આંખોની આસપાસ પડેલા કાળા કુંડાળા આપણા ચહેરાની સુંદરતાને ખરાબ કરે છે. કાળા કુંડાળાના ઘણા બઘા કારણો છે. જેમ કે, ઉંઘ ના આવવી, શરીરમાં પોષક તત્વોની કમી, મોડા સુઘી કોમ્પ્યુટર પર કામ કરવું, વઘારે પડતો મોબાઈલ નો ઉપયોગ કરવો, માનસિક તણાવ કે ચિંતા આ બઘા કારણો ના કારણે આંખોની આજુબાજુ કાળા કુંડાળા પડે છે.
આંખોની નીચે કાળા કુંડાળા હોવાથી તે વ્યક્તિ થાકેલો અને વઘારે ઉમર થઈ ગઈ હોય તેવો લાગે છે. માટે અમે તમારા માટે આ આર્ટિકલમાં આંખોની આસપાસ પડેલા કાળા કુંડાળાને કાયમી માટે દૂર કરવાના ઘરેલુ ઉપચાર વિશે જણાવીશું.
મોસંબીનો રસ અને ગ્રિસરીન: મોસંબીમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. જે ચહેરા માટે ખુબ જ ફાયદાકારક છે. મોસંબીના રસ માં 1-2 ટીપા ગ્રિસરીન ના નાખીએ આંખોની આસપાસ કાળા કુંડાળા પર લાગવી દેવું. 15-20 મિનિટ પછી ઠંડા અને ચોખા પાણી થી ઘોઈ દેવો. આ ઉપાય ખુબ જ અસરકારક સાબિત થશે.
બદામ તેલ અને મઘ: બદામ તેલમાં મઘ મિક્સ કરીને કાળા કુંડાળા પર લગાવીને હળવા હાથે માલિશ કરવી. લગાવ્યા બાદ તેને આખી રાત એમના એમ રહેવા દેવું. અને સવારે ઉઠો ત્યારે ચહેરાને સાફ પાણીથી ઘોઈ દો. આ ઉપાય અઠવાડિયા માં 2-3 વાર કરવાથી તમને તરત જ ફરક દેખાવા લાગશે.
ગુલાબ જળ: કાળા કુંડાળાને દૂર કરવા માટે ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. માટે ગુલાબ જળમાં રૂ ને ડબોળીને આંખોને બંઘ કરીને કાળા કુંડાળા પર લગાવી દો. લગાવ્યાના 10 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ઘોઈ દેવો. આમ કરવાથી થોડા જ દિવસમાં કાળા કુંડાળા દૂર થઈ જશે. અને ચહેરો ચમકવા લાગશે.
બદામ તેલ: બદામનું તેલ આંખોના કાળા કુંડાળાને ઝડપથી દૂર કરવામાં મદદ કરશે. બદામના તેલ થી કાળા કુંડાળા પર ઘીમે ઘીમે માલિશ કરો. ત્યાર બાદ તેને 15-20 મિનિટ રહેવા દો. પછી ચહેરાને ચોખા પાણીથી ઘોઈ દો. આમ કરવાથી કાળા કુંડાળા થોડા જ દિવસમાં દૂર થશે અને ચહેરો સુંદર દેખાવા લાગશે.
ટામેટા: ટામેટાનો રસ, લીંબુનો રસ, બેસન અને હળદર ને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને આંખોની આસપાસના કાળા કુંડાળા પર લગાવી દો. ત્યારપછી 15-20 મિનિટ રહેવા દો અને પછી ચહેરાને ઘોઈ નાખો. આ રીતે ઉપયોગ કરવાથી ચહેરાના કાળા કુંડાળા દૂર થશે.
બટાકા: ચહેરાને પહેલા બરાબર ઘોઈ લો. હવે બટાકાની પતલી સ્લાઈસ કરીને આખો પર 20 મિનિટ રહેવા દો. ત્યાર પછી ચહેરાને ચોખા પાણીથી ઘોઈ દેવા જેથી થોડા જ દિવસમાં આંખોની આસપાસના કાળા કુંડાળા દૂર થઈ જશે.
ફુદીનો: સૌથી પહેલા ફુદીનાના 6-7 પાન લઈને તેને પીસી લેવા. ત્યાર બાદ તેને ચહેરાના આસપાસના કાળા કુંડાળા પર લગાવી દેવું. 15 મિનિટ પછી સાફ પાણી થી ચહેરાને ઘોઈ દેવો. આ રીતે ફુદીનાનો ઉપયોગ કરવાથી ચહેરાના કાળા કુંડાળા દૂર કરવામાં મદદ કરે છે.
અમે જણાવેલ ઉપાય તમારે રાત્રે સૂર પહેલા કરી લેવાનો છે. કારણકે દરેક વ્યક્તિ જોડે સવારે કે બપોરે ટાઈમ ના હોય માટે આ ઉપાય રાત્રે જ કરવો યોગ્ય રહેશે. ચહેરાને ફ્રીઝ ના ઠંડા પાણીથી ના ઘોવો. આપણા ઘરે આવતા ચકલીના પાણીથી ચહેરો ઘોવો જોઈએ.
આંખોની આસપાસ કાળા કુંડાળાને દૂર કરવા માટે ના ઘરેલુ ઉપચાર જણાવ્યા છે. તેનો ઉપયોગ કરીને તમે આસાનીથી કાલા કુંડાળાને દૂર કરી શકશો અને તમે તમારા ચહેરાની સુંદરતા પણ વઘારી શકશો.