજન, ડાયબિટીસ, વ્યસન અને આલ્કોહોલના વધુ સેવનથી યુરિક એસિડના પ્રમાણમાં વઘારો થયા કરે છે. યુરિક એસિડ વધવાના કારણે સાંઘામાં ખુબ જ અસહ્ય દુખાવો થવા લાગે છે, આવા સમયમાં યોગ્ય આહાર લેવાથી એસિડના વધી ગયેલ પ્રમાણે નિયત્રંણમાં લાવી શકાય છે.
આજે અમે તમને એક એવા શાકભાજી વિષે જણાવીશું જેનો જ્યુસ બનાવીને પીવાથી વધી ગયેલ યુરિક એસિડ ઓછું થઈ જશે. આ માટે તમારે કારેલાનું જ્યુસ બનાવીને પીવાનું છે. જે ખુબ જ કડવા હોય છે પરંતુ તે ખુબ જ ગુણકારી સાબિત થાય છે.
શાકભાજીમાં કારેલાને સૌથી ઉત્તમ સ્થાન મળ્યું છે. કારેલામાં આયર્ન, પોટેશિયમ, વિટામિન-સી, કેલ્શિયમ, બીટા કેરોટીન, મેગ્નેશિયમ જેવા અનેક પોષક તત્વોનો ખજાનો મળી આવે છે. જે શરીરના અંગોને પોષણ પૂરું પાડે છે.
કરેલા કડવા હોવાથી ઘણા ઓછા લોકો તેને ખાવાનું પસંદ કરતા હોય છે પરંતુ શરીરમાં વધી ગયેલ યુરિક એસિડ ના સ્તર ને ઘટાડવા માટે નિયમિત પણે તમે કારેલાનું જ્યુસ બનાવીને પીવાનું ચાલુ કરશો તો એસિડનું પ્રમાણ પણ ઘટશે અને સાંધા અને હાડકાના થતા દુખાવામાં પણ ઘણી રાહત મળશે.
કારેલાનો જયુસ પીવાથી યુરિક એસિડ ઉપરાંત અન્ય બીમારીને પણ દૂર કરવામાં મદદ કરે છે. તેને પીવાથી સુગર નું પ્રમાણ નિયત્રંણમાં રહે છે જે ડાયબિટીસ ને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે. આ સિવાય ખરાબ કોલેસ્ટ્રોલને દૂર કરવામાં મદદ કરે છે જેથી હૃદય [પણ સ્વસ્થ અને હેલ્ધી રહે છે.
તમે જો ચામડીના રોગથી પીડિત છો તો તમે કારેલાનું જ્યુસ પીવાનું શરૂ કરશો તો ચામડીના રોગો પણ દૂર થશે. આ સિવાય પેટ સંબધિત અનેક પ્રકારની બીમારીને દૂરે કરવામાં મદદ કરે છે. વજન વધારે હોય તો તેને નિયત્રંણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
કારેલાનું જ્યુસ પીવાથી લોહી શુદ્ધ થાય છે. આ સિવાય કેન્સરના વઘતા કોષોને અટકાવવા માટે પણ કારેલાનું જ્યુસ પી શકાય છે કેન્સર ને મટાડવામાં મદદ કરી શકે છે. જો તમે હંમેશા માટે સ્વસ્થ અને હેલ્ધી રહેવા માંગતા હોય તો રોજે સવારે એક વાટકી કારેલાનું જ્યુસ બનાવીને પીવાનું ચાલુ કરી દો, કયારેય દવાખાનનું પગથિયું ચડવું જ નહિ પડે.