મિત્રો જો તમને રાત્રે ઊંઘ આવતી નથી અને તમારે ઊંઘ લાવવા માટે દવાની જરૂર તો આ તમારી સમસ્યાને ઠીક કરવા માટે આજે અમે તમને એક સરસ મજાનો ઉપાય બતાવવા જઈ રહ્યા છીએ જે ઉપાય જણાવ્યા પ્રમાણે તમે કરશો તો તમને ઊંઘને લગતો કોઈપણ પ્રકારની સમસ્યા રહેશે નહિ.

આ ઉપાય અજમાવવાની સાથે જ તમે ખાલી બેડમાં સુવા જશો ત્યાં જ તમને ઘાઢ નિંદર આવી જશે. આપણી આસપાસ ઘણા લોકો એવા હોય છે કે જે આખો દિવસ કામ કરે છે અને થાકી જતા હોય છે તેથી તે વધુ તણાવમાં રહેવાના કારણે તેમને રાત્રે ઊંઘ આવતી નથી પરંતુ જે લોકોને ઊંઘ આવતી તેવા લોકો માટે આજે અમે સરસ મજાની માહિતી આપી દઈશું.

માનવ શરીર માટે ઊંઘનું ખુબજ મહત્વ છે, જેને ઘણા લોકો નજરઅંદાજ કરે છે. જો કોઈ વ્યક્તિને હંમેશા નીરોગી રહેવું હોય તો શરીરને પૂરતા પ્રમાણમાં એટલે કે 6 થી 8 કલાકની ઊંઘ લેવી ખુબજ જરૂરી છે. જો તમે પૂરતા પ્રમાણમાં ઊંઘ ન લેતા હોવ તો તેને લીધે શરીરમાં નાના મોટા રોગો થવાની શક્યતાઓ વધી જાય છે.

રાત્રે પુરી ઊંઘ ન લેવાના કારણે સવારે તમને દિવસ દરમિયાન અરુચિ, મંદાગ્ની, બેચેની, ભૂખ ન લાગવી, ચક્કર આવવા વગેરે જેવા અનેક પ્રોબ્લેમ થવાની શક્યતાઓ રહેલી છે. તેમજ તમને શારીરક અને માનસિક થાક પણ લાગે છે. જો પૂરતા પ્રમાણમાં શરીર માટે ઊંઘ ન લેવામાં આવે તો શરીરઅનેક રોગોનો ભોગ બનતું જોવા મળે છે.

હવે તમને જણાવીએ કે કુદરતી રીતે ઊંઘ લાવવા માટે શું કરવું પડે છે: કુદરતી રીતે ઊંઘ લેવા માટે તમારે સૌ પ્રથમ એક કપ દૂધ લેવાનું છે તેમાં જરૂરિયાત પ્રમાણે થોડી સાકર નાખવાની છે. તમે દૂધ ગાયનું અથવા તો ભેંશનું લઇ શકો છો પરંતુ ભેંશનું દૂધ હશે તો વધુ સારું રહેશે, કારણ કે ભેંશનું દૂધ ઊંઘ લાવવા માટે ઉત્તમ દૂધ તરીકે ગણાય છે.

હળદર વાળું દૂધ પીવું : જે લોકોને રાત્રે ઊંઘ નથી આવતી, તેમજ ઘણા સમયથી દવાઓ કરવા છતાં પણ ઊંઘની સમસ્યા સતત હેરાન કરે છે, તેવા લોકોએ દરરોજ રાત્રે સુતા પહેલા થોડા દૂધને ગરમ હુંફાળું કરી લેવું તેમાં એક ચમસી હળદર ઉમેરીને તેને બરાબર મિક્સ કરી લેવું. ત્યારબાદ આ દૂધનું રાત્રે સેવન કરવું જોઈએ.

આ દૂધ પીવાની સાથે જ તમને રાત્રે નિરાંતે ઊંઘ પણ આવી જશે કારણકે, ગરમ દૂધ મન અને શરીરને આરામ આપવાનું કામ કરે છે. તમને જણાવીએ કે નિષ્ણાંતના જણાવ્યા અનુસાર દૂધના રહેલા તત્વો નિંદ્રાને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે તે શરીરના અન્ય કોષોને સુધારણા દ્વારા શરીરને આરામ આપે છે.

કેળા : કેળાને અનિંદ્રાની સમસ્યાને દૂર કરવા માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે. કેળામાં ભરપૂર માત્રામાં આયર્ન, કેલ્શિયમ તેમજ પોટેશિયમ રહેલું હોવાથી ઊંઘ લાવવા માટે સારામાં સારો ફાયદો કરે છે. તમે સુતા પહેલા ઓછામાં ઓછા 1 થી 2 કલાક પહેલા કેળા ખાઈ શકો છો.

કેસર ખાવાથી ઝડપી ઊંઘ આવી જાય છે : સારી અને ઘાઢ ઊંઘ માટે કેસર ખાવું ખુબજ જરૂરી છે. કેસરમાં ઊંઘ લાવવા માટે ઉપયોગી થાય છે. તમે રાત્રે સુતા પહેલા એક કપ ગરમ દૂધમાં એક ચપટી ભરીને તેમાં કેસર મિક્સ કરી દ્યો અને પી જાઓ. આમ કરવાથી તમને ફક્ત 3 થી 5 મિનીટમાં સરસ મજાની ઊંઘ આવી જશે.

કાજુનું સેવન કરો : અનિંદ્રાની સમસ્યાથી પીડાઈ રહેલા લોકો માટે કાજુનું સેવન કરવું ખુબજ સારું ફાયદાકારક ગણવામાં આવે છે. કારણ કે કાજુમાં મેલાટોનીન સાથે મેગ્નેશિયમ અને જસત જેવા ખનીજ તત્વો હોય છે જે ઘણી બધી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

દિવસે સુવાનું ટાળો : ઘણા લોકો રાત્રે લેટ ઊંઘે છે અથવા અનિંદ્રાને કારણે પોતાની ઊંઘ પૂરી કરી શકતા નથી અને દિવસે સુવાની ટેવ હોય છે. જો તમને પણ સવારે ઊંઘવાની ટેવ હોય તો આજથી બદલો, કારણકે દિવસે સૂવાથી રાત્રે ઊંઘ આવી શકતી નથી.

નિયમિત કસરત કરવાથી ઊંઘ આવી જાય છે : ઘણા લોકોને તણાવ, બેચેની અને માનસિક થાકના કારણે પણ ઊંઘ આવતી નથી. આવી સ્થિતિમાં દરરોજ તમે યોગ અને કસરત કરશો તો તમારું મન એકદમ પ્રફુલ્લિત રહે છે તેમજ મન સાવ હળવું રહે છે તેનાથી તમને રાત્રે સારી અને ઘાઢ ઊંઘ આવશે.

રાત્રે પુસ્તક વાંચન કરવાનું રાખો : જો તમને રાત્રે ઊંઘ નથી આવતી હોય તો તમારે દવા લેવાની જરૂર નથી કારણ કે તમારે સુતા સુતા તમારા મનપસંદ પુસ્તકનું વાંચન કરવાનું છે. વાંચન કરવાથી તમને ઊંઘ સારી રીતે આવી જશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *