અત્યારના ભાગદોડ વારા જીવનમાં આપણી ખોટી લાઇફસ્ટાઇલ અને ખાવાની ખોટી ટેવના કારણે શરીરમાં વિટામિનની ઉણપ જોવા મળે છે. આપણું શરીર સારી રીતે કામ કરી શકે તેમાં માટે આપણા શરીરને કાયમી માટે અલગ અલગ પ્રકારના વિટામિન્સ, પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઈડ્રેટ્સ અને આયર્ન જેવા તત્વોની જરૂર પડતી હોય છે.
શરીરમાં કોઈ પણ તત્વની ઉણપથી જુદી જુદી બીમારીઓ અને રોગો થવાની શરૂઆત થાય છે. આજે તમને વિટામિન બી-12થી ભરપૂર વસ્તુઓ વિષે જણાવીશું જે વસ્તુઓનું સેવન કરવાથી તમે બીમારીઓથો દૂર રહી સ્વસ્થ્ય જીવન જીવી શકો છો.
શરીરમાં વિટામિન બી-12 મેટાબોલિઝ્મ વધારીને થાકથી દૂર રાખે છે આ ઉપરાંત તે શરીરને ક્લોન, બ્રેસ્ટ, લંગ અને પ્રોસ્ટ્સ કેન્સરથી પણ તમને દૂર રાખે છે. તો ચાલો જાણીએ વિટામિન બી-12થી ભરપૂર કેટલાક ખોરાક વિષે જે ખોરાક લેવાથી જો તમારા શરીરમાં વિટામિન બી-12 ની ઉણપ હશે તો દૂર થઇ જશે અને વિટામિન બી-12 ની ઉણપ થવા દેશે નહીં.
લીલા શાકભાજીનુ સેવન: શાકાહારી લોકો માટે લીલી શાકભાજી ખાવી ખુબજ ફાયદાકારક છે કારણકે લીલા શાકભાજીમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો મળી આવે છે. જે શરીરમાં વિટામિન-બી12ની ઉણપને પુરી કરી શકે છે. લીલી શાકભાજીમાં પાલક અને બ્રોકોલીનું સેવન કરવું જોઈએ જેમાં વિટામિન-બી12 વિટામિન ખુબ જ સારા પ્રમાણમાં મળી આવે છે.
દૂધ: શાકાહારી લોકો માટે દૂધને વિટામિન બી-12 સારો એવો સ્ત્રોત ગણવામાં આવે છે. જો તમે તાજું અને ફુલ ફેટવાળું દૂધ પીવો છો તો તમે વિટામિન બી-12 સારી માત્રામાં મેળવી શકો છો. દરરોજ દૂધ પીવાથી શરીરમાં વિટામિન બી-12ની ઉણપ દૂર કરી શકાય છે.
બ્રોકલી: ઘણા લોકો બ્રોકલીનું નામ સાંભળતાજ મોં ફેરવી દે છે પરંતુ તમને જાણાવીએ કે સ્વાસ્થ્ય માટે બ્રોકલી ખુબ જરૂરી છે. વિટામિન બી-12 ની ઉણપ દૂર કરવા તમે બ્રોકલી ખાઈ શકો છો કારણકે કે તેમાં વિટામીન B12 સાથે સાથે હિમોગ્લોબીન અને અનેક તત્વો હોય છે.
ડ્રાયફ્રુટ: ડ્રાયફ્રુટ મોંઘા હોય છે પરંતુ વિટામીન B12 માટે ડ્રાય ફ્રૂટ્સમાં બદામ, કાજુ, દ્રાક્ષ, અખરોટ નું સેવન કરવું જોઈએ જેમાં ભરપૂર માત્રામાં ઘણા બઘા પોષક તત્વો પણ મળી આવે. દરરોજ સવારે એક મુઠ્ઠી ડ્રાયફ્રુટનું સેવન કરવાથી વિટામિન-બી12ની ઉણપને દૂર કરી શકાય છે.
દહીં: દહીંમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન બી-1, બી-2 અને બી-12 હોય છે, તેમાં પણ જો દહીં લો ફેટવાળું હોય તો તે વધારે ફાયદાકારક છે. આ ઉપરાંત ઉનાળામા દરરોજ એક વાટકી દહીં ખાવાથી પેટની અંદરથી ઠંડુ રહે છે. બની શકે તો ફ્લેવર્ડ દહીં લેવાનું ટાળવું જોઈએ.
અહીંયા જણાવેલી 5 વસ્તુનું સેવન કરવાથી શરીરમાંથી વિટામિન બી-12 ની ઉણપ દૂર કરી શકાય છે. જો તમારા શરીરમાં પણ વિટામિન બી-12 ની ઉણપ છે તો આ વસ્તુઓનું સેવન કરવાનું શરુ કરો.