આજના આધુનિક સમયની બદલાયેલી જીવનશૈલી અને હલનચલનને કારણે કમરની ગાદીના ઘસારા અને તેને લીધે કમરના દુ:ખાવાનું પ્રમાણ લોકોમાં દિવસેને દિવસે વધી ગયું છે. આ દુખાવાને દૂર કરવા માટે દવાઓ ખાઈને તમે આરામ મેળવી શકો છો.

પરંતુ અસરકારક સારવારથી દવાઓ કરતા સારું પરિણામ મળી શકે છે. આ દુખાવા ને દૂર કરવા માટે સામાન્ય રીતે બે રીતે એટલે કે એક્ટિવ અને પેસીવ સારવાર થાય છે.

તમને જણાવીએ કે પેસીવ સારવાર એટલે દુ:ખાવાની દવા જે મેડિકલમાંથી લાવીએ છીએ, લેસર થેરાપી, અલ્ટાસાઉન્ડ થેરાપી, મસાજ થેરાપી વગેરે અને એક્ટિવ સારવાર એટલે કસરત અને ઘરેલુ ઘરગથ્થુ ઉપચાર વગેરે. આ લેખમાં તમને એક્ટિવ એટલે કે ઘરેલુ ઉપચાર વિશે જણાવીશું. તો જાણવા માટે આ લેખ અંત સુધી જરૂરથી વાંચો.

આપણામાંથી મોટાભાગના દર્દીઓએ કમરની કસરતો કરીને પોતાની જાતે જ ખસી ગયેલી ગાદી જોડાવવાની પ્રક્રિયા (સેલ્ફ હીલિંગ)ને ઝડપી કરી દુ:ખાવામાં રાહત મેળવી શકે છે. કમરની કસરતો એ આપણી દરરોજ જરૂરિયાત છે. જેમ આપણે રોજ જમીએ છીએ એવું સમજી દર્દી કસરત કરે તો માત્ર થોડા જ દિવસોમાં ખૂબ જ સારાં પરિણામો પ્રાપ્ત કરી શકે છે.

કમરના દર્દને ઘટાડવા માટે ઘણી આયુર્વેદિક દવાઓ ઉપલબ્ધ છે, જેમાં અશ્વગંધા ચુર્ણ, શુદ્ધ શીલાજીત, બાલારિષ્ટા વગેરે તેમજ ગ્લુકોસામાઇન હાઇડ્રોક્લોરાઇડ અને બેસવેલિયા સેરોસા પીઠના દુખાવાના નિવારણમાં ફાયદાકારક બને છે. પરંતુ આ ઔષધિનો ઉપયોગ સાવચેતી પૂર્વક કરવો જોઈએ.

જે લોકોને કમરના દુખાવાની સમસ્યા છે લોકોએ, દશમૂલનો ઉકાળો સવારે અને સાંજે પાણી માં મિક્સ કરીને પીવો જોઈએ. આ સાથે ઘઉંના દાણાને રાત્રે પાણીમાં પલાળી રાખી અને સવારે દૂધમાં ખસખસ અને કોથમીર નાખો અને ચટણી બનાવો અને અઠવાડિયામાં 2 થી 3 વાર આ ચટણી ખાવાથી પીઠનો દુખાવો ઘટે છે, અને શરીરમાં શક્તિ વધે છે.

નગોડના તાજા પાન લાવી, તેના ટુકડા કરી, મહાનારાયણ તેલથી તાવડીમાં સહેજ બદામી રંગના થાય ત્યાં સુધી સાંતળી લેવાં. ત્યાર બાદ એક કાપડના ટુકડામાં સાંતળેલાં પાનને વચમાં મૂકી તેના ચારેય છેડા અંદર વળે એવી રીતે ભેગા કરી પોટલી બનાવો.

આ પોટલીને, સહન થાય તેવા ગરમ મહાનારાયણ તેલમાં ડુબાડીને, નિતંબથી ક્રમશઃ પગની એડી સુધી શેક કરો. આ શેક આરામ થાય ત્યાં સુધી દરરોજ 30 થી 45 મિનિટ કરો. તમને જરૂર રાહત મળશે.

જે લોકોનું વજન જરૂર કરતા વધારે હોય અને તેમને કમરનો દુ:ખાવો હોય તો તેઓ એ વજન ઊતરવું જોઈએ. વજન ઘટાડીને કમરના ખસિગયેલા મણકા, આસપાસના સ્નાયુ તથા લિગામેન્ટ પરનું મોટાભાગનો ભાર ઘટાડી શકે છે અને કમરના દુ:ખાવામાં ખુબજ આસાનીથી રાહત મેળવી શકે છે.

રસોડામાં રહેલું લસણ કમરના દુખાવાને દૂર કરવામાં મદદ કરી શકે છે. ખાલી પેટે રોજ સવારે લસણની 2 થી 3 કળી ખાઓ. અથવા જો તમે ઈચ્છો તો પીઠ પર લસણના તેલથી માલિશ પણ કરી શકો છો. દુખાવો થતો હોય ત્યાં થોડી આદુની પેસ્ટ લગાવો. તેને 10 થી 15 મિનિટ માટે એમ જ છોડી દો, પછી તેને દૂર કરો. થોડા દિવસો માટે આ દરરોજ કરો. આ ઉપાય થી કમરનો દર્દ મટી જશે.

મણકા ની ગાદી ખસવા પર થોડું પણ વજન ઊંચકવામાં ખાસ સાવચેતી રાખવી જોઈએ. જેવી કે કમરમાંથી વાંકા ન વળવું, ઘુંટણમાંથી એકદમ વાંકા ન વળવું, સારા બુટ અને ચંપલ પહેરવા, લાંબાં સમય સુધી એકની એક જગ્યાએ બેસી ન રહેવું આ બધી સાવચેતી પણ કમરના દુ:ખાવામાં ખૂબ જ રાહત આપે છે.

આ ઉપરાંત જે લોકો ખૂબ જ ધુમ્રપાન કરે છે. જો તે બંધ કરવામાં આવે તો તેમના શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે. અને હીલિંગ પ્રક્રિયા ઝડપી બની શકે છે. જે લોકો લાંબા સમયથી અથવા નાની ઉંમરથી ધ્રુમપાન કરતા હોય છે તેઓને કમરના દુ:ખાવાની તકલીફો રહેતી હોય છે, માટે કમરની આ સમસ્યા માંથી છુટકાળો મેળવવા માટે ધુમ્રપાન સંપૂર્ણપણે બંધ કરવું જોઈએ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *