જો તમારે પણ વાળની સુંદરતા વઘારવી હોય તો તમે પણ ગુલાબના ફૂલની પાંખડી ઉપયોગ કરવો જોઈએ. તો આજે આ આર્ટિકલમાં વાળ સુંદર દેખાડવા ગુલાબના પાંખડીનો ઉપયોગ કઈ રીતે કરવો તેના વિષે જણાવીશું.
ગુલાબ ના પાંખડીનો ઉપયોગ અનેક રીતે કરી શકાય છે. રંગોળી બંનાવવા માટે કે પછી ચહેરાને સુંદર દેખાડવા માટે ગુલાબના પાંખડીનો ઉપયોગ કરી શકાય છે. દરેક મહિલા પોતાના સ્કિન અને હેર કેર માટે દરેક મહિલા ગુલાબના પાંખડીની પસંદગી કરતી આવી છે.
તે પાંખડીનો ઉપયોગ કરવાથી ચહેરો ચમકદાર બનાવે અને ડાઘ ને દૂર કરવા ઉપયોગ કરાય છે. તેનો ઉપયોગ કરવાથી ત્વચા ની દરેક સમસ્યા દૂર થાય છે. ગુલાબના પાંખડીના વાળને સુંદર કરવા માટે પણ ખુબ જ અસરકારક સાબિત થાય છે.
ગુલાબના ફૂલના પાંખડીમાં એન્ટી માઇક્રોબાયલ અને એન્ટી ઓક્સીડેન્ટ ગુણઘર્મો આવેલા છે. જે ચામડીનું રક્ષણ કરે છે અને સ્વચ્છ રાખે છે. ધણી બધી મહિલાઓ ગુલાબના પાંખડીને સૂકવીને તેનો પાવડર બનાવીને અનેક રીતે તેનો ઉપાયોગ કરે છે. પાવડર સિવાય તેના ગુલાબના તાજા પાંખડી પણ ખુબ જ ઉપયોગી છે.
વાળમાં નાખવા માટે તેલ બનાવની રીત : તાજા ગુલાબના પાંખડીનો ઉપયોગ કરી તેલ બનાવી ને ઉપયોગ કરો. તેના માટે સૌથી પહેલા તાજા ગુલાબના 15 જેટલા પાંખડી અને નારિયેળ તેલ લેવું. હવે એક પેન ને ગેસ પર મૂકી ને તેમાં નારિયેળ તેલ નાખીને ઘીમા ગેસે ગરમ કરો. તેલ ગરમ થાય પછી તેમાં ગુલાબના 15 પાંખડી નાખી દો અને ગેસ બંધ કરી દો.
તે તેલ ને તમે માથા ના વાળમાં લગાવી દો અને થોડી વાર વાળમાં મસાજ કરો. તમે ગુલાબના પાંખડી ના બદલે તેનો પાવડર નો પણ ઉપયોગ કરી શકો છો. માલિશ કર્યા પછી પણ ગુલાબના પાનને માથામાં રહેવા દો.અને થોડી વાર પછી વાળને ઘોઈ દો.
હેર માસ્ક બનાવવા ની રીત : હેર માસ્ક ગુલાબની પાંખડીમાથી બનાવવામાં આવે છે. હેર માસ્ક ને ટીયર કરવા માટે તમારે ગુલાબની પાંખડીને વધારે પ્રમાણ માં લઈ ને તડકામાં સુકવી દેવાના છે ત્યાર બાદ તેનો પાવડર બનાવવાનો છે. ત્યાર પછી તેનો ઉપયોગ હેર પેક બનાવવા કરો.
જો તમારું સ્કેલ્પ તેલ વારુ રહે છે, તો દહીં 2 ચમચી, અને બદામ તેલ 1 ચમચી મિક્સ કરી દો. તેમાં 1 ચમચી મઘ અને 2 ચમચી બનાવેલ પાવડર મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. વાળને ઘોયા પહેલા વાળમાં લગાવીને 1 કલાક સુધી રહેવા દેવું. અને ત્યાર બાદ વાળને ઘોઈ દેવા.
હેર પેક બનાવવાની રીત : ગુલાબના પાંખડીને સૂકવીને તેનો પાવડર બનાવી ને એક વાટકામાં લઈ લો. જો તમારું સ્કેલ્પ ઓકલો છે તો આ હર પેકનો ચોક્કસ ઉપયોગ કરવો. સૌથી પહેલા 2 ચમચી પાવડર, અને મુક્તાની માટીને મિક્સ કરી લો. તેમાં નારિયેળ તેલ ના 5-6 ટીપા નાખો. ત્યાર બાદ બરાબર મિક્સ કરીને વાળમાં લગાવી દો.
લગાવ્યા પછી 40-50 મિનિટ રહેવા દઈ ને પાણી થી ઘોઈ દો. આ હેર પેક નો ઉપયોગ કર્યા પછી 2 દિવસ પછી વાળમાં શેમ્પુ નાખીને વાળ ઘોઈ શકાય.
તમે પણ વાળને સુંદર અને ચમકદાર બનાવવા માંગતા હોય તો તમે પણ આ ગુલાબના પાંખડીનો ઉપયોગ કરવો. આ બ્યુટી ટિપ્સ ખુબ જ ઉપયોગી સાબિત થશે.