આજે અમે તમને આ આર્ટિકલમાં દૂધમાં એક એવી વસ્તુ ઉમેરીને સેવન કરવાનું છે જેના થી સ્વાસ્થ્ય ને અનેક લાભ થશે. મોટાભાગે દરેક ના ઘરે તે વસ્તુ હોય છે. જે ઉપયોગ કરીને તમે સ્વસ્થ રહી શકશો.
દૂધ માં જે વસ્તુનાખીને સેવન કરવાની વાત કરવાના છીએ તે વસ્તુનું નામ તુલસી છે. તુલસી આયુર્વેદનો ખજાનો છે. તુલસી અમૃત સમાન માનવામાં આવે છે. દૂધ સાથે મિક્સ કરીને આ તુલસીનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ માં વઘારો કરે છે.
દૂધ માં પોષક તત્વો ભરપૂર માત્રા માં મળી આવે છે. જો દૂધ અને તુલસીને ભેગું કરીને સેવન કરવામાં આવે તો તેના સ્વાસ્થ્ય ને અનેક લાભ થાય છે. તો ચાલો જાણીએ દૂધમાં તુલસી નાખીને સેવન કરવામાં આવે તો કયા રોગોમાં ફાયદા થાય તેનાથી વિશે વધુ માહિતી જાણો.
દૂઘ અને તુલસીના ફાયદા : અસ્થમાના રોગમાં : વાતાવરણ બદલાવના કારણે શ્વાસ સંબધિત થતી હોય છે. માટે અસ્થમા રોગથી પીડીત લોકો એ દરરોજ દૂધ અને તુલસીનું સેવન કરે તો તેમના માટે ખુબ જ ફાયદાકારક સાબિત થશે. આ ઉપાય ખુબ જ અસરકારક છે.
માથાના દુખાવામાં : જો તમને વારે ઘડીયે માથું ચડી જવાની સમસ્યા રહેતી હોય તેમને ખુબ જ ઝડપથી રાહત થશે. માઈગ્રેન નો સખત દુખાવો રહેતો હોય તેમના માટે પણ આ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થશે. માટે દરરોજ સવારે આ દૂઘ અને તુલસી નું સેવન કરવું જોઈએ. ઘીરે ઘીરે માઈગ્રેન ની સમસ્યા દૂર થઈ જશે.
તણાવ દૂર કરવા : અત્યારે હાલની જીવન શૈલી ના કારણે કામનું ટેનશ, ઘરનું ચિંતા જેવી અનેક સમસ્યા ના કારણે વઘારે તણાવ રહેતો હોય છે. માટે તણાવને દૂર કરવા માટે દરરોજ આ દૂધ અને તુલસીનું સેવન કરવું જેથી આ સમસ્યા દૂર થઈ જશે.
હૃદય માટે : ત્યારે હાલમાં હૃદય રોગ ખુબ જ ઝડપથી વઘવા લાગ્યો છે. હૃદય રોગના કારણે હાર્ટ અટેક થવાનું જોખમ વધી જાય છે. જો તમે હૃદયને હંમેશા માટે સ્વસ્થ રાખવા ઈચ્છતા હોય તો દરરોજ એક ગ્લાસ દૂઘ અને તુલસીનું સેવન કરવાથી હંમેશા હૃદય હેલ્ધી રહેશે.
દૂધ અને તુલસીના ફાયદા
કેન્સર માં ફાયદાકારક : તુલસીમાં રહેલ તત્વો કેન્સર જેવી મોટી બીમારી સામે લડવાની ક્ષમતા ઘરાવે છે. માટે કેન્સર થી બચવા માટે તુલસી અમૃત સમાન છે. અને તુલસીને દૂધમાં નાખીને પીવામાં આવે તો તેના ફાયદા બમણા થઈ જાય છે.
બનાવવા ની રીત : સૌથી પહેલા એક ગ્લાસ દૂઘ લઈ લેવાનું, ત્યારબાદ તે દૂઘ ને ગરમ કરવાનું, દૂઘ ઉકળે ત્યારે તેમાં 5-6 તુલસીના પાન નાખી દેવા. અને થોડી વાર રહીને દૂઘ થોડું ઠંડુ થાય ત્યારે પી લેવાનું. આ દૂઘ ને તમે સવારે અથવા રાત્રે સુતા પહેલા પી જવાનું છે.
જો તમે પણ હંમેશા માટે સ્વસ્થ અને હેલ્ધી રહેવા માગતા હોય તો તમે પણ આ દૂઘ અને તુલસીનું સેવન કરી લેવું. જેથી તમે અનેક બીમારી માંથી છુટકાળો મેળવી શકશો.