આજે અમે તમને રાત્રે સુતા પહેલા ગરમ પાણી પીવાથી થતા અદભુત ફાયદા વિશે જણાવીશું. ઘણી વખત તમે બીમાર થઇ જાઓ છો તો ડોક્ટર પણ તમને ગરમ પાણી પીવાની સલાહ આપે છે. અત્યારે હાલમાં ચાલી રહેલી શિયાળાની ઋતુમાં ઠંડી વઘવાના કારણે જો અમે દરરોજ પાણીને ગરમ કરી ને પીશો તો તમે અનેક બીમારીથી દૂર રહી શકશો.
દિવસમાં તમે ગમે ત્યારે ગરમ પાણી પી શકો છો. દિવસ માં ઓછામાં ઓછું 5 લીટર પાણી જોઈએ. પરંતુ જો તમે રાત્રે ગરમ પાણી પીશો તો તેના ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકીત થઈ જશો. સ્વાસ્થ્ય નિષ્ણાત અનુસાર ગરમ પાણી પીવાથી શરીરમાં રહેલ હાજર બેક્ટેરિયાને મૂત્ર માર્ગ રૂપે બહાર નીકાળી દે છે. તો ચાલો જાણીએ રાત્રે માત્ર 1 ગ્લાસ ગરમ પાણી પીવાથી થતા ફાયદા વિશે.
1. કબજિયાત : જો તમને કબજિયાત ની સમસ્યા હોય તો તમારે દરરોજ રાત્રે જમ્યાના 30-40 મિનિટ પછી ગરમ પાણી નું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત પેટને લગતી સમસ્યા પણ દૂર થાય છે. ઘ્યાનમાં રાખવું કે પાણી ને ઉકાળીયા પછી પીવા જેટલું ઠંડુ થાય ત્યારે જ તે પાણી પીવું. વઘારે ઉકળતું પાણી ના પીવું.
2. વાળને ચમકદાર બનાવવા : દરરોજ રાત્રે 1 ગ્લાસ ગરમ પાણી પીવાથી વાળ સુંદર થાય છે અને વાળ મજબૂત અને ચમકદાર બને છે. 3. સ્થૂળતા : જો તમારા શરીરમાં ચરબી વઘારે છે તો તમારે દરરોજ રાત્રે સુતા પહેલા 1 ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. જેથી તમારા શરીરની ચરબી બરફના જેમ ઉતરવા લાગશે.
4. શરદી અને ખાંસી : અત્યારે હાલમાં શિયાળાની ઋતુમાં આ સમસ્યા થતી હોય છે. જેમને શરદી અથવા ખાંસી હોય તેમને રાત્રે 1 ગ્લાસ ગરમ પાણી પીવાથી ઝડપથી આરામ મળે છે. ગાળામાં જામેલ ઈન્ફેક્શન અને કફ ને દૂર કરવામાં મદદ કરે છે. આખા દિવસ માં 3-4 ગ્લાસ ગરમ પાણીનું સેવન કરવાથી શરદી અને કફ બીજા જ દિવસે મટી જાય છે.
5. ત્વચા માટે : પાણી વઘારે પીવાથી ચહેરો સુંદર થાય છે. અને જો તમારે પણ ચહેરાની નેચરલી ચમક વઘારવી હોય અને ચહેરાની કરચલી દૂર કરીને ચહેરાને મુલાયમ બનાવવો હોય તો તમે પણ દરરોજ રાત્રે સુતા પહેલા 1 ગ્લાસ ગરમ પાણી નું સેવન કરી લો. જે ચહેરાની ગ્લો લાવવામાં મદદ કરશે.
6. પથરી ની સમસ્યા : જયારે પથરી નો દુખાવો થાય છે ત્યારે તે દુખાવો અસહ્ય હોય છે. જો તમને પથરી છે તો તમારે દરરોજ સુતા પહેલા 1 ગ્લાસ ગરમ પાણી પીવાની આદત પાડવી જોઈએ. આમ કરવાથી તમારી પથરી થોડાજ દિવસમાં પેશાબ કરતી વખતે બહાર નીકળી જશે.
7. સાંઘાનો દુખાવો : અત્યારના સમસ્યા માં આ સમસ્યા નાના મોટા દરેક વ્યક્તિને થવા લાગી છે. જો તમને પણ સાંઘાના દુખાવો હોય તો દરરોજ સુતા પહેલા 1 ગ્લાસ ગરમ પાણી પી જવું જેથી સાંઘાના દુખાવામાં રાહત મળે છે. 8. હૃદયને સ્વસ્થ રાખવા : દરરોજ એક ગ્લાસ ગરમ પાણી પીવાથી હૃદય રોગ થતો નથી અને હૃદયને હંમેશા સ્વસ્થ રાખે છે.
9. પાચન ક્રિયા સુધારવા : જો તમને જમ્યા પછી ખાઘેલુ પચતું નથી તો તમે દરરોજ સુતા પહેલા ગરમ પાણી પી લો. ગરમ પાણીનું સેવન કરવાથી પેટને લગતી ગેસ, કબજિયાત, અપચો જેવી દરેક સમસ્યા દૂર થઈ જાય છે. જેથી પાચનક્રિયા સુઘારવામાં મદદ કરે છે અને પાચનતંત્ર મજબૂત થાય છે.
જો તમને પણ શરદી, ખાંસી, કબજિયાત, પથરી, ત્વચા માટે, હૃદય માટે, વાળ માટે, ચરબી દૂર કરવા જેવી સમસ્યા હોય તો દરરોજ રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. આમ કરવાથી તમારી સમસ્યા ઘીરે ઘીરે દૂર થઈ જશે.
ઘ્યાનમાં રાખવા જેવી બાબત : જો તમે પાણીને વઘારે ઉકાળો છો તો તે પાણી ને તરત ના પીવું જોઈએ. પાણી થોડું ઠંડુ થાય ત્યારબાદ તે પાણી પીવું જોઈએ.