શિયાળાની ઋતુ ભલે ગમે તેટલી ગમતી હોય પણ તે તમારી ત્વચા અને વાળ માટે સમસ્યા બની શકે છે. આ એક એવી ઋતુ છે જ્યારે ઠંડા પવનો તમારી ત્વચા અને માથાની ચામડીમાંથી ભેજ છીનવી લે છે. જેના કારણે તમને ડેન્ડ્રફથી લઈને વાળ ખરવા સુધીની સમસ્યાનો સામનો કરવો પડી શકે તેમ છે.
ખાસ કરીને જે મહિલાઓને પહેલાથી જ વાળ ખરે છે તેમના માટે આ શિયાળાની ઋતુ વાળ માટે કોઈ પાયમાલથી ઓછી નથી. તમે પણ હંમેશા આ સિઝનમાં વધારે વાળ ખરતા જોતા હશે જે ચોક્કસપણે એક ચિંતાનો વિષય છે. આપણે ઉતાવરમાં આવીને કોઈપણ હેર પ્રોડક્ટ અથવા હેર ટ્રીટમેન્ટ અપનાવવા જઈએ છીએ.
પરંતુ તે પહેલા તમારે શિયાળામાં વાળ ખરવાના કારણો વિશે પણ જાણી લેવું જોઈએ. આ કારણો જાણ્યા પછી તમારા માટે ખરતા વાળને નિયંત્રિત કરવાનું સરળ બની જશે. તો આજે આ લેખમાં તમને જણાવીશું કે શિયાળામાં વાળ ખરવા પાછળના મુખ્ય કારણો શું છે.
ઠંડી હવાના કારણે સ્કેલ્પ મોઇચ્ચર ગુમાવવું : આ ઋતુમાં ઠંડા પવનો ફૂંકાય છે જે આપણને ખૂબ સારા લાગે છે, પરંતુ તે સંપૂર્ણપણે ભેજ મુક્ત હોવાથી આ પવનોની વિપરીત અસર વાળ પર પડે છે. વાસ્તવમાં આ સિઝનમાં ઠંડી હવાના કારણે વાળની શાફ્ટમાંથી ઓઇલ દૂર થઈ જાય છે. આ સ્થિતિમાં વાળમાંથી ઓઇલ ગુમાવવાને કારણે તે શુષ્ક થઇ જાય છે અને કમજોર પણ થઇ જાય છે. જેના કારણે તે તૂટવા અને ખરવા લાગે છે.
વૂલન કેપ્સ પહેવાથી બચવું જોઈએ : ઠંડીની ઋતુમાં ઠંડીથી બચવા માટે વૂલન કેપ્સ પહેરવું અથવા અલગ પ્રકારની ટોપી પહેરવાનું એક સામાન્ય પ્રથા છે. પરંતુ શું તમને ખબર છે કે તેનો ઉપયોગ કરવાથી તમને ફાયદો ઓછો અને નુકસાન વધારે થાય છે.
હકીકતમાં જ્યારે તમે આ સ્ટાઇલિશ કેપ્સ પહેરો ત્યારે તે ઘર્ષણ બનાવે છે અને જેના કારણે વાળ ઝડપથી ખરવા લાગી જાય છે. એ પણ જાણવું જરૂરી છે કે જ્યારે તમે આખો દિવસ આ કેપ્સ પહેરો છો ત્યારે તમારા વાળ શ્વાસ લઈ શકતા નથી અને તૂટવા લાગે છે. તેથી આ સમસ્યાથી બચવા માટે અંદરથી કેપ્સને પહેરવાનું ટાળો.
બહાર જતી વખતે વૂલન કેપને પહેરવાને બદલે બ્લેડેડ વૂલ ફેબ્રિકમાંથી બનેલા સિલ્ક સ્કાર્ફ અને કેપ્સ પહેરો. તે તમારા વાળ પર સોફ્ટ હોય છે અને વાળના તૂટવાને ઘણી હદ નિયંત્રિત કરે છે.
ગરમ પાણીથી નહાવું : શિયાળામાં ગરમ પાણીથી સ્નાન કરવું બધાને સારું લાગે છે. પરંતુ લાંબા સમય સુધી ગરમ શાવર લેવાથી તમારી ત્વચાની કુદરતી ભેજ તો ઓછો થાય છે સાથે સાથે તમારા વાળ ખૂબ શુષ્ક અને કમજોર થઇ જાય છે. ગરમ પાણી તમારા વાળને નબળા બનાવે છે,
તેથી હંમેશા વધારે ગરમ પાણીનો ઉપયોગ ના કરવો જોઈએ પણ તેના બદલે હુંફાળું પાણી લો અને પછી છેલ્લે તમારા વાળને ઠંડા પાણીથી ધોઈ લો. આનું કારણ એ છે કે ઠંડુ પાણી વાળના ક્યુટિકલ્સને લોક કરે છે અને માથાની ચામડીના કુદરતી ઓઈલને પુનઃસ્થાપિત કરે છે, જેથી વાળમાં ભેજ જળવાઈ રહે છે.
હીટ હેર સ્ટાઇલ ટૂલ્સનો ઉપયોગ કરવો : આ પણ એક કારણ છે જે તમારા વાળને વધારે નુકસાન પહોંચાડે છે. ઘણી વખત એવું બને છે કે તમે તમારા વાળને સ્ટાઇલ કરવા માટે હીટ સ્ટાઇલ ટૂલ્સનો ઉપયોગ કરો છો પરંતુ જ્યારે આ ઋતુમાં તમારા વાળ પહેલેથી જ ખૂબ જ સૂકા હોય છે ત્યારે હીટ સ્ટાઇલ ટૂલ્સનો ઉપયોગ કરવાથી વાળને ઘણું નુકસાન કરી શકે છે.
હેર ડ્રાયર અને સ્ટ્રેટનરનો વધુ પડતો ઉપયોગ કરવાથી વાળ શુષ્ક બને છે અને વાળ તૂટવા પણ લાગે છે. તેથી શક્ય હોય ત્યાં સુધી તમારા વાળને કુદરતી રીતે સ્ટાઇલ કરો અને હીટ હેર સ્ટાઇલ ટૂલ્સનો ઉપયોગ કરવાનું ટાળો.