આજે અને તમને આ આર્ટિકલમાં જણાવીશું કે સવારે નરણાકોઠે ગરમ પાણી માત્ર 7 દિવસ પીવાથી શરીરમાં ક્યાં ફાયદા થાય છે તેના વિશે વધુ માહિતી જણાવીશું. આપણે બઘા આખો દિવસ પાણી પિતા હોઈએ છીએ.
પરંતુ પાણી પીવાનો ફાયદો લેવો હોય તો સવારે નરણાકોઠે ઉઠીને પેલા એક ગ્લાસ પાણીને ગરમ કરીને પીવું જોઈએ. ગરમ પાણી પીવાથી મોમ રહેલ લાળ અને બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે. જેથી એસિડિટીને દૂર કરે છે.
ઘણા લોકોને શરદી, ખાંસીના કારણે ગળામાં કફ કે ઈન્ફેક્શન થતું હોય છે. જેથી ગરમ પાણી પીવાથી 2-3 દિવસમાં જ ગળામાં જામેલ કફ દૂર થાય છે. સવારે ગરમ પાણીનું સેવન કરવાથી આપણી હોજરીમાં અને આંતરડામાં જમા થયેલા નકામા પદાર્થો દૂર કરી ને આંતરડાની કાર્ય ક્ષમતા વઘારે છે.
ગરમ પાણીનું સેવન કરવાથી હોજરીમાં ના પચેલા ખોરાકને પચાવવામાં મદદ કરે છે જેથી ગેસ, અપચો કે એસીડીટીની સમસ્યા દૂર થાય છે. માટે જેમને પાચન માં તકલીફ પડે છે તેમને સવારે નરણાકોઠે ગરમ પાણી પીવું વઘારે ફાયદાકારક છે.
વજન ને ઘટાડવા માટે પણ ગરમ પાણી ખુબ જ અસર કરશે. માટે જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો ગરમ પાણીમાં એક લીંબુ નીચોવીને પીવાથી સાત દિવસમાં ફરક દેખાવા લાગશે. આ પીણું પીવાથી પેટની ગમે તેવી ચરબી ઝડપ થી ઓગળે છે.
જેથી વજન ઝડપથી ઉતરે છે. સવારે ગરમ પાણી પીવાથી પરશેવો ખુબ જ વળે છે. જેથી શરીરમાં રહેલ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. જેથી ત્વચાના રંગ છિદ્રો ખુલવાથી ત્વચા લીસી અને મુલાય થાય છે અને ચહેરા પરના ખીલ દૂર થઈ જાય છે.
ઘણા લોકોને રાત્રે બ્લડ સર્ક્યુલેશન ઘીમું થતું હોય છે જેથી તેમને સવારે ઉઠતાની સાથે સાંઘા જકડાઈ જાય છે અને દુખાવો થતો હોય છે. માટે તેમને સવારે ઉઠીને ગરમ પાણીનું સેવન કરવાથી લોહીની સંકોચાઈ ગયેલી નળીઓ ખુલી જાય છે.
અને બ્લડ સર્ક્યુલેશન સરળતાથી થાય છે. જેથી સાંઘાના દુખાવામાં રાહત થાય છે. જો કોઈ વ્યક્તિને પાચન થતું ના હોય તો તેમની હોજરીમાં ના પચેલો ખોરાક સડી જાય છે જેથી મોમાં વાસ આવતી હોય છે.
માટે સાત દિવસ નરણાકોઠે ગરમ પાણી પીવાથી મોમાં આવતી દુર્ગંધ દૂર થાય છે. જો શરીરમાં બી12 ની ઉણપ હોય તેમને સવારે નરણાકોઠે ગરમ પાણી પીવાથી તે કમી દૂર થાય છે.
ઘ્યાનમાં રાખવા જેવી બાબત: પાણીને ગરમ કરીને તેને હુંફાળું થાય ત્યારે પીવું. વઘારે ગરમ પાણી પીવાથી હોજરીમાં ચાંદા પડે છે. પાણીને નીચે બેસીને ઘુંટડે ઘુંટડે પીવું જોઈએ. માટે દરરોજ એક ગ્લાસ હુંફાળું ગરમ પાણીનું સેવન કરવું જોઈએ.