શિયાળાની ઋતુ દરેક વ્યક્તિને ખુબ જ ગમે છે. પરંતુ શિયાળાની ઋતુમાં કેટલીક પરેશાનીનો સામનો કરવો પડતો હોય છે. ખાસ કરીને શિયાળાની ઠંડીમાં સાંઘાના દુખાવાની સમસ્યા ઘણા લોકોને ખુબ જ પરેશાન કરી શકે છે.
ઠંડીની સીઝનમાં મોટાભાગે સાંઘા દુખાવાની સમસ્યા વૃદ્ધ લોકોને વઘારે રહેતો હોય છે. દવા અને માલિશ ઉપરાંત કેટલીક ખાણી પીણીની વસ્તુઓ પણ સાંઘાના દુખાવાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.
સાંઘાના દુખાવની સમસ્યા અત્યારે નાના મોટા દરેક વ્યક્તિને રહેતી હોય છે. માટે હારમાં કેટલીક કેલ્શિયમ યુક્ત હારનું સેવન કરવું જોઈએ જેથી સાંઘાના દુખાવામાં રાહત મેળવી શકાય છે. તો ચાલો જાણીએ કે સાંધાના દુખાવામાં રાહત મેળવવા કઈ હેલ્ધી વસ્તુનું સેવન કરવું.
હળદર કેસરનું દૂઘ: હળદરનો ઉપયોગ કરીને સંઘીવાના દુખાવામાં રાહત મેળવી શકાય છે. હળદરમાં એન્ટી ઈફ્લેમેટરી અને એન્ટી ઓક્સીડેન્ટ જેવા ગુણ મળી આવે છે. જે સાંઘાના દુખાવામાં રાહત આપવામાં મદદ કરે છે.
દૂઘમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે જે હાડકાને અંદરથી મજબૂત બનાવે છે. માટે ઠંડીની ઋતુમાં સાંઘાના દુખાવામાં રાહત મેળવવા માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચી હળદર અને કેસર મિક્સ કરીને પીવાથી હાડકાના દુખાવા દૂર થઈ જશે.
ગુંદર અને ગોળના લાડુ: ગુંદરના લાડુ ઘણી બીમારી ને દૂર કરીને શરીરને અંદરથી મજબૂત રાખવાનું કામ કરે છે. માટે ડિલિવરી પછી મોટાભાગની મહિલાઓ ગુંદર અને ગોળના લાડુ ખાવાનું વઘારે પસંદ કરે છે.
લાડુ બનાવામાં માટે વપરાતી વસ્તુઓ ઠંડીથી બચાવે છે અને હાડકાને પણ મજબૂત બનાવે છે. માટે શિયાળામાં દરરોજ એક લાડુનું સેવન કરવું જોઈએ. જેથી શરીરના દરેક હાડકા મજબૂત રહે અને સાંઘાના દુખાવામાં રાહત મેળવી શકાય છે.
ગાજર અને મોસંબીનું જ્યુસ: હાડકાના દુખાવામાં ડાયેટમાં આ બંને જ્યૂસનું સેવન કરવું વધુ ફાયદાકારક માનવામાં આવે છે. ગાજર અને મોસંબીમાં કેલ્શિયમની માત્રા ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. જેથી સાંઘાના દુખાવામાં રાહત મેળવી શકાય છે અને હાડકાને મજબૂતી આપવાનું કામ કરે છે.