સામાન્ય રીતે દરેક વ્યક્તિ માટે સ્વસ્થ અને તંદુરસ્ત રહેવું ખૂબ જરૂરી છે. જો તમે શારીરિક રીતે એકદમ ફિટ અને સક્રિય રહો તો આખો દિવસ સારી રીતે કામ કરી શકો છો, અને તમે એકદમ ફ્રેશ અનુભવો છો. પરંતુ આજના ખરાબ લાઇફ સ્ટાઇલના લીધે લોકો હાઈબ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવા અન્ય રોગોનો શિકાર બની ગયા છે. જેના કારણે તેઓનું સારું જીવન પણ ટૂંકું થઇ જાય છે.
જો તમે આજીવન નિરોગી રહેવા ઈચ્છો તો તમે તમારી દિનચર્યામાં કેટલાક ફેરફાર કરવાની જરૂર છે. આજકાલ ઓફિસ અને ઘર માં વધારાના તણાવના કારણે વ્યક્તિ બીમાર થઈ જાય છે.
જેથી તેની અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. આવી પરીસ્થિતિમાં અમે તમને આ લેખમાં એવી કેટલીક ટિપ્સ જણાવીશું જેથી તમે તમારા સ્વાસ્થ્ય પર ખુબ જ સારું ધ્યાન આપી શકો અને બીમારીથી દૂર રહી શકો, અને જો તમે દરરોજ માત્ર 15 મિનિટ આ નામનું ઉચ્ચારણ કરો જીવનભર સ્વસ્થ અને તંદુરસ્ત રહેશો
જો તમે સવારે ઉઠીને સૂર્યોદય જોવો તો તમારા માટે ખુબ જ સારું છે. જેથી તમે હંમેશા ખુશ રહી શકો છો. જો તમે સુરજ નીકળી ગયા પછી ઉઠો તો તે સ્વાસ્થ્યને અસર પણ કરે છે જેથી તમારે સવારે વહેલા ઉઠવાની ટેવ પાડવી જ જોઈએ.
તમારે દરરોજ 20-30 મિનિટ ચાલવું જોઈએ. દરોજ ચાલવાથી તમારી કેલરી નિયંત્રણમાં રહે છે. ચાલવાથી તમારા શરીરમાં પરસેવો નીકળવાના કારણે તમારા શરીરમાં ખરાબ પદાર્થોને પણ બહાર કાઢી દેશે. તમારે દરરોજ 3-4 કિલોમીટર ચાલવું જ જોઈએ.
આપણા શરીર માટે પોષ્ટીક આહાર ખાવો જરૂરી છે. જો તમે સારું ભોજન ના કરો તો તેની અસર સીધી તમારા સ્વાસ્થ્ય પર પડે છે. જો તમે બહાર નું વધારે ખાઓ ચો તો તમને બીમારી જલ્દી આવશે જેથી ધારે જ બનાવેલ આહાર લેવો જોઈએ.
આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે તમારે ભોજન કર્યા પછી કોઈ દિવસ તરત પાણી ના પીવું જોઈએ. જો તમારે પાણી પીવું હોય તો માત્ર એક જ ધૂંટ પી શકો. વધારે પીવું આપણા શરીર માટે હિતાવહ નથી.
જો તમે દિવસ દરમિયાન યોગ્ય રીતે ચાલવું તમને જીવનભર સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી રાખે છે જેનાથી વૃદ્ધાવસ્થા પણ જલ્દી નથી આવતો. માટે તમારે એક દિવસ દરમિયાન 9000-10000 સ્ટેપ ચાલવાની આદત પાડવી જોઈએ. જેથી તમે આખા દિવસ દરમિયાન ઉર્જાવાન રહી શકો અને તમારા શરીરમાં થાકનો અનુભવ થશે નહીં.
આપણી વ્યસ્ત જીવનશૈલી ના કારણે આપણે સારી રીતે સ્નાન પણ કરવામાં પૂરતો સમય પણ નથી આપી શકતા. જેની અસર આપણી સુંદરતા પડી શકે છે. જેથી દરરોજ સારી રીતે અને યોગ્ય પ્રમાણમાં નાહવું જોઈએ. અને તેની સાથે પોતાના ગુપ્તાંગોને પણ સારી રીતે સાફ રાખવા જોઈએ. જેથી તમને ચામડીના રોગ થવાનું જોખમ ના રહે.
તમારે ભોજન યોગ્ય સમયે જ કરવું જોઈએ જેથી આપણા શરીરની એનર્જી બની રહે. ભોજન કરતી વખતે તેને સારી રીતે ચાવીને ખાવું જોઈએ. જેથી તમારું પાચન તંત્ર પણ સારી રીતે કામ કરે.
જો આપણે મંદિર જઈએ અને ઘંટનો અવાજ સાંભળીએ તો આપણા હૃદયને એકદમ શાંતિ મળે છે. જેથી તમારો મૂડ પણ સારો થઈ જાય છે. તમે દરરોજ શાંત જગ્યા પાર બેસીને માત્ર 15 મિનિટ જ ૐ નું ઉચ્ચારણ કરવાનું છે. તમારી જ્ઞાનેન્દ્રિય ખુલી જાય અને મન શાંત થાય અને તાજગી ભર્યો દિવસ જાય. ૐ નો ઉચ્ચારણ દરરોજ કરવાથી સ્વસ્થ અને તંદુરસ્ત રહેવાનો અનુભવ કરશો. અને જીવો ત્યાં સુધી તમે નીરોગી રહી શકશો.
આ ઉપરાંત આખા દિવસમાં 7-8 કલાકની ઉંઘ લેવી પણ ખુબ જ જરૂરી છે. ધ્યાન રાખવું કે વધારે પડતી ઉંધ અને ઓછી ઉંધ શરીરના સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક માનવામાં આવે છે.