દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તે તંદુરસ્ત અને લાબું જીવન જીવે. સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે મોંઘી હેલ્ધી વાનગીઓ નું સેવન કરવું જોઈએ એવું નથી. તમે અમુક દેશી વાનગી ખાઈને પણ તંદુરસ્ત રહી શકો છો. તેના માટે સમય, ગણવત્તા અને પ્રમાણ નું ધ્યાન રાખવું જોઈએ.
તો ચાલો તમને જણાવીએ એ 6 દેશી વાનગીઓ જેનું સેવન કરવાથી તમારા શરીરમાં આયર્ન, કેલ્શિયમ,પ્રોટીનની ઉણપ ક્યારેય થશે નહિ. આ વાનગીનું સેવન કરશો તો હંમેશા તંદુરસ્ત રહેશો
આ દેશી વાનગીમાં કેલસટીનું પ્રમાણ નહિવત હોય છે. જયારે આ સ્વદેશી વાનગીમાં ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો આવેલ છે. જે શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામાં ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. અને આ આ વાનગી બનાવવી પણ ખુબ જ સરળ છે.
આ લેખમાં અમે તમને એવી વાનગી વિશે વાત કરીશું કે જેનું સેવન કરવાથી શરીરમાં નબળાઈ, થાક, પ્રોટીનની ઉણપ, કેલ્શિયમની ઉણપ, એનેમિયાની સમસ્યા દૂર કરવામાં ઉપયોગી છે.
શેકેલા બટાટા : બટાકા દરેકના ફેવરિટ હોય છે. કઈ પણ વાનગી બનાવવી હોય તો બટેકા નો ઉપયોગ કરવો જ પડે છે. તેમાં કેલરીનું વધારે હોય છે. સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે શેકેલા બટાકા. શેકેલા બટેકાને સ્વાદિષ્ટ કરવા માટે તેમાં લીંબુ, મીઠું, કાળામારી પાવડર ઉપર નાખી ને ખાવા.
ખીચડી : ખીચડીને પૌષ્ટિક આહાર માનવામાં આવે છે. તે ખાવી ખુબ જ સારી છે. દરેક ઉંમરના લોકો આ ખીચડી ખાઈ શકે છે. જયારે કોઈ બીમાર હોય તો તમને પણ ડોક્ટર ખીચડી ખાવાનું કહે છે. મગ દાળની ખીચડી માં ભરપૂર પ્રોટીન મળી રહે છે. તેને હાજી હેલ્ધી બંનવી હોય તો તેમાં તમે તાજા અમુક શાકભાજી નાખીને ખીચડી બનાવી શકો છો.
પાસ્તા અને વેજીટેબલ સેન્ડવીચ : આ એવી વાગની છે જે ખુબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે. ઘણા લોકોની ફેવરિટ ડીશ છે. આ માં તમે વધારે પ્રમાણમાં ચીઝ અને ચટણી નાખીને ખુબ જ ટેસ્ટી બનાવી શકો છો. આ બિલકુલ હેલ્ધી નથી. સેન્ડવીચ ને હેલ્ધી બનાવવા માટે લીલાશાક્ભાજી અને કેટલાક ઘરેલું માસનો ઉપયોગ કરવો જોઈએ. જેથી તમે તંદુરસ્ત રહી શકો.
ફળ અને દહીં : જો તમે ખુબ જ હેલ્ધી દેશી વાનગી ખાવા માંગો તો આ ખુબ જ ઉપયોગી છે. કારણકે દહીં ખાવાથી કેલ્શિયમ મળે, આંતરડામાં રહેલા બેક્ટેરિયાને દૂર કરે, વજન ઓછું કરવામાં મદદરૂપ થાય, અને રોગપ્રતિકારક શક્તિને વધારે છે. અને તમે દહીંમાં બદામ, કાજુ જેવા બીજા ડ્રાયફૂટ નાખીને સેવન કરી ને તમે હેલ્ધી બની શકો છો.
ભાત અને દહીં : ભારત ના કેટલીક જગ્યાએ ખીચડીને જેમ જ ભાત અને દહીં ખબ જ મનપસંદ વાનગી માનવામાં આવે છે. ભાત અને દહીંના સેવનથી પાચન સારું થાય છે. અને તેમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે. જે હાડકાને મજબૂત બનાવે છે.
દલિયા : ઘણા લોકો સવારના નાસ્તામાં ખાવાનું પસંદ કરે છે. આને બનાવની અનેક રીત છે. એની અંદર ફાયબર, વિટામિન-બી, એન્ટીઓક્સીડેન્ટ, કાર્બ્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. જે મગજને પ્રોત્સાહિત કરે છે. આ દશી વાનગીમાં તમે બદામ,મધ કે બીજા અનેક ડ્રાયફૂટ નાખીને તમે પણ હેલ્ધી બની શકો છો.