વધતી ઉંમર સાથે હાડકા નબળા પડવા લાગે છે અને સાંધાના દુઃખાવાની સમસ્યા પણ વધવા લાગે છે. આર્થરાઈટિસના દર્દીઓમાં સૌથી સામાન્ય સમસ્યા સાંધામાં દુખાવો અને સોજો હોય છે. ખાસ કરીને વધતી ઉંમર સાથે મોટાભાગના લોકોમાં આમસ્યા જોવા મળે છે.
પરંતુ આજની બદલાતી જીવનશૈલી અને ખાવાની આદતો પર થોડું ધ્યાન આપશો તો તમને કોઈપણ પ્રકારની સમસ્યાથી દૂર રહી શકો છો. આ સિવાય જો તમે તમારા આહારમાં કેટલાક ફળોનું સેવન કરો છો તો તમને વર્ષો જુના સાંધાના દુખાવામાં રાહત મળી શકે છે. તો ચાલો જાણીએ આ ફળો વિષે અને બીજા ઘરેલુ ઉપાય વિષે.
દ્રાક્ષ: દ્રાક્ષ જે બજારમાં સરળતાથી મળી રહે છે. તમે તમારા આહારમાં દ્રાક્ષનો પણ સમાવેશ કરી શકો છો. દ્રાક્ષ ખાવાના ઘણા ફાયદા છે. તેનાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે. તમને જણાવીએ કે દ્રાક્ષની છાલમાં રેઝવેટ્રોલ નામનું એન્ટીઑકિસડન્ટ હોય છે, જે આર્થરાઈટિસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
નારંગી: નારંગી એક એવું ફળ છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ફળ ખાવાથી સાંધાના દુખાવા અને સોજાની ફરિયાદ ઓછી થાય છે. આ ફળમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે. આ ફળમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ સાંધામાં થતી બળતરાને મોટી માત્રામાં ઘટાડે છે. તમને જણાવી દઈએ કે અર્થરાઈટિસના દર્દીઓને નારંગી, મોસમી અને લીંબુ જેવા ખાટાં ફળ ખાવા જોઈએ.
તરબૂચ: તરબૂત શરીરમાં પાણીની ઉણપ ને દૂર કરે છે. આ ઉપરાંત તરબૂચમાં એન્ટી ઈન્ફ્લેમેન્ટ્રી ગુણો અને કેરોટીનોઇડ બીટા-ક્રિપ્ટોસેન્થિન પણ હોય છે, જે સંધિવાના દર્દીઓ માટે સારું છે. આ બળતરાથી છુટકારો મેળવવામાં ખુબ મદદ કરે છે. ખાસ કરીને રયુમેટોઈડ આર્થરાઈટીસના દર્દીઓ માટે તરબૂચ ખાવું ખુબજ ફાયદાકારક છે.
લસણ : સાંધાના દુખાવાના દર્દીઓ માટે લસણ ફાયદાકારક હોય છે. જો તમને એકલું લસણ પસંદ નથી તો તમે, તેમાં સંચળ, જીરું, હિંગ કાળા, મરી અને સૂંઠ જેવી વસ્તુઓને 2 ગ્રામ જેટલી લઈને પેસ્ટ બનાવીને એરંડાના તેલમાં ફ્રાય કરો અને તેને દુખાવો થતો હોય તે જગ્યા પર લગાવો. તમને જણાવીએ કે લસણથી સાંધાના દુખાવામાં ઘણો ફાયદો થાય છે.
અજમાનું તેલ : 15 ગ્રામ અજમાનું તેલ, 15 ગ્રામ પિપરમેન્ટ અને 30 ગ્રામ કપૂર ત્રણને બરાબર રીતે મિક્ષ કરીને, એક બોટલમાં રાખો. જ્યારે કોઈ પણ પ્રકારનો દુખાવો થાય ત્યારે તેના થોડાક ટીપાં લઈ માલિશ કરવાથી દુખાવામાં રાહત મળે છે. અજમાના તેલની માલિસ કરવાથી સાંધાનો દુખાવો ,સાંધા જકડાઈ જવા તથા શરીરના અન્ય ભાગોમાં થતા દુખાવાને પણ આ તેલ દૂર કરે છે.
