ઘણા લોકોના શરીરમાં આજે લોહીની કમી જોવા મળી રહી છે, જેના કારણે ઘણી બઘી તકલીફનો સામનો કરવો પડતો હોય છે. શરીરમાં આયર્ન ની કમી થવાના કારણે લોહીની ઉણપ થતી હોય છે. આ ઉણપને દૂર કરવા માટે આ ડ્રાયફ્રૂટ્સ ને ખાવા જોઈએ.
શરીરમાં લોહી ઓછું થવાના કારણે કમજોરી, હાથ પગ દુખાવા, ચક્કર આવવા, ઊંઘ પુરી ના થવી, વારે વારે કોઈ કામ કરવામાં થાક લાગવો જેવી સમસ્યા થતી જોવા મળે છે. શરીરમાં વધારે સમય સુધી લોહીની ઉણપ રહેવાના કારણે કેટલીક ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે.
આ માટે શરીરમાં લોહી ઓછું થાય તો કેટલીક પૌષ્ટિક આહાર કહેવાના ચાલુ કરવા જોઈએ, આ માટે કેટલાક આયર્નથી ભરપૂર એવા ફળો પણ ખાઈ શકો છો. આજે અમે તમને એવા કેટલાક ડ્રાયફ્રૂટ્સ વિષે જણાવીશું જેને ખાવાથી ખુબ જ આસાનીથી લોહીની કમી પુરી કરી શકો છો.
જો તમે રોજે આ ડ્રાયફ્રૂટ્સ ને ખાવાનું ચાલુ કરશો તો લોહીનું પરિવહન પણ સારું થશે અને લોહીને પાતળું બનાવી રાખવામાં પણ મદદ કરશે જેથી હૃદયની નસોમાં જરૂરી લોહી લોહી પહોંચે અને હાર્ટ અટેક જેવા ગંભીર હુમલાથી બચી શકાશે.
લોહી વધારવા અને લોહીને પાતળું રાખવા માટેના ડ્રાયફ્રૂટ્સ:
કિશમિશ: લોહીની ઉણપમાં કિસમિસ નું સેવન કરવું ખુબ જ ફાયદાકારક છે, કારણકે તેમાં ખુબ જ સારી માત્રા માં આયર્ન નો સ્ત્રોત હોય છે. જે શરીરમાં ઘટી ગયેલ હિમોગ્લોબીન ના સ્તરને વધારવામાં મદદ કરે છે, આ માટે પલાળેલ કિસમિસને રોજે સવારે ખાવાનું ચાલુ કરવું જોઈએ.
કાજુ: આ એક એવું ડ્રાયફ્રૂટ્સ છે જેને ખાવાથી ખુબ જ આસાનીથી લોહીની માત્રામાં વધારો કરવામાં મદદ કરે છે, પરંતુ એનું સેવન એક સાથે ના કરવું જોઈએ દિવસમાં 5-6 કાજુ ખાવા જોઈએ જે લોહી વધારવાંની સાથે શરીર માટે ખુબ ગુણકારી સાબિત થશે.
બદામ: બદામ માં આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન-ઈ જેવા ઘણા પોષક તત્વોનો સ્ત્રોત મળી આવે છે, આ માટે નિયમિત પણે પલાળેલ બદામ ખાવાનું ચાલુ કરી દો જે હિમોલોબીન ના સ્તર ને વધારી લોહીની કમી ને પુરી કરે છે.
ખજૂર: ખજૂર શરીરમાં લોહી બનાવવા માટેનું એક મશીન તરીકેનું કામ કરે છે. ખજૂરમાં ખુબ જ સારી માત્રામાં આયર્ન હોય છે માટે તેને રોજે 2-4 ખજૂર ડાયટમાં સમાવેશ કરવો જોઈએ જેથી ઘીરે ધીરે એક બે દિવસમાં લોહીનું સ્તર વધતું દેખાવા લાગશે જેથી શરીરમાં આવતી કમજોરી અને નબળાઈને દૂર થશે.
અહીંયા જણાવેલ લોહી વધારવા માટેના ડ્રાય છે જનુ એક સાથે ક્યારેય વધુ માત્રામાં સેવન ના કરવું, તેને દિવસ દરમિયાન 5-6 ની માત્રામાં જ ખાવું જોઈએ જે શરીરને ઘણી રીતે ફાયદાકારક સાબિત થશે.